
- ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2025: ભોપાલ પહોંચ્યા ગૌતમ અદાણી; CM મોહન યાદવે કર્યું સ્વાગત
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન થઈ રહ્યુ છે. આ સમિટનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પણ ઈન્વેસ્ટર્સ સમિટમાં ભાગ લેવા ભોપાલ પહોંચ્યા છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર ગૌતમ અદાણીના સ્વાગતના ફોટો શેર કર્યા છે.
મોહન ભાગવતે લખ્યું છે કે પ્રસિદ્ધ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું ભોપાલમાં આયોજિત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં સ્વાગત છે. તમારા આગમનથી મધ્ય પ્રદેશમાં નિશ્ચિત રોકાણ અને વિકાસના નવા દ્વારા ખોલશે. સાથે જ તમારા વિચાર અને દ્રષ્ટિકોણથી યુવાઓના રોજગારના અવસરો અને રાજ્યોની પ્રગતિને નવી દિશા પણ મળશે.
25 હજારથી વધારે નોંધણી
કાર્યક્રમને લઈને વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 25 હજારથી વધારે નોંધણી થઈ ચૂકી છે. તે ઉપરાંત 50થી વધારે દેશોના 100થી વધારે વિદેશી પ્રતિનિધિ ભોપાલ આવી રહ્યા છે, જેમાં રાજદૂત, ઉચ્ચ કમિશ્નરો અને કોન્સલ જનરલ (મહા વાણિજ્યદૂત) સામેલ છે. તેમણે કહ્યું કે, સંમેલનમાં વ્યાપક ભાગીદારી તે વાતનો પુરાવો છે કે મધ્ય પ્રદેશે દેશ અને દુનિયાના રોકાણકારોને આકર્ષિત કર્યા છે.
प्रसिद्ध उद्योगपति श्री गौतम अडानी का भोपाल में आयोजित ग्लोबल इन्वेस्टर्स समिट में स्वागत है…
आपके आगमन से मध्यप्रदेश में निश्चित ही निवेश और विकास के नए द्वार खुलेंगे। साथ ही, आपके विचार और दृष्टिकोण से युवाओं के लिए रोजगार के अवसर और राज्य की प्रगति को नई दिशा भी मिलेगी।… pic.twitter.com/EDbn9rjtoy
— Chief Minister, MP (@CMMadhyaPradesh) February 24, 2025
અનેક દિગ્ગજ લેશે ભાગ
અધિકારીઓએ જણાવ્યું કે સંમેલનમાં ભાગ લેનારા મુખ્ય ઉદ્યોગપતિઓમાં આદિત્ય બિરલા સમૂહના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલા, અદાણી સમૂહના અધ્યક્ષ ગૌતમ અદાણી, ગોજરેજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર નાદિર ગોદરેજ, રસના પ્રાઈવેટ લિમિટેડ સમૂહના અધ્યક્ષ પિરૂજ ખંબાટા, ભારત ફોર્જ લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર બાબા એન કલ્યાણી, સન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના વૈશ્વિક સંચાલન પ્રમુખ રાહુલ અવસ્થી અને એસીસી લિમિટેડના સીઈઓ નીરજ અખૌરી સામેલ છે.
આ પણ વાંચો-આજે દુનિયા ભારત તરફ જોઈ રહી છે… ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં બોલ્યા પીએમ મોદી