AMCના ફાયર વિભાગનો અધિકારી લાંચિયો, 65 હજારની લાંચ લેતાં રંગે હાથ પકડાયો

  • Gujarat
  • February 22, 2025
  • 0 Comments

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગનો અધિકારી લાંચ લેતાં રંગે હાથ ઝડપાઈ જતાં ખળભળાટ મચી ગયો છે. ACBએ ટ્રેપ ગોઠવી લાંચિયા ફાયર વિભાગના અધિકારીને 65,000ની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધો છે.

આજે 22 ફેબ્રુઆરીએ પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતાં ઇનાયત ઇબ્રાહીમ શેખને રૂપિયા 65,000ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. ઇનાયત શેખે ફાયરની કામગીરી માટે રૂપિયાની લાંચ માગવામાં આવી હતી. જેના આધારે છટકું ગોઠવીને ઇનાયત શેખને ઝડપી પાડવામાં આવ્યા છે.

Fire Officer Inayat Sheikh
લાંચિયા અધિકારીની તસ્વીર

ઉલ્લેખનીય છે કે  ફરિયાદી ખાનગી એજન્સી ચલાવી સરકારી તથા ખાનગી બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરવાની તથા ફાયર એન.ઓ.સી.ને લગતા કન્સલ્ટીંગનુ કામ કરે છે.  જેથી ફરીયાદીએ એક બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી. મેળવી આપવાનુ કન્સલ્ટીંગનુ કામ રાખ્યું હતુ.   જે બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી. મેળવવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરી ફાઇલ બનાવી  કચેરી ખાતે મોકલી આપી હતી.   જો કે ત્યારે ફાઈલ અપ્રુવ ન કરી ડિવિઝનલ ફાયર ઓફિસર ઈનાયત શેખે લાંચ માગી હતી. ઈનાયત શેખ ફરીયાદીને  ફાયર એન.ઓ.સી.ને લગતી ફાઇલો એપ્રુવ થશે નહી તેમ કહી ધમકીઓ આપતો હતો.

કુલ 80 હજારની માગી હતી લાંચ

જાણવા મળી રહ્યું છે કે ફરિયાદી પાસે ફાયર ઓફિસરે કુલ 80 હજારની લાંચ માગી હતી. જો કે એનકેન પ્રકારે 65 હજાર નકકી થયા હતા.  હાલ આરોપી ઈનાયત શેખની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં અનેક ખુલાસો થઈ શકે છે.

આ પણ વાંચોઃ  Rajkot: ઇન્સ્ટાગ્રામ સ્ટાર ‘તોફાની રાધા’એ કર્યો આપઘાત, કેમ જીવન ટૂંકાવ્યું?

આ પણ વાંચોઃ Delhi: છાવા ફિલ્મ જોયા બાદ અકબરના નામ પર પેશાબ, શિવાજીનું પોસ્ટર ચોટાડી આપી ધમકી

આ પણ વાંચોઃ Digital Kumbhsnan: ભીડમાં હેરાન થયાં વગર… ધક્કો ખાધા વગર… પલળ્યાં વગર… કરો ડિજીટલ કુંભસ્નાન

આ પણ વાંચોઃ FBI Director: મૂળ આણંદ જીલ્લાના કાશ પટેલે અમેરિકામાં મોટી જવાબદારી સંભાળી, બન્યા FBIના ડિરેક્ટર

  • Related Posts

    Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા
    • October 29, 2025

    Bhavnagar Bridges Collapsed: ગુજરાતમાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેથી જગતના તાત ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો પાક ધોવાઈ ગયો છે.  મગફળી, ડાગર, ડુંગળી જેવા પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોને…

    Continue reading
     Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
    • October 29, 2025

    Gujarat Heavy Rain Forecast: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે આ સ્થિતિમાં ખેડૂતોને નુકશાન થયું છે ત્યારે હજુપણ વરસાદની સ્થિતિ યથાવત રહે તેવી હવામાન વિભાગની આગાહી છે. આજે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

    • October 29, 2025
    • 10 views
    કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

    Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

    • October 29, 2025
    • 6 views
    Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

    Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

    • October 29, 2025
    • 18 views
    Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

    IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

    • October 29, 2025
    • 8 views
    IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

     Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

    • October 29, 2025
    • 23 views
     Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

    OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

    • October 29, 2025
    • 10 views
    OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”