શું શશિ થરૂરની પહોંચ કોંગ્રેસના નેતૃત્વ સુધી નથી?

  • India
  • February 25, 2025
  • 0 Comments

શું શશિ થરૂરની પહોંચ કોંગ્રેસના નેતૃત્વ સુધી નથી?

મોદી એન્ડ કંપની કેન્દ્રની સત્તામાં આવ્યા પછી નેશનલ કોંગ્રેસ સતત તૂટતી રહી છે. પાછલા દસ વર્ષના સમયગાળામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પણ પોતાનો રસ્તો બદલી લીધો છે. આ વચ્ચે એકવખત ફરીથી કોંગ્રેસમાં બધુ સારૂં ન ચાલતું હોવાનું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂર અને પાર્ટીના વિચારોમાં મતભેદ ઉભો થયો હોવાનું દેખવા મળી રહ્યું છે. જોકે, આ વચ્ચે પાર્ટીની સમસ્યાઓનું નિવારણ લાવવા માટે રાહુલ ગાંધીને કોંગ્રેસના એક નેતા દ્વારા સલાહ આપવામાં આવી છે.

શશિ થરૂરને લઈને કોંગ્રેસમાં બબાલ કેમ છે? પાર્ટીમાં સંવાદનો અભાવ છે કે નેતૃત્વ જ નકામું છે? કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા રહેલા સંજય ઝાએ આ મામલે કોંગ્રેસ પાર્ટી અને નેતૃત્વ પર પ્રશ્ન ઉભા કરી દીધા છે. આ સાથે જ તેમણે કહ્યું છે કે, શશિ થરૂરને પોતાના સંદેશ પાર્ટીના નેતૃત્વ સુધી પહોંચાડવા માટે મીડિયા સાથે વાત કરવા માટે મજબૂર થવું પડી રહ્યુ છે. સંજય ઝાએ સીધા રાહુલ ગાંધીને સંબોધિત કરતાં લખ્યું છે. હું તમને સાર્વજનિક રૂપથી લખી રહ્યો છું કેમ કે કોંગ્રેસની અંદર કદાચ કોઈ તમને જણાવશે નહીં. તેથી દર વખતની જેમ મને જ બિલાડીના ગળામાં ઘંટી બાંધવા દો. તેમણે રાહુલ ગાંધીને નેતૃત્વનો અર્થ સમજાવ્યો છે અને એક રીતે સંકેતોમાં કહ્યું છે કે, તેમનું નેતૃત્વ લીડરશિપના મોરચાઓમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યુ છે.

સંજય ઝાએ પોતાની પોસ્ટમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે, નેતૃત્વ (કોર્પોરેટ અથવા રાજનીતિ અથવા અન્ય કોઈ) મુશ્કેલ વાતચીત કરવા અંગે છે. તે સમસ્યાના ઉકેલ માટે છે. તે દરેક ચીજોને ફગાવી દેવાના માટે નથી. સમસ્યાઓનો સમાધાન કરવો જોઈએ, તેનાથી દૂર ભાગવું જોઈએ નહીં.

તેમણે લખ્યું છે કે, તમે અને હું બંને જાણિએ છીએ કે શશિ (થરૂર) એક સારા સાંસદ છે. તેઓ કદાચ દેશના તે ગણ્યાં ગાંઠ્યા લોકમાંથી છે, જેમના માટે એક કહેવત ઠિક બેસે છે, કે તેમના પરિચયની કોઈ જરૂરત નથી. તેથી તે નિરાશાજનક છે કે એક વખત ફરીથી પાર્ટીની એક મોટી સંપત્તિને આપ અથવા કોંગ્રેસ નેતૃત્વ સુધી પોતાનો સંદેશ પહોંચાડવા માટે મીડિયા સાથે વાતચીત કરવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. આજથી લગભગ પાંચ વર્ષ પહેલા જ્યારે હું આવી જ રીતની સ્થિતિમાં હતો ત્યારે એક રાષ્ટ્રીય સમાચાર પત્રમાં એક લેખ લખવા માટે મારે મજબૂર થવું પડ્યું હતું. કોઈપણ એવી સમસ્યા નથી, જેનો કોઈ સમાધાન નહોય. મુખ્ય પ્રશ્ન તે છે કે, શું અમારી અંદર બધાના હિતમાં સમસ્યાનો ઉકેલ લાવવાની ઈચ્છાશક્તિ છે? અને તે પણ ઝડપી.

આ પણ વાંચો-દિલ્હીમાં ભાજપ સરકાર આવતાં જ CAG રિપોર્ટ રજૂ, હોબાળો કરતાં AAPના ધારાસભ્યો સસ્પેન્ડ, CAG શું છે કે હોબાળો થઈ ગયો?

સંજય ઝાની ટિપ્પણી તેવા સમયે આવી છે, જ્યારે શશિ થરૂરને લઈને કોંગ્રેસમાં હોબાળો ચાલી રહ્યો છે. કોંગ્રેસ સાથેના તેમના મદભેદોના સમાચાર વચ્ચે એક દિવસ પહેલા જ થરૂરે કહ્યું છે કે, જો પાર્ટીને તેમની જરૂરત નથી તો તેમના પાસે વિકલ્પ છે. જોકે, તેમણે તે સ્પષ્ટતા કરી નથી કે તેમના માટે વિકલ્પ કયા રૂપમાં છે. તેમને સ્પષ્ટતા કરી નથી કે તેઓ કોઈ રાજકીય પાર્ટીના સંદર્ભમાં કહી રહ્યાં છે કે પછી ગેર-રાજકીય વિકલ્પ વિશે વાત કરી રહ્યા છે.

કોંગ્રેસ જ્યાં પીએમ મોદીની દિવસ-રાત ટીકા કરી રહી છે, ત્યારે શશિ થરૂરે તેમના વખાણ કર્યા છે. કોંગ્રેસ જ્યાં એલડીએફને ઘેરવાની કોશિશ કરી રહી છે, ત્યારે થરૂર તેના પેટભરીને વખાણ કરી રહ્યા છે.

અસલમાં થરૂરે હાલમાં જ વામપંથી અલડીએફ સરકારના વખાણ કરતાં એક લેખ લખ્યો છે. આના પર કેરલ કોંગ્રેસ તરફથી તિખી પ્રતિક્રિયા આવી છે. વિવાદ વધ્યો તો મામલો હાઈકમાન સુધી પહોંચ્યો. રાહુલ ગાંધીએ થરૂરને કેરલમાં એલડીએફ સરકાર દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે પ્રશંસા કરનારા લેખ પર વિવાદ પછી બેઠક બોલાવી હતી. તે બેઠકમાં શું થયું તેના વિશે વધારે જાણકારી સામે આવી નથી.

કહેવામાં આવી રહ્યું છે કે તિરૂવનંતપુરથી ચાર વખત સાંસદ શશિ થરૂર નારાજ અને આહત છે. કેમ કે અર્થવ્યવસ્થાને સંભાળવા માટે વામપંથી એલડીએફ સરકારના વખાણ કરવા માટે થરૂરને કોંગ્રેસ પાર્ટીના કેરલ એકમ તરફથી સતત ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.

તાજેતરમાં, થરૂરે પીએમ મોદીની અમેરિકા મુલાકાત અને ટ્રમ્પ સાથેની તેમની મુલાકાતની પ્રશંસા કરી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત સમગ્ર કોંગ્રેસ પીએમ મોદીની મુલાકાત પર સવાલ ઉઠાવી રહી છે અને તેની ટીકા કરી રહી છે, ત્યારે થરૂરે તેમની પ્રશંસા કરી છે.

જ્યારે થરૂરને તેમના લેખ પર કેરળના કોંગ્રેસના નેતાઓ દ્વારા સતત ટીકા કરવામાં આવી રહી છે તે અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ધ ઇન્ડિયન એક્સપ્રેસ મલયાલમ પોડકાસ્ટમાં કહ્યું કે તેઓ આ વિવાદનું કારણ સમજી શક્યા નથી. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પાર્ટીમાં બાજુ પર રાખવામાં આવ્યા હોવાની ફરિયાદ શું તેમણે કરી હતી તે પૂછવામાં આવતા થરૂરે કહ્યું, “મેં ક્યારેય કોઈની વિરુદ્ધ ફરિયાદ કરી નથી.” તેમણે કહ્યું કે કેરળમાં ડાબેરી મોરચાની સરકારની પ્રશંસા કરતા તેમના લેખ પરના વિવાદથી કંઈક સારું થયું છે કારણ કે તેનાથી આ મુદ્દા પર ચર્ચાનો અવકાશ મળ્યો છે.

પાર્ટી બદલવાની અટકળોને નકારી કાઢતા થરૂરે કહ્યું કે જો તેઓ પાર્ટીમાં કેટલીક બાબતો સાથે સહમત ન હોય તો તેઓ પાર્ટી બદલવામાં માનતા નથી.

તેણે કહ્યું, ‘મને નથી લાગતું કે આ કરવું યોગ્ય રહેશે.’ વ્યક્તિને પક્ષની બહાર રહેવાની અને સ્વતંત્ર રહેવાની સ્વતંત્રતા છે. પછી તેમણે તરત જ ઉમેર્યું, ‘આજના રાજકારણમાં હું જે જોઉં છું તે એ છે કે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે કોઈને કોઈ પક્ષ કે સંગઠન તેમને ટેકો આપે.’

આ પણ વાંચો-GUJARAT: 3 CCTV હેકરોના રિમાન્ડ મંજૂર, 1 શખ્સ હજુ પણ ફરાર, હજારો કેમેરા શખ્સોએ કેવી રીતે હેક કર્યા?

શશિ થરૂર પર ચાલી રહેલા આ વિવાદ વચ્ચે જ સંજય ઝાએ જાહેરમાં રાહુલ ગાંધીને એક પોસ્ટ લખને પાર્ટી માટે કડવા સૂચનો આપ્યા છે.

સંજય ઝાએ કહ્યું છે કે, કોંગ્રેસને બીજેપી સાથે ચાલી રહેલી સ્પર્ધા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તે માટે એક શરત તે છે કે પહેલા ઘરને વ્યવસ્થિત કરવામાં આવે. આ વર્ષો સુધી ચાલનારો ઉકેલાયા વગરનો પડકાર બની શકે નહીં કેમ કે કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકોની ઉર્જા અને પ્રેરણાને પંગુ બનાવી દે છે. પડકાર આપનાર પાર્ટીને તેજ, જોખમ ઉઠાવનાર, ભૂખી અને સતત શિકાર કરનારી બનવું જોઈએ. તેથી ખરેખર એવું નહોવું જોઈએ કે પહેલા જેવું ચાલતું હતું તેવી રીતે જ બધુ ચાલવા દેવું.

તેમણે કહ્યું, આપણે આગળ વધવા માટે એવી વાત કરવી જોઈએ જે એકદમ સાચી હોય, પરંતુ હવે એવું લાગે છે કે, આપણે તેનાથી ઊંધુ કરીએ છીએ. મને વિશ્વાસ છે કે પાર્ટી અને તમે આ સમસ્યાનો ઝડપી ઉકેલ લાવી દેશો.

  • Related Posts

    Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર
    • October 29, 2025

    Delhi Air Pollution: દેશની રાજધાની દિલ્હીમાં હવા એટલી ઝેરી બની ગઈ છે કે હવે લોકોને રીતસર શ્વાસ લેવામાં ખૂબજ તકલીફ પડી રહી છે, છેલ્લા ઘણાજ વર્ષોથી સતત વધતા જઈ રહેલા પ્રદૂષણને…

    Continue reading
    Rajinikant And Dhanush Gets Bomb Threat: ફિલ્મસ્ટાર રજનીકાંત અને ધનુષને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકીઓ,પોલીસ જ્યારે અભિનેતાના ઘરે પહોંચી તો થયો મોટો ખુલાસો
    • October 29, 2025

    Rajinikant And Dhanush Gets Bomb Threat: ફિલ્મસ્ટાર રજનીકાંત અને ધનુષને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઇ મેઇલ મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને બંને કલાકારોના ઘરોમાં બૉમ્બ શોધવા બૉમ્બ સ્ક્વોડે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર

    • October 29, 2025
    • 3 views
    Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર

    Vadodara: વડોદરાની હોટલમાં કોલેજીયન યુવતીઓ મિત્રો સાથે દારૂની મોજ માણતા ઝડપાઇ! સમાજ માટે ‘રેડ સિગ્નલ’ કિસ્સો

    • October 29, 2025
    • 8 views
    Vadodara: વડોદરાની હોટલમાં કોલેજીયન યુવતીઓ મિત્રો સાથે દારૂની મોજ માણતા ઝડપાઇ! સમાજ માટે ‘રેડ સિગ્નલ’ કિસ્સો

    Rajinikant And Dhanush Gets Bomb Threat: ફિલ્મસ્ટાર રજનીકાંત અને ધનુષને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકીઓ,પોલીસ જ્યારે અભિનેતાના ઘરે પહોંચી તો થયો મોટો ખુલાસો

    • October 29, 2025
    • 13 views
    Rajinikant And Dhanush Gets Bomb Threat: ફિલ્મસ્ટાર રજનીકાંત અને ધનુષને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકીઓ,પોલીસ જ્યારે અભિનેતાના ઘરે પહોંચી તો થયો મોટો ખુલાસો

    Delhi: દિલ્હીમાં “કલાઉડ સિડિંગ”નું સુરસુરીયું થઈ જતાં AAP એ સરકારની ઉડાવી મજાક!કહ્યું:-“લાગે છેકે ઇન્દ્રદેવ પણ સાથ આપવાના મૂડમાં નથી!!”

    • October 29, 2025
    • 7 views
    Delhi: દિલ્હીમાં “કલાઉડ સિડિંગ”નું સુરસુરીયું થઈ જતાં AAP એ સરકારની ઉડાવી મજાક!કહ્યું:-“લાગે છેકે ઇન્દ્રદેવ પણ સાથ આપવાના મૂડમાં નથી!!”

    UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

    • October 28, 2025
    • 12 views
    UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

    Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

    • October 28, 2025
    • 4 views
    Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ