
ડોલર સામે રુપિયો સતત નીચલા સ્તરે જઈ રહ્યો છે. 23 ડિસેમ્બરે રૂપિયો તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો. યુએસ ડોલર સામે 07 પૈસાનો ઘટાડો થયો હતો અને તે 85.11 રૂપિયા પ્રતિ ડૉલરની સર્વકાલીન નીચી સપાટીએ બંધ રહ્યો હતો. અગાઉ 19 ડિસેમ્બર 2024ના રોજ ડોલર સામે રૂપિયો 85.08 ના સ્તરે બંધ થયો હતો.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ ઘટાડો ડોલરની મજબૂતી અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને કારણે આવ્યો છે. વિદેશી ચલણના વેપારીઓએ ભારતીય રૂપિયામાં ઘટાડા માટે અમેરિકી ડોલરની મજબૂત માંગ અને ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને જવાબદાર ગણાવ્યું છે.
ગત અઠવાડિયે યુએસ સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વે વર્ષ 2025માં બે વાર વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. આ પછી, ડોલર ઇન્ડેક્સ મજબૂત થયો છે, જે 0.38 ટકા વધીને 107.75 પર પહોંચ્યો છે.
આયાત ચીજવસ્તુઓ ભારત માટે મોંઘી થશે
આયાત મોંઘી થશે રૂપિયામાં ઘટાડો એટલે કે માલની આયાત ભારત માટે મોંઘી થશે. ઉપરાંત વિદેશ પ્રવાસ અને અભ્યાસ પણ મોંઘો થઈ ગયો છે. ધારો કે, જ્યારે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 50 હતું, ત્યારે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને 50 રૂપિયામાં 1 ડૉલર મળી શકે છે. હવે 1 ડોલર માટે વિદ્યાર્થીઓએ 85.06 રૂપિયા ખર્ચવા પડશે. આના કારણે ફીથી લઈને રહેઠાણ, ભોજન અને અન્ય વસ્તુઓ મોંઘી થઈ જશે.