Ram Navami 2026: વડોદરા સહિત દેશભરમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનો માહોલ

  • Dharm
  • March 26, 2026
  • 0 Comments

Ram Navami 2026: વડોદરા (Vadodara) માં આજે ભગવાન રામનવમી પર્વ અંતર્ગત ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે સાથેજ શોભાયાત્રાઓના આયોજન કરાયા છે, શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેવી જ રીતે સમગ્ર ગુજરાતમાં રામ નવમી પર્વ ઉપર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હોવાના અહેવાલ છે અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઠેર ઠેર ભારે ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ભાવિકો ઉજવણી કરી રહયા છે.

આજે પ્રભુ શ્રી રામનો જન્મ દિવસ છે,દર વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમીનો તહેવાર ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમી તિથિએ ત્રેતાયુગમાં અયોધ્યા નગરીમાં થયો હતો હિંદુ ધર્મના શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જયારે સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કૃતિ ઉપર દૈત્‍ય શકિતઓ હાવી થવા લાગી ત્‍યારે તેનો નાશ કરવા માટે ભગવાન શ્રી રામે જન્‍મ લીધો હતો અને આ સમય હતો મધ્યાહ્નનો અને તીથિ હતી ચૈત્ર સુદ નોમ.

ભગવાન રામના આ જન્‍મ દિવસને રામનવમી પર્વ તરીકે આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે. વસંત ઋતુમાં આવતા ભગવાન રામના જન્મ દિવસનું ખૂબજ ધાર્મિક મહત્વ છે,ભગવાન વિષ્ણુના સાતમા અવતાર તરીકે ભગવાન રામે પૃથ્વી ઉપર જન્મ લીધો હતો, રામ નવમી પર્વ હિંદુ ધર્મનો મહત્વનો તહેવાર છે.

આજના દિવસે રામકથાના પઠન-પાઠન તેમજ શ્રી રામમંદિરોમાં પૂજન-અર્ચન થાય છે ભક્તો દર્શનાર્થે મંદિરોમાં જાય છે અથવા પોતાના ઘરમાં પણ પૂજા-અર્ચના પણ કરે છે. રામની બાલમૂર્તિની સેવા-પૂજા તથા પારણાનાં દર્શન પણ કરાય છે, આ દિવસ વ્રત-ઉપવાસનું પણ મહત્વ છે.

આજના દિવસે ભગવાન શ્રી રામના જન્મસ્થળ એવા અયોધ્યા સીતા સંહિત સ્થળ (ઉત્તર પ્રદેશ), સીતામઢી (બિહાર), જનકપુર ધામ (નેપાળ), ભદ્રાચલમ (તેલંગાણા), કોદંદરામ મંદિર (આંધ્ર પ્રદેશ) તથા રામેશ્વરમ (તામિલ નાડુ)માં ભક્તોમાં અનેરો ઉત્સાહ છે અહીં ઠેરઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે,અયોધ્યામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા છે અનેભાવિકો સરયુ નદીમાં સ્નાન કરી રામમંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી રહયા છે.સમગ્ર દેશમાં હાલ ભગવાન શ્રી રામ જન્મ દિવસની ઉજવણી થઈ રહી છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Hanuman Jayanti 2026: આજે ભગવાન શ્રી હનુમાન જયંતિની ઠેર ઠેર ભવ્ય ઉજવણી ; ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ
  • April 2, 2026

Hanuman Jayanti 2026: આજે ગુજરાત સહિત સમગ્ર દેશ-દુનિયામાં વસતા ભારતીય સમુદાયમાં અનેરો ઉત્સાહ છે આજે ભગવાન શ્રી હનુમાન જયંતિ છે, જેની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આજે…

Continue reading
Mahashivratri: આજે મહાશિવરાત્રી ; જાણો શિવ ઉપાસના અને પૂજાનું મહત્વ
  • February 15, 2026

Mahashivratri: આજે મહાશિવરાત્રી પર્વ છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે શુભ મુહૂર્ત દરમિયાન જલાભિષેક અને તેમની પૂજા કરવાની પરંપરા છે. આજે શિવ ઉપાસનાનો તહેવાર છે જે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

  • August 11, 2026
  • 4 views
Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

  • August 11, 2026
  • 7 views
VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

  • August 11, 2026
  • 8 views
Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

  • August 11, 2026
  • 10 views
RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 5 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 9 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી