Telangana: ટનલમાં ફસાયેલા લોકો 48 કલાક વિતવા છતાં બહાર આવ્યા નથી, જાણિતી રેસ્કયૂ ટીમ સિલ્ક્યારા જોડાઈ

  • India
  • February 24, 2025
  • 0 Comments

 Telangana: તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) સુરંગમાં છેલ્લા 48 કલાકથી 8 મજૂરો ફસાયા છે. ફસાયેલા લોકોમાં બે એન્જિનિયર પણ છે. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF), અગ્નિશમન સેવા વિભાગ અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) ની ત્રણ ટીમો બચાવ કામગીરી માટે ભારે જહેમત ઉઠાવી રહી છે. કરી રહી છે. આ ટનલ સિંચાઈના પાણી માટે બનાવવામાં આવી રહી છે.

સિલ્ક્યારા ટીમની લેવાઈ મદદ

ઉલ્લેખનીય છે કે 2023 માં ઉત્તરાખંડમાં આવી જ રીતે એક ટનલ શ્રમિકો ફસાઈ ગયા હતા. તે તમામને સિલ્ક્યારા ટીમે જીવિત બહાર કઢાયા હતા. ત્યારે આજ ટીમના 6 લોકોએ અહીં SLBC ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે બોલાવવમાં આવ્યા છે. શનિવાર રાતથી બે એન્જિનિયર સહિત 8 લોકો સુરંગમાં ફસાયેલા છે. અત્યાર સુધી ટનલમાં ફસાયેલા કોઈપણ વ્યક્તિ સાથે કોઈ સંપર્ક થયો નથી. જેથી પરિવારોમાં પણ ચિંતાનો મહોલ છવાયો છે.

ફસાયેલા લોકોને રેસ્કયૂ કરવામાં કેમ પડી રહી છે મુશ્કેલી?

તેલંગાણા સુરંગમાં બચાવ ટીમ માટે કાંપ અને પાણી એક મોટો પડકાર ઉભો કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ટનલના કોંક્રિટ સ્લેબના ટુકડા સહિતનો કાટમાળ 8 કામદારો પર પડ્યો હશે. તેમના જીવ ભાગ્યે જ બચ્યા હશે. તેવું માનવામાં આવી રહ્યું છે. હજુ સુધી રેસક્યૂ ટીમો ફસાયેલા લોકોનો સંપર્ક કરી શકી નથી. કાંપ અને પાણીના બેવડા અવરોધને કારણે, ટીમો ટનલ બોરિંગ મશીન અને કાટમાળ સાથે આગળ વધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સિંચાઈ વિભાગના અધિકારીએ શું કહ્યું?

સિંચાઈ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે 8 કર્મચારીઓ જ્યાં ફસાયા હોવાની આશંકા છે ત્યાં માંડ 5 થી 10 મીટર જગ્યા બાકી હતી. તેમણે વધુમાં કહ્યું, ‘તેલંગાણા સરકારે ઉત્તરાખંડ ટનલ રેસ્ક્યૂ ટીમને રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદ કરવા માટે બોલાવી છે, કારણ કે તેમની પાસે કુશળતા છે.’  અમને આશા છે કે દરેકનો જીવ બચી જશે.

ટનલની ઉપરની જમીન 400 મીટર અથવા લગભગ અડધો કિલોમીટર ઊંચી છે. બચાવ કામગીરીમાં સામેલ એજન્સીઓ ફસાયેલા કામદારો માટે સૌથી સરળ રસ્તો શોધવા માટે તમામ શક્ય વિકલ્પો શોધી રહી છે. સિલ્ક્યારા ટનલ અકસ્માતની જેમ, આ ઘટનાએ પણ ટનલ બાંધકામ પ્રોજેક્ટ્સમાં સલામતી સામે સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચોઃ Surat: વરાછામાંથી દેહવિક્રયનો પર્દાફાશ, કૂટણખાનું ચાલાવનાર મહિલાની ધરપકડ

આ પણ વાંચોઃ Praful Pansheriya: TET-TAT ઉમેદવારોના હલ્લાબોલ બાદ શિક્ષણમંત્રી પાનસેરિયાએ મૌન તોડ્યું, 24,700 શિક્ષકોની…

આ પણ વાંચોઃ Ahmedabad: પાકિસ્તાન સામે જીત બાદ ફટાકડા ફોડવા બાબતે ખોખરામાં પથ્થરમારો, જાણો ઘટના!

Related Posts

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું
  • September 22, 2026

SC Delhi SIR Voter Notice: દિલ્હીની મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન આશરે 33.13 લાખ મતદારોને નોટિસ આપવામાં આવતાં સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા અને માપદંડોને લઈને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ…

Continue reading
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ
  • September 22, 2026

SC Vande Mataram Case: 22 સપ્ટેમ્બર 2026ના રોજ સુપ્રીમ કોર્ટે ‘વંદે માતરમ’ને લઈને ચાલી રહેલા મહત્વપૂર્ણ કાનૂની વિવાદમાં કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અદાલત સમક્ષ મુખ્ય પ્રશ્ન એ છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 2 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 4 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 8 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 8 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 8 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

  • September 22, 2026
  • 7 views
Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’