
Rajkot Crime: ઈસ્ટાગ્રામમાં રિલ્સ બનાવી પ્રખ્યાત બનેલી યુવતીએ આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. ઈસ્ટાગ્રામમાં તોફાની રાધા નામ ધરાવતી રાજકોટની યુવતીએ આપઘાત કર્યો છે. આપઘાત પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.
ઈન્સ્ટાગ્રામ પર તોફાની રાધા નામથી ફેમસ રાધિકા હર્ષદભાઈ ધામેચા (ઉ.વ.26 ) નામની યુવતીએ આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. રાત્રિના સમયે ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ તપાસ શરૂ કરી છે. તોફાની રાધા રૈયા રોડ પર તુલસી માર્કેટની સામે પરિવારથી અલગ રહેતી હતી.
જાણવા મળી રહ્યું છે કે તે પિતાથી અલગ રહેતી હતી. ગતરોજ 21 ફેબ્રુઆરીન રાત્રે યુવતીએ પિતાને ફોન કરીને ‘હું જાવ છું’ કહી ફોન મુકી દીધો હતો. જ્યા પિતા ઘરે પહોંચતા જ યુવતી મૃત હાલતમાં મળી આવી હતી. યુવતીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા યુનિવર્સિટી પોલીસને તાત્કાલિક જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું નથી.
આ પણ વાંચોઃ રાજ્યમાં વહીવટી વિભાગે GAS કેડરના 11 અધિકારીઓને આપી બઢતી
આ પણ વાંચોઃ કોંગ્રેસના અત્યાર સુધીના સૌથી ગંભીર આરોપ; ‘પીએમ મોદી આમંત્રણ વગર અમેરિકા ગયા, દેશને અસ્થિર કરીને પાછા આવ્યા’
આ પણ વાંચોઃ સોનિયા ગાંધીની તબિયતમાં સુધારો આવતા હોસ્પિટલે કર્યા ડિસ્ચાર્જ