Kheda: નડિયાદમાં સિટી બસ સેવા 63 દિવસમાં જ બંધ: પૂરા 3 મહિના પણ ન ચાલી, પાર્સિંગનું બહાનું કાઢ્યું

  • Gujarat
  • February 25, 2025
  • 0 Comments

Kheda News: ઘણા વર્ષોથી બંધ કરાયેલી સીટી બસ સેવા વર્ષ 2024માં થોડા મહિના પહેલા જ શરુ કરાઈ હતી. જો કે હવે નડિયાદમાં એકાએક સીટી બસ સેવા બંધ કરી દેતાં ઉપોહ મચી ગયો છે. માંડ માંડ શરુ કરાવેલી બસ સેવા ફરી બંધ કરી દેતાં શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટની આગેવાની હેઠળ નડિયાદ કમિશનરને આવેદન આપી ફરી બસ સેવા શરુ કરવા માંગ કરી છે.

25 ડિસેમ્બર 2024ના રોજ ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજ દેસાઈએ લીલી ઝંડી બતાવી નડિયાદમાં સીટી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.  ત્યારે 63 દિવસના ટૂંકા ગાળામાં સીટી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ  સીટી બસો પાર્સિંગ વગર દોડે છે તેવા અહેવાલો પ્રસિધ્ધ થયા હતા. જે બાદ પાર્સિંગ ન હોવાનું બહાનું ધરી સેવા બંધ કરી દેવામાં આવી છે.

May be an image of 12 people, road and text

કોંગ્રેસે શું કહ્યું?

કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના નેતાઓ અને બે જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈપણ મનસુબો પાર પાડવા માટે શરતો અને નીતિ નિયમોનો એળે મૂક્યા છે. સીટી બસ બંધ થતા હજારો નાગરિકોને સહન કરવું પડ્યું અને નુકશાન ભોગવવું પડ્યું છે. કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે કમિશનરને આવેદન આપી માગ કરી છે કે સીટી બસ તાત્કાલિક શરુ કરવામાં આવે. સાથે સાથે પાથરણા વાળાઓ મુદ્દે પણ રજૂઆત કરી છે. ગરીબ લોકોને રોજી પુરી પાડવા કમિશ્નરને સૂચન કર્યા છે.

May be an image of 4 people, television, newsroom and text

જાણવા મળી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા બસોનું પાર્સિંગ અને રજિસ્ટ્રેશન નહીં કરાવવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. નડિયાદ આરટીઓ કચેરીએ આ મુદ્દે કોન્ટ્રાક્ટર એજન્સીને નોટિસ ફટકારી છે.

આ પણ વાંચોઃ Health Treatment: ચિકિત્સકોની પથી-જડતામાં પિસાતા દર્દીઓ

આ પણ વાંચોઃ Anand: ચરોતરના સમૃધ્ધ ગણાતાં ધર્મજ ગામે કમળાના રોગે માથુ ઉંચક્યુ, અત્યાર સુધી 91 દર્દી, શું છે લક્ષણો?

આ પણ વાંચોઃ Bangladesh: હસીના બાદ યુનુસ પરથી બાંગ્લાદેશી વિદ્યાર્થીઓનો ભરસો ઉઠ્યો, યુનુસ સરકાર પણ જશે?

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 6 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 8 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 10 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 11 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 8 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 10 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી