
ગુજરાતમાં વારંવાર દુષ્કર્મ, હત્યા સહિત અસમાજિક તત્વોની હેરાનગતિ વધી રહી છે. કાયદાનો લોકોને ડર જ ન રહ્યો તેવી રીતે લોકો બેફામ બન્યા છે. ત્યારે સુરતના એક વિસ્તારમાં માત્ર 8 વર્ષની બાળકીને એક નરાધમે શારીરિક અડપલાં કરતાં ચકચાર મચી ગઈ છે. 48 વર્ષિય શખ્સે બાળકીને સુમસાન જગ્યામાં લઈ જઈ અડપલા કર્યા હોવાનું બહાર આવતાં પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે. હાલ આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ ઘટનાથી લોકોમાં આરોપી વિરુધ્ધ રોષ ભભૂક્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર 22 ડિસેમ્બરની બપોરે સુરતના વેસુ વિસ્તારમાં ઘરની બાજુમાં 8 વર્ષની બાળકી રમી રહી હતી. તે દરમિયાન 48 વર્ષીય શેલાબ યાદવ નામનો શખ્સ બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપીને અવાવરું જગ્યાએ ઉઠાવી ગયો હતો. જ્યાં તે માસુસ બાળકી સાથે અડપલા કરી રહ્યો હતો. આ દરમિયાન પાડોશમાં રહેતી મહિલા શેલાબને અડપલા કરતી જોઈ ગઈ હતી. જેથી મહિલાએ બૂમાબૂમ કરતાં આસાપાના લોકો એકત્રિત થઈ ગયા હતા. જેથી બાળકી દુષ્કર્મની ભોગ બનતાં બચી ગઈ હતી.
શેલાબ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરનો રહેવાસી છે અને છેલ્લા 30 વર્ષથી સુરતમાં રહે છે. તે છેલ્લા 10 વર્ષથી વેસુમાં રહેતો હતો અને પથ્થર ઘસવાનું કામ કરે છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી ઓરોપી વિરુધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.








