પાલનપુર: 19 લાખની જૂની ચલણી નોટો સાથે 7 લોકો ઝડપાયા

પાલનપુર: 19 લાખની જૂની ચલણી નોટો સાથે 7 લોકો ઝડપાયા

નોટબંધી વખતે ચલણમાંથી બહાર થઈ ગયેલી જૂની નોટો એક વખત ફરીથી પ્રગટ થઈ છે. બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસે 19 લાખ રૂપિયાથી વધારે કિંમતની જૂની ચલણી નોટો ઝડપી પાડી છે. આ નોટોને લઈને કાળો કારોબાર ચલાવવામાં આવતો હોવાની માહિતી સામે આવી રહી છે.

પાલનપુર એસઓજી પોલીસે એરોમાં સર્કલ નજીકથી સાત શખ્સોને ચલણી નોટો સાથે ઝડપી પાડ્યા છે. આ શખ્સોની પાસેથી ₹500 અને ₹1000ના દરની કુલ ₹19,77,500ની કિંમતની જૂની ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે.

મળી રહેલી માહિતી અનુસાર, પાલનપુર પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો જૂની ચલણી નોટોની હેરાફેરી કરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જ્યારે આ શખ્સો એરોમાં સર્કલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને પકડી પાડ્યા હતા.

જૂની નકલી ચલણી નોટોને લઈને કેવો કારોબાર કરવામાં આવી રહ્યો હતો, તે અંગે વધુ માહિતી મેળવવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે સાતેય આરોપીઓની અટકાયત કરી છે અને જૂની ચલણી નોટોના કારોબાર અંગે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ આ નોટો ક્યાંથી લાવવામાં આવી હતી અને કોને પહોંચાડવાની હતી તે દિશામાં તપાસ કરી રહી છે.

આ પણ વાંચો-વિદેશોમાં મોદી-મોદીના નારા ફ્રિ નહીં પૈસાથી લાગે છે; ગણાવવામાં આવે છે ‘Community Reception’ ખર્ચ

Related Posts

PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!
  • March 26, 2026

■ 40થી વધુ PIને CID ક્રાઇમમાં પોસ્ટિંગ અપાયું PI Transfers: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીકમાં છે અને રાજકીય માહોલ બરાબરનો ગરમાયો છે ત્યારે રાજ્યમાં તાજેતરમાં પ્રમોશન પામેલા અધિકારીઓને લાંબા સમય…

Continue reading
Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!
  • March 26, 2026

Gopal Italia: મોદી સરકાર દ્વારા અનેક વિભાગોનું ખાનગી કરણ કરી દેવામાં આવ્યું છે અને તેની સામે વિપક્ષ દ્વારા અવારનવાર સવાલો પણ ઉઠાવવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!

  • March 26, 2026
  • 3 views
PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!

Ram Navami 2026: વડોદરા સહિત દેશભરમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનો માહોલ

  • March 26, 2026
  • 4 views
Ram Navami 2026: વડોદરા સહિત દેશભરમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનો માહોલ

Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!

  • March 26, 2026
  • 8 views
Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!

Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!

  • March 26, 2026
  • 16 views
Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!

SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

  • March 25, 2026
  • 8 views
SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી! અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

  • March 25, 2026
  • 16 views
Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી!  અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!