Donald Trump: ફૂંફાડા મારતા ટ્રમ્પને ઈરાનની ધમકી “અબે ચૂપ!” ‘જો કોઈપણ હોશિયારી કરીતો મધ્ય-પૂર્વના દેશોમાં આગ લગાવી દઈશું!’

  • World
  • April 5, 2026
  • 0 Comments

Donald Trump: એક તરફ ટ્રમ્પ ફૂંફાડા મારી રહયા છે અને અલ્ટીમેટમ આપી રહયા છે તો બીજી તરફ ટ્રમ્પનું પાણી માપી ચુકેલું ઇરાન હવે ટ્રમ્પની મજાક કરી રહ્યું છે અને ટ્રમ્પને માત્ર સોશ્યલ મીડિયામાં તુક્કા રજૂ કરનાર જોકર ગણાવી રહ્યું છે, છેલ્લા 20 વર્ષમાં પ્રથમ વખત છે જ્યારે કોઈ દુશ્મન દેશના હુમલામાં અમેરિકાએ તેના મોટી સંખ્યામાં ફાઈટર જેટ્સ ગુમાવ્યા હોય ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષમાં અમેરિકાએ અત્યાર સુધીમાં તેના ઓછામાં ઓછા 7 એરક્રાફ્ટ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. આ નુકસાનમાં ફાઈટર જેટ્સ ઉપરાંત ટ્રાન્સપોર્ટ અને રડાર વિમાનોનો પણ સમાવેશ થાય છે.

તાજેતરમાં 3 એપ્રિલ 2026ના રોજ ઈરાની ક્ષેત્રમાં અમેરિકાનું એક F-15E સ્ટ્રાઈક ઈગલ અને એક A-10 થંડરબોલ્ટ II (વોર્થોગ) તોડી પાડવામાં આવ્યા હતા. અગાઉ 2 માર્ચના રોજ કુવૈતમાં ‘ફ્રેન્ડલી ફાયર’ (ભૂલથી થયેલા હુમલા) માં અન્ય 3 F-15 જેટ્સ નષ્ટ થયા હતા.
રડાર સિસ્ટમ અને અન્ય વિમાનો: ઈરાની હુમલામાં સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એર બેઝ પર અમેરિકાનું અત્યંત મહત્વનું E-3 સેન્ટ્રી (AWACS) રડાર વિમાન અને એક KC-135 રિફ્યુઅલિંગ ટેન્કર નષ્ટ થયું છે. આ ઉપરાંત, ઈરાકમાં એક KC-135 ટેન્કર વિમાન ક્રેશ થતા 6 એરક્રૂના મોત થયા હતા.

ગ્રાઉન્ડ રડાર: ઉપગ્રહ તસવીરો પુષ્ટિ કરે છે કે જોર્ડનમાં અમેરિકી THAAD મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું AN/TPY-2 રડાર પણ ઈરાની હુમલામાં નષ્ટ થયું છે. કતારમાં આવેલું $1.1 અબજનું AN/FPS-132 અર્લી વોર્નિંગ રડાર પણ ક્ષતિગ્રસ્ત થયું હોવાના અહેવાલ પણ સામે આવી ચુક્યા છે ઈરાને તેની સ્વદેશી ‘મજીદ’ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને દુનિયાના સૌથી અદ્યતન ગણાતા F-35 સ્ટીલ્થ ફાઈટર જેટને પણ તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો છે ઇરાનનું યુદ્ધ હવે અમેરિકાને ભારે પડી રહ્યું છે આજે ઈરાને ટ્રમ્પને ધમકી આપી છે કે જો અમેરિકા કોઈ એવું પગલું ભરશે તો અમે મધ્ય-પૂર્વના દેશો સળગાવી દઈશું.

ઈરાને છેલ્લા 24 કલાકમાં અમેરિકાના બે ફાઈટર જેટ, એક મોટું એરક્રાફ્ટ અને અનેક હેલીકોપ્ટર ઉડાવી દીધા છે. આ ઘટના બાદ ઈરાને અમેરિકાની દુનિયામાં ભારે ફજેતી થઈ છે કારણ કે ટ્રમ્પ અત્યારસુધી કહેતા હતા કે અમે ઇરાનના આકાશમાં જીત મેળવી લીધી છે જે સાબિત કરે છે કે ઇરાનની હવાઈ શક્તિ ખતમ થઈ ગઈ છે પણ ઇરાને ઉપરા ઉપરી અમેરિકાના બે ફાયટર જેટ તોડી પાડી સાબિત કર્યું કે અમારી હવાઇ શક્તિ અકબંધ છે અને અમારા ક્ષેત્રમાં ઘૂસવાનો પ્રયાસ કરનારાઓને જવાબ આપી શકીએ છીએ.
આમ,ટ્રમ્પની વાતો પોકળ સાબિત થઈ રહી છે અને બે અઠવાડિયામાં ઈરાન જીતી લેવાનો દાવો કરનારા ટ્રમ્પ હવે ભેરવાયા છે.
અમેરિકન ફાઈટર જેટ તોડી પાડ્યા બાદ ટ્રમ્પ ચૂપ થઈ જતા ઈરાને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવતા કહ્યું કે, ‘ટ્રમ્પ… પ્લીઝ કંઇક બોલો, અમને કંટાળો આવે છે,તમારે કઈક બોલાવુ પડશે’ આ પોસ્ટ ઝિમ્બાબ્વે સ્થિત ઈરાનના દૂતાવાસે તરફથી કરવામાં આવી છે.

ઈરાને ગભરાયા વગર જવાબ આપ્યા છે અને 7 જેટ અને કિંમતી રડાર સિસ્ટમ નાશ પામતા અમેરિકા અને અમેરિકન સેનાની વિશ્વભરમાં ભારે ફજેતી થઈ રહી છે. ઈરાને એવા સમયે આ પોસ્ટ કરી છે, જ્યારે તેણે અમેરિકાના અનેક ફાઈટર જેટ, MQ9 ડ્રોન અને ક્રૂઝ મિસાઇલને હવામાં જ નષ્ટ કરી દીધી छे.

ઈરાનના જવાબી મિસાઈલ અને ડ્રોન હુમલાઓએ અમેરિકન સેનાને પીછેહઠ કરવા મજબૂર કરી છે, જેના પરિણામે બહેરીન સ્થિત યુએસ નેવીના પાંચમા બેડા (Fifth Fleet) ના 1,500 સૈનિકો અને તેમના પરિવારોને તાત્કાલિક અમેરિકા પરત મોકલી દેવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, સૈનિકો એટલી ઉતાવળમાં બેઝ છોડી રહ્યા છે કે તેઓ પોતાનો સામાન અને કાર પણ પાછળ છોડીને માત્ર એક બેગ સાથે પરત ફરી રહ્યા છે. પેન્ટાગોને સ્વીકાર્યું છે કે શુક્રવાર સુધીમાં 13 સૈનિકોના મોત અને 365 ઘાયલ થયા છે, પરંતુ તપાસ અહેવાલો મુજબ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) જાનહાનિના સાચા આંકડા છુપાવી રહી હોવાનો ગંભીર આરોપ છે. ઈરાને સાઉદી અરેબિયા, UAE અને કુવૈત જેવા દેશોમાં સ્થિત અમેરિકી ઠેકાણાઓ પર પણ હુમલા તેજ કર્યા છે અને સ્પષ્ટ માંગ કરી છે કે પોતાની સુરક્ષા માટે અમેરિકી દળોએ આ ક્ષેત્ર તાત્કાલિક ખાલી કરી દેવું જોઈએ.

બીજી તરર ટ્રમ્પે આજે રવિવારે દાવો કર્યો છે કે ઈરાનમાં ગુમ થયેલા અમેરિકી અધિકારીને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ પર જણાવ્યું કે આ અધિકારી એક કર્નલ હતા, જે ઈરાન દ્વારા F-15E લડાકુ વિમાન તોડી પાડવામાં આવ્યા બાદ લાપતા થઈ ગયા હતા તેમણે કહ્યું, “અમે તેમને બચાવી લીધા. છેલ્લા કેટલાક કલાકોમાં અમેરિકી સેનાએ તેના ઇતિહાસના સૌથી સાહસિક સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનોમાંથી એકને અંજામ આપ્યો.”

અમેરિકી અધિકારીઓ અનુસાર, એરમેન ઈરાનના પહાડી વિસ્તારમાં લગભગ બે દિવસ સુધી છુપાઈને રહ્યો. તેણે પોતાના સર્વાઇવલ ગિયર, GPS ટ્રેકર, બીકન અને એન્ક્રિપ્ટેડ રેડિયો દ્વારા અમેરિકી સેના સાથે સંપર્ક જાળવી રાખ્યો. આનાથી તેની લોકેશન ટ્રેક કરીને રેસ્ક્યુ કર્યું હોવાનો દાવો કર્યો છે.

જ્યારે આજે રવિવારે ઈરાનના એક સુરક્ષા અધિકારીએ અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે, “અમારી પાસે અમેરિકા અને ઈઝરાયલ માટે મોટું સરપ્રાઈઝ છે, બસ થોડી રાહ જોવી પડશે.” ફાર્સ ન્યૂઝ એજન્સી અનુસાર, તેમણે અમેરિકા દ્વારા કરવામાં આવેલા ઈરાન નિશાનોને ખોટા ગણાવ્યા અને પુલો પર હુમલાની ટ્રમ્પની ધમકીને મજાક ગણાવી, તેમણે કહ્યું કે આ ધમકીઓ ટ્રમ્પની નિષ્ફળતા દર્શાવે છે.

આમ,ઈરાનને નબળું સમજવાની ભૂલ કરનાર અમેરિકાને ભારે નુકશાન વેઠવું પડી રહ્યું છે અને ઇરાને હવે મરણીયો મુકાબલો કરતા 37 દિવસ પછીપણ અમેરિકા અને ઈઝરાયેલ ઇરાનનું મનોબળ તોડી શક્યા નથી પરિણામે લાંબુ ચાલનારું આ યુદ્ધ સમગ્ર વિશ્વમાં ભયાનક મંદી અને બેરોજગારી લાવનારું સાબિત થશે તે વાત નક્કી છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Trump: ઈરાને વધુ એક અમેરિકન ફાયટર જેટ અને હેલિકોપ્ટર તોડી પાડ્યુ! પાયલોટને જીવતો પકડવા ₹70 લાખનું ઈનામ
  • April 4, 2026

Trump: ઈરાને વધુ એક અમેરિકી ફાઈટર જેટ અને અમેરિકી હેલિકોપ્ટરને તોડી પાડ્યા છે. ઈરાની ન્યૂઝ એજન્સી મેહર અનુસાર, જેટને તોડી પાડયા બાદ પાઇલટને શોધવા આવેલા અમેરિકી હેલિકોપ્ટર પર પણ મિસાઈલથી…

Continue reading
Donald Trump: ઈરાનમાં અમેરિકા વિરુદ્ધ માહોલ,લોકો ડર્યા વગર ફ્લેગ લઈ માર્ગો ઉપર ઉતર્યા! સરકાર વિરોધી લોકો અચાનક સરકાર તરફી કેમ થઈ ગયા? વાંચો ટ્રમ્પ ક્યાં ગોથું ખાઈ ગયા?
  • April 4, 2026

Donald Trump: ઈરાનમાં એક સમયે લોકો આયતુલ્લાહ અલી ખામેનેઈના શાસનકાળનો વિરોધ કરતા હતા અને આંદોલન દરમિયાન અનેકના જીવ ગયા અને તે વખતે અમેરિકા કહેતું હતું કે તે આયતુલ્લાહ અલી ખામેનેઈના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi: The Gujarat Report ઉપર મધુ કિશ્વરના મોટા ખુલાસા! જુઓ, નરેન્દ્ર મોદીને કોણ બ્લેક મેઈલ કરી રહ્યું છે?

  • April 5, 2026
  • 7 views
Modi: The Gujarat Report ઉપર મધુ કિશ્વરના મોટા ખુલાસા! જુઓ, નરેન્દ્ર મોદીને કોણ બ્લેક મેઈલ કરી રહ્યું છે?

Narendramodi: નરેન્દ્ર મોદીનું ગુજરાતના તમામ ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) પહોંચાડવાનું લક્ષ પૂર્ણ કેમ ન થયું?

  • April 5, 2026
  • 3 views
Narendramodi: નરેન્દ્ર મોદીનું ગુજરાતના તમામ ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) પહોંચાડવાનું લક્ષ પૂર્ણ કેમ ન થયું?

Election 2026: પ.બંગાળમાં ભાજપ-ટીએમસી વચ્ચેની લડાઈમાં સીપીઆઈએમ ને કેટલો ફાયદો થશે? જુઓ ખાસ વિશ્લેષણ

  • April 5, 2026
  • 8 views
Election 2026: પ.બંગાળમાં ભાજપ-ટીએમસી વચ્ચેની લડાઈમાં સીપીઆઈએમ ને કેટલો ફાયદો થશે? જુઓ ખાસ વિશ્લેષણ

Donald Trump: ફૂંફાડા મારતા ટ્રમ્પને ઈરાનની ધમકી “અબે ચૂપ!” ‘જો કોઈપણ હોશિયારી કરીતો મધ્ય-પૂર્વના દેશોમાં આગ લગાવી દઈશું!’

  • April 5, 2026
  • 11 views
Donald Trump: ફૂંફાડા મારતા ટ્રમ્પને ઈરાનની ધમકી “અબે ચૂપ!” ‘જો કોઈપણ હોશિયારી કરીતો મધ્ય-પૂર્વના દેશોમાં આગ લગાવી દઈશું!’

Gujarat Politics: વડોદરા ભાજપમાં અસંતોષ; “જ્યાં કામો નહિ ત્યાં વોટ નહિ” જનતામાં આક્રોશ; સેન્સ પ્રક્રિયા દરમિયાન જ ડખ્ખા શરૂ થઈ ગયા!

  • April 5, 2026
  • 7 views
Gujarat Politics: વડોદરા ભાજપમાં અસંતોષ;  “જ્યાં કામો નહિ ત્યાં વોટ નહિ” જનતામાં આક્રોશ; સેન્સ પ્રક્રિયા દરમિયાન જ ડખ્ખા શરૂ થઈ ગયા!

Pollution: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સરકારને નોટિસ ; પ્રદૂષણ મામલે જવાબ માંગ્યો!

  • April 4, 2026
  • 10 views
Pollution: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સરકારને નોટિસ ; પ્રદૂષણ મામલે જવાબ માંગ્યો!