રાજકોટ હોસ્પિટલ CCTV વીડિયો લીક કેસમાં વધુ ત્રણની ધરપકડ

  • Gujarat
  • February 23, 2025
  • 0 Comments
  • રાજકોટ હોસ્પિટલ CCTV વીડિયો લીક કેસમાં વધુ ત્રણની ધરપકડ

રાજકોટમાં CCTV વાઈરલ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સીસીટીવી હેક કરીને વેચનારા વધુ ત્રણ આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. હેકર્સ ટેલિગ્રામના માધ્યમથી CCTV હેક કરવાનું શીખ્યા હતાં. 9 મહિનામાં 50 હજારથી વધુ સીસીટીવીના ફૂટેજ મેળવી આ ફૂટેજને ટેલિગ્રામ ચેનલ પર વેચતા હતાં. જોકે, હજું એક આરોપી ફરાર છે. જેની પોલીસ શોધખોળ કરી રહી છે.

ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી વીડિયો મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાં એક આરોપી સુરતનો હોવાનું સામે આવ્યું છે, જ્યારે બે આરોપી મહારાષ્ટ્રના છે. સુરતના પરીત ધામેલિયાએ પાયલ હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કર્યા હતાં. જ્યારે મહારાષ્ટ્રના રાયન રોબીન પરેરાએ હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કરવાની સાથે ટેલિગ્રામ આઇડી પર વીડિયોનું વેચાણ કર્યું હતું. મહારાષ્ટ્રનો વૈભવ બંડુ માને જે પ્રજવલ તૈલીનો પાર્ટનર છે અને ટેલિગ્રામ ચેનલનુ માર્કેટિંગ કર્યું હતું.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના તપાસ અધિકારીએ આ વિશે જણાવ્યું કે, આ આરોપીઓએ એક વર્ષ પહેલા ટેલિગ્રામના માધ્યમથી હેકિંગ કરવાનું શીખ્યું હતું. ત્યારબાદ તેઓએ સીસીટીવી હેક કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લાં 9 મહિનામાં તેમણે 50 હજારથી વધુ સીસીટીવી કેમેરા હેક કર્યાં છે. આ સિવાય આ લોકો હેકિંગ માટે જે પદ્ધિતિનો ઉપયોગ કરતાં હતાં તેનો પણ ખુલાસો થયો છે. તેઓ બે સોફ્ટવેર અને ટૂલના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતાં અને તેના ઉપયોગથી સીસીટીવી હેક કરતાં હતાં.

આ પણ વાંચો-પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી; બન્યા PM મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી

આરોપી રાયન પરેરા અને રોહિત સિસોદિયા પહેલાંથી મિત્ર હતાં અને બાદમાં તેઓ ધામેલાના સંપર્કમાં આવ્યા અને ત્રણેયે સાથે આ કામ શરૂ કર્યું હતું. આ લોકોએ પહેલાં તો યુટ્યુબ અને ટેલિગ્રામ પર હેકિંગના વીડિયો જોતા હતાં. બાદમાં તેમની મિત્રતા ટેલિગ્રામમાં એક અન્ય આઈડી અને ગ્રુપ સાથે થઈ હતી. જોકે, આ આઈડી અને ગ્રુપ હાલ પોલીસને મળી નથી રહ્યું કારણ કે, તે ડિલિટ કરી દેવાયું છે. આરોપીઓ પાસે પણ એ લોકોની બીજી કોઈ માહિતી નથી. પરંતુ, આ લોકો એ ટેલિગ્રામ ચેનલથી જ સીસીટીવી હેક કરવાનું શીખતા હતાં.

આ વિશે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે, રોમાનિયાના આઈપી એડ્રેસ પણ મળ્યા છે, જેની હજુ તપાસ કરવામાં આવી રહી છે. જોકે, વીપીએનનો ઉપયોગ કરતા હોવાથી આ પણ ખૂબ મુશ્કેલીથી જાણ થઈ છે. જોકે, હજું એક શંકાસ્પદ ઈન્સ્ટા આઈડી મળ્યા છે. જેમાં હોસ્પિટલના વીડિયો જોવા મળ્યા છે. આ અન્ય શંકાસ્પદ આઈડી બાંગ્લાદેશનું છે અને ત્યાંથી જ ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું. બાંગ્લાદેશનો મોબાઈલ નંબર પણ મળ્યો છે. જેથી એવું પણ પ્રસ્થાપિત થાય છે કે, વીડિયો ભારતની બહાર પણ વેચવામાં આવતા હતાં.

આ પણ વાંચો- અમદાવાદ-રાજકોટ પર ગમખ્વાર અકસ્માત; પાંચ મુસાફરોના ઘટના સ્થળે મોત

Related Posts

Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત
  • May 4, 2026

Surat Varachha SBI Robbery Case: સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) માં થયેલી લૂંટના કેસમાં એક અઠવાડિયા બાદ પોલીસને મોટી સફળતા મળી છે. ગત 27મી એપ્રિલના રોજ…

Continue reading
Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર
  • May 4, 2026

Gosabara RDX Landing Case Verdict: પોરબંદરના ગોસાબારા દરિયાકાંઠે ત્રણ દાયકા પહેલા થયેલા RDX લેન્ડિંગ કેસમાં આજે સ્પેશિયલ કોર્ટ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

  • May 4, 2026
  • 4 views
Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

  • May 4, 2026
  • 5 views
Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

  • May 4, 2026
  • 7 views
Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

  • May 4, 2026
  • 10 views
Priyanka Chaturvedi: રેપના કેસોમાં ‘બેનિફિટ ઓફ ડાઉટ’ પર પ્રિયંકા ચતુર્વેદીનો આક્રોશ, ન્યાયવ્યવસ્થાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

  • May 4, 2026
  • 9 views
Iran US Nuclear Proposal: ઈરાનનો અમેરિકાને ૧૪-મુદ્દાનો નવો પ્રસ્તાવ, પરમાણુ મુદ્દે વાતચીતની ઓફર કે રાજદ્વારી દબાણની વ્યૂહરચના?

Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

  • May 4, 2026
  • 12 views
Singrauli Tribal Man Assault: લાકડા વીણવા ગયેલા આદિવાસી યુવક પર હોકી સ્ટીકથી હુમલો, વીડિયો વાયરલ થતા ST એક્ટ હેઠળ કેસ નોંધાયો