
- અમદાવાદમાં 15 વર્ષ પહેલા થયેલી હત્યાના કેસનો ચૂકાદો; 10 આરોપીઓને આજીવન કેદ
અમદાવાદમાં 15 વર્ષ પહેલા થયેલી હત્યાના એક કેસમાં કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં દસ આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે. જણાવી દઈએ કે, 15 જૂન 2006ના રોજ અમદાવાદમાં સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની થયેલી હત્યા કરવામાં આવી છે. હવે આ કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે ચૂકાદો આપ્યો છે. આ કેસમાં 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવતા હડકંપ મચી ગયો છે.
જણાવી દઈએ કે, NRI અને સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા પંકજ ત્રિવેદીની વર્ષ 2006માં 15 જૂનના દિવસે અમદાવાદના એલિસબ્રિજ જીમખાના પાસે હત્યા કરવામાં આવી હતી. તે સમયે સ્વાધ્યાય પરિવારમાં ચાલતી ગેરરીતિઓ અંગે પંકજ ત્રિવેદીએ અવાજ ઉઠાવ્યો હતો. તે સમયે સ્વાધ્યાય પરિવારને લઈને તેમના આરોપોએ ખુબ જ વિવાદ ઉભો કર્યો હતો. તે સમયે અવનવા ઘણા બધા આરોપો લગાવવામાં આવી રહ્યાં હતા. પંદર વર્ષ પહેલાની એક ઈમેઝનો આપણે ઉપયોગ કર્યો છે, જે તમે નીચે મુજ જોઈ શકશો. તેમાં પણ અનેક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે.
તે પછી અચાનક તેમની હત્યા કરી દેવામાં આવી હતી. તેથી સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા લોકોએ જ તેમની હત્યા કરી હોવાનો આરોપ હતો. તો હવે વર્ષ 2009માં દાખલ થયેલ કેસનો 16 વર્ષે ચુકાદો આવ્યો છે જેમાં અમદાવાદ સેશન્સ કોર્ટે 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી દીધી છે. છે.
દસ આરોપીને આજીવન કેદની સજા
1. જશુભાઈ જાડેજા
2. માનસિંહ વાઢેર
3. ભરતસિંહ જાડેજા
4. ભૂપતસિંહ જાડેજા
5. હિતેશ સિંહ ચુડાસમા
6. ઘનશ્યામસિંહ ચુડાસમા
7. ભરતભાઈ તટે
8. દક્ષેશ શાહ
9. ચંદ્રકાંત ડાકી
10. ચંદ્રસિંહ જાડેજા
આ પણ વાંચો- અફઘાનિસ્તાન Vs ઓસ્ટ્રેલિયા: અઝમત અને અટલની શાનદાર બેટિંગ; કાંગારૂઓને 273 રનનો ટાર્ગેટ