પીએમ મોદીની પોતાના સોશિયલ મીડિયાને લઈને મોટી જાહેરાત; કહ્યું- 8 માર્ચે

  • India
  • February 23, 2025
  • 0 Comments
  • પીએમ મોદીની પોતાના સોશિયલ મીડિયાને લઈને મોટી જાહેરાત; કહ્યું- 8 માર્ચે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે મનકી બાત કાર્યક્રમમાં મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. તેમણે પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ એક દિવસ માટે મહિલાઓને સોંપવાની જાહેરાત કરી છે. જેથી મહિલાઓ પોતાની વાત અને વિચારો દુનિયા સમક્ષ રજૂ કરી શકે. વડાપ્રધાન મોદી 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ ખાસ પહેલ શરૂ કરશે.

કોને સોંપશે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ?

વડાપ્રધાન મોદીએ મનકી બાતમાં કહ્યું કે, જો તમે દરેક ક્ષેત્રમાં નજર નાખો તો તમને જોવા મળશે કે, મહિલાઓનું યોગદાન કેટલુ વ્યાપક છે. આ વખતે મહિલા દિવસ નિમિત્તે હું એક એવી પહેલ શરૂ કરવા જઈ રહ્યો છે, જે આપણી નારી શક્તિને સમર્પિત હશે. આ વિશેષ અવસર પર હું મારા X, ઈન્સ્ટાગ્રામ સહિતના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને દેશની અમુક પ્રેરણાદાયી મહિલાઓને એક દિવસ માટે સોંપવા જઈ રહ્યો છું.

આ મહિલાઓને મળશે તક

વડાપ્રધાને આગળ જણાવ્યું કે, ‘એવી મહિલાઓ કે, જેમણે જુદા-જુદા ક્ષેત્રોમાં ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. આઠમી માર્ચે તેઓ પોતાના કાર્યો અને અનુભવો દેશવાસીઓ સમક્ષ રજૂ કરશે. પ્લેટફોર્મ ભલે મારૂ હશે, પરંતુ ત્યાં અનુભવ, પડકારો અને ઉપલબ્ધિઓ આ મહિલાઓની હશે. જો તમે પણ અવસરનો લાભ મેળવવા માંગતા હોવ તો નમો એપ પર બનાવેલા એક વિશેષ ફોર્મના માધ્યમથી જોડાઈ શકો છો.’

NamoAppથી પહેલમાં ભાગ લો

જો તમે પણ ઈચ્છતા હોવ કે, આ અવસર તમને મળે, તો NamoApp ડાઉનલોડ કરી એક વિશેષ ફોર્મના માધ્યમથી આ પહેલમાં ભાગ લઈ શકો છો, મારા ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સની મદદથી વિશ્વ સમક્ષ પોતાની વાત રજૂ કરી શકો છો. તો આવો, મહિલા દિવસ પર આપણે સાથે મળીને આ અદ્ભૂત નારી-શક્તિની ઉજવણી કરીએ, સન્માન કરીએ, નમન કરીએ.

Related Posts

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે
  • May 10, 2026

Markandey Katju on Vijay: તમિલનાડુના રાજકીય ઈતિહાસમાં રવિવારનો દિવસ એક નવા યુગની શરૂઆત સમાન રહ્યો. સુપરસ્ટાર અને તમિલગા વેટ્રી કઝગમ (TVK) ના પ્રમુખ સી. જોસેફ વિજયે હજારો સમર્થકોની હાજરીમાં તમિલનાડુના મુખ્યમંત્રી…

Continue reading
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં
  • May 10, 2026

Arvind Kejriwal: પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોરા વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે રાજકીય યુદ્ધ છેડાયું છે. AAP ના રાષ્ટ્રીય સંયોજક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 5 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 5 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 7 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 7 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

  • May 10, 2026
  • 7 views
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા

  • May 10, 2026
  • 21 views
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા