અતુલ સુભાષ પછી માનવ શર્મા; પત્ની પીડિત IT મેનેજરે વીડિયો બનાવતી વખતે જ રડતાં-રડતાં કરી લીધી આત્મહત્યા

  • India
  • February 28, 2025
  • 0 Comments
  • અતુલ સુભાષ પછી માનવ શર્મા; પત્ની પીડિત IT મેનેજરે રડતાં-રડતાં વીડિયો બનાવીને કરી લીધી આત્મહત્યા

ઉત્તર પ્રદેશના આગરામાં પત્નીના ત્રાસથી કંટાળીને એક આઇ.ટી. કંપનીના મેનેજરે આત્મહત્યા કરી લીધી છે. મેનેજરે ગળામાં ફાંસો લગાવીને રડતાં રડતાં લાઇવ વીડિયો બનાવ્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પીડિતે તેની પત્નીને આત્મહત્યા માટે જવાબદાર ગણાવી હતી. આ મામલે મૃતકના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાએ બેંગલુરૂના અતુલ સુભાષ સુસાઇડ કેસની યાદ તાજા કરાવી દીધી છે.

આગરાની ડિફેન્સ કોલોનીમાં રહેતા માનવ શર્મા એક મોટી આઇ.ટી. કંપનીમાં રિક્રૂટમેન્ટ મેનેજરના પદ પર કામ કરતો હતો. માનવે 24 ફેબ્રુઆરીએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. મોતને ગળે ભેટતા પહેલાં માનવે રડતાં રડતાં દર્દનાક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે પોતાની પત્નીના ચરિત્ર પર સવાલો ઉઠાવ્યા હતા.

વીડિયોમાં માનવ શર્મા કહે છે કે મેં અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હવે પત્નીથી એટલો કંટાળી ગયો છું કે મરવા સિવાય બીજો કોઇ ઉપાય નથી. માનવે કાયદા અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવતાં પુરૂષોને પ્રોટેક્ટ કરવા માટે કાયદો બનાવવાની વાત કહી હતી.

પોતાના અંતિમ વીડિયોમાં માનવ કહે છે કે ‘પપ્પા સોરી, મમ્મી સોરી, અક્કૂ સોરી… હવે હું વિદાય લઇ રહ્યો છું.’ પુરૂષોને પ્રોટેક્ટ કરવા માટે કાયદાની જરૂર છે. પ્લીઝ પુરૂષો વિશે કોઇ તો વાત કરો. મરતાં પહેલાં માનવે પોતાની પત્નીને માતા-પિતાને હેરાન ન કરવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો-ભારે હિમવર્ષા વચ્ચે ઉત્તરાખંડનાં ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યું: 57 મજુરો દટાયા

કર્ણાટકના બેંગલુરુના રહેવાસી અતુલ સુભાષના લગ્ન ઉત્તર પ્રદેશના જૌનપુરની રહેવાસી નિકિતા સિંઘાનિયા સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ સુધી તો બધું બરાબર ચાલ્યું, પછી નિકિતા અચાનક બેંગલુરુથી પાછી જૌનપુર જતી રહી. તેણે પોતાના પતિ અતુલ અને સાસરીવાળાની સામે દહેજ ઉત્પીડન અને ઘરેલું હિંસાનો કેસ કરી દીધો હતો.

અતુલ સુભાષે પોતાની આત્મહત્યા પહેલાં બનાવેલા વીડિયોમાં જણાવ્યું કે, ‘મારી મોત માટે મારી પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા, સાળો અનુરાગ અને કાકાજી સસરા સુશીલ સિંઘાનિયા જવાબદાર છે. પૈસા પડાવવા માટે મારી પત્ની અને સાસરીવાળાઓએ કાવતરૂ ઘડ્યું. તેના પરિવારે મને જૂઠા કેસમાં ફસાવી દીધો. મારી અને મારા પરિવારની જિંદગી બર્બાદ કરી દીધી.’

પોતાના વીડિયોમાં અતુલે જણાવ્યું કે, ‘અત્યાર સુધી 120 કેસની તારીખ આપવામાં આવી છે અને 40 વાર ખુદ હું બેંગલુરુથી જૌનપુર જઈ આવ્યો છું. આ સિવાય મારા માતા-પિતા અને ભાઈને પણ કોર્ટના ધક્કા ખાવા પડી રહ્યાં છે. આ વાત જાણીને નવાઈ લાગશે કે, મોટાભાગની તારીખે તો કોર્ટમાં કંઈ થતું જ નથી. ક્યારેક જજ નથી હોતા અને ક્યારેક હડતાળ હોય છે. સુનાવણી દરમિયાન કોઈપણ પક્ષનો વકીલ આગળની તારીખની ડિમાન્ડ કરી શકે છે. મને વર્ષમાં ફક્ત 23 રજા જ મળે છે અને હવે હું આ સિસ્ટમથી થાકી ગયો છું.’

આ પણ વાંચો-Amreli Rape Case: શિક્ષકે 2 બાળાઓને દારુ પીવડાવી આચર્યું દુષ્કર્મ?

Related Posts

Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય
  • June 20, 2026

Miyazaki Mango India: જાપાનની સૌથી મોંઘી અને પ્રખ્યાત મનાતી ‘મિયાઝાકી’ કેરી આજે ભારતીય બજારોમાં એક નવો સ્ટેટસ સિમ્બોલ બની ગઈ છે. જબલપુરથી લઈને અયોધ્યા સુધી આ કેરીની ચર્ચા એક એવી…

Continue reading
Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!
  • June 20, 2026

Socialism in India: આજના ભારતીય રાજકારણમાં ‘સમાજવાદ’ એક એવો ફેશનેબલ શબ્દ બની ગયો છે, જેનો ઉપયોગ રાજનેતાઓ પોતાની સત્તાની લાલસાને છુપાવવા માટે કરી રહ્યા છે. જે રીતે આજકાલના યુવાનોમાં ટાઈટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

  • June 20, 2026
  • 3 views
Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

  • June 20, 2026
  • 3 views
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

  • June 20, 2026
  • 6 views
Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

  • June 20, 2026
  • 9 views
Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

  • June 20, 2026
  • 10 views
TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

  • June 20, 2026
  • 5 views
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક