ભારતીય સેના ઉપર ટિપ્પણી કરવાને લઈને કોર્ટે રાહુલ ગાંધીને મોકલી નોટિસ; જાણો શું આપ્યું હતુ નિવેદન

  • India
  • February 20, 2025
  • 0 Comments
  • સેના ઉપર ટિપ્પણી કરવાને લઈને કોર્ટે રાહુલ ગાંધીને મોકલી નોટિસ; જાણો શું આપ્યું હતુ નિવેદન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ભારતીય સેના પર ટિપ્પણી કરવી ભારે પડી છે. લખનઉની એમપી-એમએલએ કોર્ટે સેના પર નિવેદન કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ નોટીસ જારી કરી છે. કોર્ટના આદેશ મુજબ, રાહુલ ગાંધીએ 24 માર્ચે કોર્ટમાં હાજર થવું પડશે.

રાહુલ વિરુદ્ધ કોણે કરી ફરિયાદ?

ભારતીય સેના વિરુદ્ધ અપમાજનક ટિપ્પણી કરવાના માનહાનીના કેસમાં રાહુલ ગાંધીને નોટિસ ફટકારવામાં આવી છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના પૂર્વ ડાયરેક્ટર ઉદય શંકર શ્રીવાસ્તવે કોંગ્રેસ નેતા વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. રાહુલ ગાંધીએ 16 ડિસેમ્બર-2022માં ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સેના પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ફરિયાદ મુજબ રાહુલે પત્રકારોને કહ્યું હતું કે, ‘2022માં 9મી ડિસેમ્બરે ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકોને માર મારવા મુદ્દે કોઈ કંઈ પૂછતું નથી.’

રાહુલ ગાંધીએ નિવેદન આપ્યા બાદ 12 ડિસેમ્બર-2022ના રોજ ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો. સેનાએ રાહુલના નિવેદનનું ખંડન કર્યું હતું. સેનાએ સત્તાવાર નિવેદન આપ્યું હતું કે, ‘ચીનની સેના અરૂણાચલ પ્રદેશમાં ગેરકાયદે ઘૂસી હતી, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો અને ચીનની સેના પરત જતી રહી.’

આ પણ વાંચોપ્રવેશ વર્મા દિલ્હીના નવા નાયબ મુખ્યમંત્રી; શપથગ્રહણના ચાર કલાકોમાં વિભાગોની વહેંચણી

ફરિયાદીના જણાવ્યા મુજબ, તેઓ સેનાનું સન્માન કરે છે અને રાહુલ ગાંધીએ સેનાની મજાક ઉડાવી માનહાની કરી છે. કોર્ટે સુનાવણી હાથ ધર્યા બાદ રાહુલ ગાંધીને 24 માર્ચે હાજર થવા નોટીસ ફટકારી છે. કોર્ટે રાહુલ ગાંધીને આરોપી તરીકે 24 માર્ચે હાજર થવા આદેશ આપ્યો છે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અગાઉ દાવો કર્યો હતો કે, ‘સેનાના વડાએ એવું કહ્યું કે, લદ્દાખ સેક્ટરમાં ઘૂસણખોરી થઈ હતી.’ ત્યારબાદ સેનાના વડાએ કહ્યું કે, ‘અમે ચીન સાથે વાતચીતથી રસ્તો આગળ વધાર્યો છે. બંને દેશો વચ્ચે વાતચીતથી તમામ શંકાઓ દૂર થશે.’

કોંગ્રેસની ભારત જોડો યાત્રાના 100 દિવસ પૂરા થવા પર રાહુલે જયપુરમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘કેન્દ્ર સરકાર ચીનના મુદ્દાને નજરઅંદાજ કરી રહી છે. તવાંગ મુદ્દાને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારત સરકાર ઉંઘી રહી છે અને ચીને યુદ્ધની તૈયારી કરી લીધી છે. ભારત સરકાર વ્યૂહાત્મક રીતે કામ કરતી નથી, તે ઘટનાના આધારે કામ કરે છે. જ્યારે ભૌગોલિક રાજકારણની વાત આવે છે, ત્યાં ઘટનાઓ કામ કરતી નથી, શક્તિ કામ કરે છે. ચીને 2000 ચોરસ કિલોમીટર જમીન પર કબજો જમાવ્યો છે, પરંતુ ચીન પર કોઈ સવાલ કરી રહ્યું નથી. ભારતના 20 જવાનો શહીદ થયા હતા. ચીન અરુણાચલ પ્રદેશમાં આપણા જવાનોને માર મારી રહ્યા છે.’

આ પણ વાંચો-મોહમ્મદ શમીએ ઇતિહાસ રચ્યો, સૌથી ઝડપી 200 વિકેટ લઈને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Related Posts

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ
  • August 1, 2026

Amit Shah Parliament: ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગેરહાજરીને લઈને વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યો છે. વિરોધ પક્ષના સાંસદો દરરોજ સંસદ પરિસરમાં બેનરો સાથે પ્રદર્શન કરી રહ્યા…

Continue reading
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ
  • August 1, 2026

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની સર્કિટ બેન્ચ સ્થાપવાની વર્ષોથી ચાલી આવતી માંગને ફરી એક વખત રાજકીય અને કાનૂની સ્તરે વેગ મળ્યો છે. ભાજપના રાજ્યસભા સાંસદ સંજય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 5 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 6 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 7 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 7 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 9 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 7 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી