ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ; 7 વર્ષની બાળકીને વેચી મારીને પરિવાર પાસેથી વસૂલ્યા ત્રણ લાખ રૂપિયા

  • Gujarat
  • December 22, 2024
  • 0 Comments

સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરોએ માનવતાની બધી જ હદ્દો પાર કરીને પોતાના વ્યાજના પૈસા મેળવા માટે બાળ તસ્કરી કરી છે. હિંમતનગરમાં રહેતા એક પરિવાર પાસે વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી મારામારી પછી બે શખ્સો સહિત એક મહિલાએ બળજબરીપૂર્વક 7 વર્ષની સગીરાને ઉઠાવી રાજસ્થાનમાં રૂપિયા 3 લાખમાં વેચી દીધાની ફરિયાદ નોંધાઇ છે. આ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને બાળકીને સહી સલામત લાવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

હિંમતનગરના સાબરડેરી વિસ્તારમાં સમર્થ કોલેજ કેમ્પસની બાજુમાંથી પસાર થતી કેનાલ નજીક છાપરામાં વસવાટ કરતા એક પરિવારે મોડાસાના હજીરા વિસ્તારમાં રહેતા અર્જુન વિજયભાઈ નટ પાસેથી રૂપિયા 60,000 વ્યાજે લીધા હતા. જેમાં નિયમ મુજબ વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં અર્જુન નટ અને સરીફાબેન નટે તેમની રીતે હિસાબ કરી 3થી 4 લાખ રૂપિયા લેવાના નિકળતા હોવાનું જણાવી હિંમતનગર તેમના ઘરે આવ્યા હતા.

વ્યાજખોરોએ પરિવાર પાસે કોરા કાગળમાં અંગૂઠા કરાવ્યા પછી તેમની દિકરીને પૈસાના બદલામાં બળજબરીપૂર્વક ઉઠાવી ગયા હતા અને તેનો રૂ. 3 લાખમાં સોદો કરી રાજસ્થાનના જયપુરની આસપાસ વેચી દીધી હતી. આ અંગે પરિવારે કોર્ટનો આશરો લેતાં કોર્ટે પોલીસ ફરિયાદ કરવા માટે આદેશ આપ્યો હતો. પોલીસે અર્જુન વિજયભાઈ નટ અને સરીફાબેન જોઈતાભાઈ નટ(બંને રહે.હજીરા પેટ્રોલપંપની પાછળ, ઝૂંપડપટ્ટી, મોડાસા, જિ.અરવલ્લી) અને લખપતિ નટ (રહે.દેવાગામ, તા.બાલાસિનોર, જિ.મહિસાગર)એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.

ત્રણેય આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર

પોલીસે ત્રણેય જણા વિરૂદ્ધ બાળ તસ્કરી કરી હોવાના આક્ષેપ સાથે હિંમતનગર એ-ડિવિઝન પોલીસે બીએનએસ કલમ 137(2), 143(4), 115(2), 351(3), 54 તથા ગુજરાત મનીલેન્ડસ એક્ટ ક.40, 42 મુજબ બાળ તસ્કરી કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ પોલીસે પૈસાના બદલામાં બાળકીને ઉઠાવી જનાર આરોપી અર્જુન નટ, શરીફાબેન નટ અને લખપતિ નટને ઝડપી લીધા હતા. આ ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં 27/12/24 સુધીના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

Related Posts

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!
  • June 17, 2026

Morbi Farmers Hunger Strike: મોરબીના ખેડૂતો ફરી એકવાર અન્યાય સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. જેતપર ગામે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોએ સરકારી દમન અને કોર્પોરેટ કંપનીઓની દાદાગીરી સામે ‘આંદોલન…

Continue reading
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!
  • June 17, 2026

Ahmedabad Congress Protest: અમદાવાદની ગલીઓ અને બજારોમાં આજે સામાન્ય જનતાનો અવાજ ગુંજ્યો હતો. વધતી જતી કમરતોડ મોંઘવારી અને તાજેતરમાં થયેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 2 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 3 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

  • June 17, 2026
  • 7 views
UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

  • June 17, 2026
  • 11 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 5 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 11 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય