Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

  • World
  • October 29, 2025
  • 0 Comments

Israel Airstrike in Gaza: ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પર હવાઈ હુમલો કરી દીધો છે, જેમાં 30 થી વધુ લોકો માર્યા ગયાના અહેવાલો છે,સાથેજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગાઝા શાંતિ કરાર પણ નિષ્ફળ રહ્યો છે. ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પર હવાઈ હુમલો કર્યો છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝા પર મોટા હુમલાનો આદેશ આપ્યો હતો,હમાસના વારંવારના હુમલાઓને કારણે તેમણે આ પગલું ભર્યું હતું. ટ્રમ્પે વિશ્વના ઘણા મોટા નેતાઓની સામે શાંતિ કરારમાં મધ્યસ્થી કરી હતી,પરંતુ હવે આ કરારની કોઈ કિંમત રહી નથી અને દુનિયામાં ફજેતી થઈ છે.

બીબીસીના અહેવાલ મુજબ, ઇઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં 33 લોકો માર્યા ગયા છે. ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે હમાસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે તેણે ઇઝરાયલી સૈનિકો પર હુમલો કર્યો છે અને બંધકોને પરત કરવાની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. બીજી તરફ, હમાસે દાવો કર્યો છે કે તેણે કોઈ હુમલો કર્યો નથી કે શાંતિ કરારનું ઉલ્લંઘન કર્યું નથી.

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો ગુસ્સો ખૂબ જ ઉગ્ર છે,તેમણે હમાસ પર પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યું કે તેણે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે હમાસ ટ્રમ્પના શાંતિ કરારનું પાલન કરી રહ્યું નથી,તેણે પહેલા ઇઝરાયલી બંધકોને પરત કરવાનો ઇનકાર કર્યો અને પછી જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે બહાના બનાવવાનું શરૂ કર્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઘણા પ્રયત્નો પછી ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ કરાર કરાવ્યો, પરંતુ હવે તેમના પ્રયાસો નિષ્ફળ ગયા છે. ઇઝરાયલે હમાસ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે હમાસે તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. ટ્રમ્પે શાંતિ કરાર માટે 10 મુખ્ય મુદ્દાઓ નક્કી કર્યા હતા, જેમાં બંધકોની મુક્તિનો પણ સમાવેશ થાય છે, પરંતુ તેનો પણ અમલ થયો નથી, આમ ફરી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે.

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Related Posts

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો
  • August 2, 2026

Trump Board of Peace: ગાઝા સંઘર્ષના ઉકેલ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલું ‘બોર્ડ ઓફ પીસ’ હાલ આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ બોર્ડ સાથે થયેલા એક કરારમાં હમાસે…

Continue reading
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી
  • August 1, 2026

Nepal Communal Violence: નેપાળ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગંભીર ગણાતી હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક હિંસાનો સામનો કરી રહ્યું છે. ધાર્મિક શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલો સ્થાનિક વિવાદ થોડા જ દિવસોમાં દક્ષિણ તરાઈ (મધેશ)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 4 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 7 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 9 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 11 views

  • 8 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી