
Bhavnagar Bridges Collapsed: ગુજરાતમાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેથી જગતના તાત ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો પાક ધોવાઈ ગયો છે. મગફળી, ડાગર, ડુંગળી જેવા પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ભારે વરસાદ ભાવનગર જીલ્લાના મહુવામાં પડ્યો છે. જ્યા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ઘણા રસ્તાઓ, થાંભલાઓ અને નાળાઓ તૂટી ગયા છે. જેથી ભાવનગરના ગામડાંઓના લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે. ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.
મળતી જાણકારી અનુસાર ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે. જીલ્લામાં ખેડૂતોને માટાપાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘણા ગામો સંપર્કો વિહોણઆ થઈ ગયા છે. મહુવાના મોટા ખુંટવડા અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. મોટા ખુંટવડા ખાતે રોજકી અને માલણ નદી ઉપર આવેલા પુલો તૂટી પડ્યા છે. આ પુલ મોટા ખુંટવડાથી કૃષ્ણપુર તથા બોરડી ગામ ને જોડે છે. જો કે આ પુલો તૂટી પડતાં વિસ્તારના લોકો માટે પરિવહન વ્યવસ્થા સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગઈ છે.
આ પુલોનું નિરીક્ષણ કરવા ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ પહોંચ્યા હતા. નિરીક્ષણ દરમિયાન ધારાસભ્યએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી તાત્કાલિક ધોરણે નવા પુલોના બાંધકામના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે ભાવનગર જીલ્લામાં વરસાદે ખેડૂતોની માઠી દશા કરી છે. જેથી ખેડૂતો સરકાર સાથે સહાયની માંગ કરી રહ્યા છે. સાથે જ બંધ પાક વિમા યોજના શરુ કરવા ગુહાર લગાવી રહ્યા છે.
આ પણ વાંચો:
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!








