Rahul Gandhi: સાવરકરના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ બચવા કરી માગ? સાવરકરના પૌત્રએ કર્યો વિરોધ, ગુજરાત કેસનો કર્યો ઉલ્લેખ

  • India
  • February 27, 2025
  • 0 Comments

Rahul Gandhi defamation case: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકર સાથે સંબંધિત માનહાનિના કેસમાં એક મોટી માંગણી કરી છે. રાહુલ ગાંધીએ પુણેની ખાસ MP/MLA કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં તેમની સામે ચાલી રહેલા કેસમાં ‘સમરી  ટ્રાયલ’ને ‘સમન્સ ટ્રાયલ’માં બદલવા માંગ કરી છે. જેથી તેઓ સાવરકર સંબંધિત ઐતિહાસિક પુરાવા અને તથ્યો રેકોર્ડ પર રજૂ કરી શકે. જોકે, સાવરકરના પરિવાર દ્વારા આ માંગનો ઉગ્ર વિરોધ કરાયો છે. રાહુલની આ માગ પર મામલો વધુ ગરમાયો છે.

રાહુલ ગાંધીએ લંડનમાં સાવરકર અંગે વિવાદસ્પદ નિવેદન આપ્યુ હતુ

સાવરકરના પૌત્ર સાત્યકી અશોક સાવરકરે રાહુલ ગાંધીની આ અરજીનો વિરોધ કર્યો છે. આ મામલો રાહુલ ગાંધીના માર્ચ 2023માં લંડનમાં આપેલા નિવેદન સાથે સંબંધિત છે, જેમાં તેમણે કથિત રીતે સાવરકર અંગે વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ સાવરકરે લખેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે કથિત રીતે એક મુસ્લિમ વ્યક્તિ પર થયેલા હુમલાને “આનંદપ્રદ” ગણાવ્યો હતો. સાત્યકિ સાવરકરે આ દાવાને નકારી કાઢ્યો હતો અને 2023 માં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. હવે કોર્ટમાં દાખલ કરેલા પોતાના જવાબમાં તેમણે રાહુલ ગાંધીની અરજીને રદ કરવાની માંગ કરી છે.

મૂળ મુદ્દાથી ધ્યાન ભટકાવાનું રાહુલ ગાંધીનું કાવતરુઃ સાત્યકી સાવરકર

સાત્યકી સાવરકરે તેમના વકીલ દ્વારા દાખલ કરેલા જવાબમાં કહ્યું કે રાહુલ ગાંધી આ મામલાને બિનજરૂરી રીતે લંબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું, “આરોપી (રાહુલ ગાંધી) જાણી જોઈને મામલો ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે સ્વતંત્રતા સંગ્રામમાં વીર સાવરકરના યોગદાન અને ઐતિહાસિક તથ્યોનો આશરો લઈને વિષય બદલવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ મુદ્દાઓ આ કેસ સાથે સંબંધિત નથી. સાત્યકી  સાવરકરે રાહુલ ગાંધીની  દલીલને પણ નકારી કાઢી હતી  અને વધુમાં કહ્યું  કેસને બિનજરૂરી રીતે જટિલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં થયેલા રાહુલ ગાંધી પર કેસનો ઉલ્લેખ

સાત્યકી સાવરકરે પોતાના જવાબમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અગાઉ પણ દાખલ કરાયેલા અનેક માનહાનિના કેસોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે ગુજરાતમાં રાહુલ ગાંધીને અગાઉ મળેલી સજાનો ઉલ્લેખ કર્યો, જેના કારણે તેમનું લોકસભા સભ્યપદ પણ અસ્થાયી રૂપે રદ કરવામાં આવ્યું હતું. સાત્યકી સાવરકરે પોતાના જવાબમાં કહ્યું, “રાહુલ ગાંધી વિરુદ્ધ ભૂતકાળમાં ઘણા માનહાનિના કેસ દાખલ  થયેલા છે, જે સ્પષ્ટ કરે છે કે તેઓ એક માનહાનિ કરનાર માણસ છે.”

કોર્ટમાં આગામી સુનાવણી 19 માર્ચે

સાત્યકી સાવરકરના વકીલે કોર્ટને રાહુલ ગાંધીની અરજી ફગાવી દેવા અને કેસની સુનાવણી શક્ય તેટલી વહેલી તકે શરૂ કરવા વિનંતી કરી છે. હવે આ કેસની આગામી સુનાવણી 19 માર્ચે પુણે કોર્ટમાં થશે.

કોર્ટે રાહુલને માનહાનિ કેસમાં હાજર રહેવાથી મુક્તિ આપેલી છે

અગાઉ મંગળવારે પુણેની અદાલતે રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલા માનહાનિના કેસમાં હાજર રહેવાથી કાયમી મુક્તિ આપી હતી, કારણ કે કોંગ્રેસના નેતા ઉચ્ચ સ્તરની સુરક્ષા ભોગવે છે અને વિરોધ પક્ષના નેતા છે. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીના એડવોકેટ મિલિંદ પવારે ગયા મહિને કોર્ટ સમક્ષ અરજી દાખલ કરી હતી જેમાં કોંગ્રેસના નેતાને હાજર રહેવાથી કાયમી મુક્તિ આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Surat Fire: 1 દિવસ બાદ આગ કાબૂમાં, 500થી વધુ દુકાનો બળી ગઈ, વેપારીઓને કરોડોનું નુકસાન, કોણ જવાબદાર?

આ પણ વાંચોઃ જામગનર ACBની ટ્રેપમાં ગાંધીનગરમાંથી ASI 2 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો

આ પણ વાંચોઃ Waqf Bill 2025: કેબિનેટમાં વક્ફ બિલને મંજૂરી, સરકાર બજેટ સત્રના બીજા તબક્કામાં રજૂ કરી શકે

આ પણ વાંચોઃ UN: ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ: કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આધાર પર જીવે છે

Related Posts

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ
  • September 19, 2026

Balaghat Baiga Children Deaths: મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લામાં બૈગા અને અન્ય આદિવાસી બાળકોના મૃત્યુના રિપોર્ટિંગને લઈને પત્રકારો પર કથિત દબાણ અને દેખરેખના આરોપો સામે આવ્યા છે. સ્વતંત્ર પત્રકારોનો દાવો છે…

Continue reading
Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી
  • September 19, 2026

Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે કથિત સામૂહિક દુષ્કર્મ અને ત્યારબાદ હત્યાની ઘટનાને લઈને મહિલા સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

  • September 19, 2026
  • 3 views
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

  • September 19, 2026
  • 6 views
Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

  • September 19, 2026
  • 7 views
Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 6 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 7 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો