વિશ્વ શ્રવણ દિવસ: કેમ બાળકો થઈ રહ્યા છે બહેરાશના શિકાર?

  • India
  • March 3, 2025
  • 0 Comments

વિશ્વ શ્રવણ દિવસ: કેમ બાળકો થઈ રહ્યા છે બહેરાશના શિકાર?

વિશ્વ શ્રવણ દિવસે ભારતીય માતા-પિતા માટે એક ચિંતા સામે આવી રહી છે. આ ચિંતા છે બહેરાશ… સાંભળતો વ્યક્તિ જ્યારે સાંભળવાનું બંધ કરી દે તો તેને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચિંતાનો વિષય તો તે છે કે, વર્તમાન સમયમાં બાળકો બહેરાશના ભોગ-શિકાર બની રહ્યા છે. હાલની લાઈફ સ્ટાઈલના કારણે બાળકો પોતાની સાંભળવાની શક્તિ ગુમાવી રહ્યા છે.

બહેરાશનું વધતું જતું પ્રમાણ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ચિંતાનો વિષય છે. થોડા દાયકા પહેલા સુધી તેને વૃદ્ધાવસ્થા સાથે આવતી સમસ્યા માનવામાં આવતી હતી, પરંતુ હવે આ સમસ્યા યુવાનો અને બાળકોને પણ અસર કરી રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના જણાવ્યા પ્રમાણે ભારતની વસતીના 6.3% અથવા આશરે 6 કરોડ લોકો સાંભળવાની ઓછી ક્ષમતા અથવા બહેરાશથી પીડાય છે. કેટલીક આદતો આ સમસ્યાને વધારી રહી છે.

મેડિકલ રિપોર્ટ દર્શાવે છે કે બહેરાશથી પીડાતા લોકોમાં મોટો ભાગ 0 થી 14 વર્ષની વય જૂથના બાળકોનો છે. 2011ની ભારતીય વસતી ગણતરીમાં જણાવાયું હતું કે, 19% વસતીને બહેરાશની સમસ્યા હતી.

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, લાઈફસ્ટાઈલ સંબંધિત કેટલીક સમસ્યાઓને આનું મુખ્ય કારણ માનવામાં આવે છે. તાજેતરની એક સ્ટડીમાં સંશોધકોની એક ટીમે જણાવ્યું કે જે લોકો ખૂબ વીડિયો ગેમ્સ રમે છે, હેડફોન અથવા ઈયરફોનનો વધુ પડતો ઉપયોગ અને મોટા અવાજોના સંપર્કમાં રહે છે તેમની સાંભળવાની ક્ષમતા ઓછી થવાનું જોખમ વધારે હોય છે.

વિશ્વભરમાં વધી રહ્યું જોખમ

WHO એ એક વૈશ્વિક અહેવાલમાં ચેતવણી આપતા કહ્યું કે, 12 થી 35 વર્ષની વયના એક બિલિયન (100 કરોડ)થી વધુ લોકોને સાંભળવાની ક્ષમતા ઓછી હોવી અથવા તો બહેરાશનું જોખમ હોઈ શકે છે. આનું મુખ્ય કારણ ઈયરબડ્સ દ્વારા લાંબા સમય સુધી મોટેથી સંગીત સાંભળવું અને ઘોંઘાટવાળી જગ્યાએ રહેવું માનવામાં આવી રહ્યું છે.

ઈયરબડ્સ અથવા હેડફોનનો ઉપયોગ કરનારા લગભગ 65% લોકો સતત 85 (ડેસિબલ) કરતા વધુ મોટા અવાજે તેનો ઉપયોગ કરે છે. આટલી તીવ્રતાનો અવાજ કાનના આંતરિક ભાગો માટે ખૂબ જ હાનિકારક છે, જે યુવાનોને પણ બહેરા બનાવી રહ્યું છે.

સ્ટડીમાં શું આવ્યું સામે?

BMJ પબ્લિક હેલ્થ જર્નલમાં પ્રકાશિત આ સ્ટડી WHOના સહયોગથી કરવામાં આવી છે. 50,000 થી વધુ લોકોના અભ્યાસનું વિશ્લેષણ કરતાં ટીમે શોધી કાઢ્યું કે વિડીયો ગેમ્સ રમવાથી ઉત્પન્ન થતો અવાજ અનુમતિપાત્ર મર્યાદાથી ઘણો વધારે હતો.

સામાન્ય લોકો માટે 25-30 ડેસિબલ અવાજ પૂરતો માનવામાં આવે છે, જ્યારે 80-90 ડેસિબલ અવાજ શ્રવણ શક્તિને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. વિશ્લેષણ દરમિયાન એવું જાણવા મળ્યું કે વીડિયો ગેમિંગ દરમિયાન મોટાભાગના લોકોના અવાજનું સ્તર 85 થી 90 ડેસિબલની આસપાસ હતું, જે કાનની સહનશીલતા કરતા ઘણું વધારે છે.

વીડિયો ગેમ અને હેડ ફોનનો મોટો અવાજ ખતરનાક

એક્સપર્ટે કહ્યું કે, વીડિયો ગેમિંગ અને હેડફોનમાંથી નીકળતો મોટો અવાજ સાંભળવાની ક્ષમતામાં ઘટાડાની સાથે ટિનિટસનું જોખમ પણ વધારી રહ્યો છે. ટિનિટસ એ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિને માથા અથવા કાનની અંદર સતત કોઈને કોઈ પ્રકારનો અવાજ સંભળાતો રહે છે. આ અવાજ રણકતો, ગુંજતો, સિસકારો કરતો અથવા ગર્જના કરતો હોઈ તેવો હોઈ શકે છે.

સ્ટડીમાં જાણવા મળ્યું કે, ટિનિટસ માત્ર માનસિક તણાવ અને ચિંતામાં જ વધારો નથી કરતું, પરંતુ તે કાર્યક્ષમતાને પણ અસર કરે છે. આવા લોકોને એકાગ્રતા અને ઊંઘની સમસ્યા હોય છે, જે તેમની ઉત્પાદકતા પર પણ ગંભીર અસર કરે છે.

શું કહે છે એક્સપર્ટ?

અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટીના ઈએનટી વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. ડેનિયલ ફિંક કહે છે કે, વ્યાપક સ્તરે તબીબી અને ઑડિયોલોજી સમુદાયે આ ગંભીર ખતરા પર ધ્યાન આપવાની જરૂર છે. યુવા વસતીમાં ઈયરબડ્સ જેવા ઉપકરણોનો વધતો ઉપયોગ 40 વર્ષની ઉંમર સુધીમાં શ્રવણશક્તિને નબળી પાડી શકે છે.

સાંભળવાની ક્ષમતામાં ઘટાડાને માત્ર કાનની સમસ્યાઓ સુધી જ મર્યાદિત ન હોવી જોઈએ. આવા લોકોમાં ડિમેન્શિયા જેવા મગજ સંબંધિત રોગોનું જોખમ બે ગણું વધી શકે છે. જે લોકો બિલકુલ સાંભળી શકતા ન હતા અથવા બહેરાશના શિકાર હતા તેમને ડિમેન્શિયાનું જોખમ પાંચ ગણું વધારે હતું.

આ પણ વાંચો- Vadodara: ભારતીય શાસ્ત્રીય સંગીત વિભાગ દ્વારા સભા વાદન કાર્યક્રમ યોજાયો

Related Posts

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?
  • September 18, 2026

UPI MDR Charges: દેશમાં ડિજિટલ પેમેન્ટનો સૌથી મોટો માધ્યમ બની ચૂકેલા UPIને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. કેન્દ્ર સરકારના નવા ફ્રેમવર્ક મુજબ ₹2,000થી વધુના નિર્ધારિત Person-to-Merchant (P2M) વ્યવહારો…

Continue reading
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો
  • September 17, 2026

Maharashtra FDA Survey: હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના પરિવાર માટે સૌથી મોટી ચિંતા માત્ર દર્દીની તબિયત નહીં, પરંતુ સારવારનો વધતો ખર્ચ પણ બની જાય છે. ખાસ કરીને ICU જેવી પરિસ્થિતિમાં પરિવાર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

  • September 18, 2026
  • 2 views
UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 11 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ