
1984 શિખ વિરોધી રમખાણોમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1984ના શીખ વિરોધી રમખાણો કેસમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી છે. 1 નવેમ્બર, 1984ના રોજ સરસ્વતી વિહાર વિસ્તારમાં પિતા-પુત્રની હત્યાના કેસમાં સજ્જન કુમારને દોષી ઠેરવવામાં આવ્યા હતા. કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને 12 ફેબ્રુઆરીએ રમખાણો, ગેરકાયદેસર સભા અને હત્યા વગેરે સંબંધિત કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.