ભારે હિમવર્ષા વચ્ચે ઉત્તરાખંડનાં ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યું: 57 મજુરો દટાયા

  • India
  • February 28, 2025
  • 0 Comments
  • ઉત્તરાખંડનાં ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યું: 57 મજુરો દટાયા; જમ્મુ-કાશ્મીરમાં માતા-પુત્રનું મોત

ઉત્તરાખંડના ચમોલીમાં હિમપ્રપાતના સમાચાર છે. અહેવાલો અનુસાર, શુક્રવારે બપોરે ચમોલીમાં હિમપ્રપાત થયો હતો. આમાં, ચમોલી-બદ્રીનાથ હાઇવેના નિર્માણ કાર્યમાં રોકાયેલા 57 મજૂરો દટાયા હતા.

આ ઘટના ચમોલીના માના ગામમાં બની હતી, જ્યાં હાઇવેનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બપોરે અહીં ગ્લેશિયર તૂટી પડ્યું હતુ. તે સમયે રસ્તા પર કામ કરતાં મજૂરો બરફ નીચે દટાઈ ગયા હતા. 10 લોકોને બરફ નીચેથી કાઢી લેવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરની અન્ય એક ઘટનામાં માતા-પુત્રનું મોત

જમ્મુ અને કાશ્મીરમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. શુક્રવારે વહેલી સવારે ઉધમપુર જિલ્લાના માઉંગરી નજીક એક ટેકરી પરથી હિમવર્ષાના કારણે પથ્થર પડતાં માતા અને પુત્રનું મોત થયું હતું. કઠુઆ જિલ્લાના રાજબાગ વિસ્તારમાં ઉઝ નદીમાંથી 11 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને નિક્કી તાવી વિસ્તારમાંથી 1 વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-સેન્સેક્સમાં 1200 તો નિફ્ટીમાં 400 પોઈન્ટનો કડાકો; રોકાણકારોને 7.5 લાખ કરોડ રૂપિયાનું નુકશાન

હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામ જેવા પર્યટન સ્થળો સહિત ખીણના ઊંચા વિસ્તારોમાં મધ્યમથી ભારે હિમવર્ષા થઈ હતી. ખરાબ હવામાનને કારણે ટ્રેનો અને ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થઈ છે. ઉત્તરાખંડના ગંગોત્રીમાં 4 ફૂટ સુધી બરફવર્ષા થઈ છે.

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 3 દિવસથી હિમવર્ષા અને વરસાદ પડી રહ્યો છે. લાહૌલ સ્પીતિ, ચંબાના પાંગી-ભરમૌર અને કિન્નૌર જિલ્લામાં હિમવર્ષા બાદ રસ્તાઓ બંધ થઈ ગયા છે. 28 ફેબ્રુઆરીના રોજ તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. કુલ્લુના અખાડા બજારમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. પૂરને કારણે ઘણા વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

આ પણ વાંચો-60,000 કરોડ રૂપિયાની કરવેરાની વસૂલાત વર્ષોથી બાકી!

Related Posts

Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’
  • May 6, 2026

Punjab Bomb Blast: પંજાબના જલંધર અને અમૃતસરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધમાકાએ માત્ર સરહદી રાજ્યની સુરક્ષા જ નહીં, પરંતુ રાજ્યના રાજકારણમાં પણ ભૂકંપ લાવી દીધો છે. આ ઘટના બાદ આશ્ચર્યજનક રીતે…

Continue reading
Shehzad Poonawalla: કોંગ્રેસ સ્થાનિક પક્ષોનો ઉપયોગ કરીને તેમને છોડી દે છે, BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના વિપક્ષી ગઠબંધન પર ગંભીર આરોપ
  • May 6, 2026

Shehzad Poonawalla: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ ફરી એકવાર વિપક્ષી ‘ઈન્ડિયા ગઠબંધન’ (INDI Alliance) પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’

  • May 6, 2026
  • 7 views
Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’

Surat SBI Bank Robbery: સુરત SBI બેંક લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગનો પર્દાફાશ

  • May 6, 2026
  • 6 views
Surat SBI Bank Robbery: સુરત SBI બેંક લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગનો પર્દાફાશ

Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય

  • May 6, 2026
  • 8 views
Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય

Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન

  • May 6, 2026
  • 8 views
Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન

Shehzad Poonawalla: કોંગ્રેસ સ્થાનિક પક્ષોનો ઉપયોગ કરીને તેમને છોડી દે છે, BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના વિપક્ષી ગઠબંધન પર ગંભીર આરોપ

  • May 6, 2026
  • 12 views
Shehzad Poonawalla: કોંગ્રેસ સ્થાનિક પક્ષોનો ઉપયોગ કરીને તેમને છોડી દે છે, BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના વિપક્ષી ગઠબંધન પર ગંભીર આરોપ

Priyanka Chaturvedi on UN: “UN ને પોતે ખબર નથી કે શું કરી રહ્યું છે” – માર્કો રુબિયોના નિવેદન પર પ્રિયંકા ચતુર્વેદીની તીખી પ્રતિક્રિયા

  • May 6, 2026
  • 9 views
Priyanka Chaturvedi on UN: “UN ને પોતે ખબર નથી કે શું કરી રહ્યું છે” – માર્કો રુબિયોના નિવેદન પર પ્રિયંકા ચતુર્વેદીની તીખી પ્રતિક્રિયા