રાહુલ ગાંધીએ મોદી સરકારને કેમ લખ્યો પત્ર? કારણ તો મહત્વપૂર્ણ છે

  • India
  • March 4, 2025
  • 0 Comments

રાહુલ ગાંધીએ મોદી સરકારને કેમ લખવો પડ્યો પત્ર? કારણ તો મહત્વપૂર્ણ છે

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સોમવારે (ત્રીજી માર્ચ) કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડૉ. વિરેન્દ્ર કુમારને પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) અને રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ (NCBC)માં ખાલી પડેલી જગ્યાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ વિરેન્દ્ર કુમારના નામે લખેલા પત્રમાં લખ્યું કે, ‘હું આ પત્રના માધ્યમથી બે મહત્ત્વપૂર્ણ બંધારણયી સંસ્થાઓ-રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગમાં ખાલી પડેલી જગ્યા વિશે હું તમને માહિતગાર કરવા ઈચ્છું છું.’

રાહુલ ગાંધીએ પત્ર લખી કરી માંગ

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, બંધારણ હેઠળ બંને આયોગમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સભ્યોની ભરતી કરવામાં આવે છે. સાતમી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ અને બે સભ્યોની ભરતી માર્ચ 2024માં કરવામાં આવી હતી. પરંતુ, ઉપાધ્યક્ષનું પદ લગભગ એક વર્ષથી ખાલી પડ્યું છે. આ સિવાય, પૂર્વ આયોગમાં ઓછામાં ઓછા બે સભ્યો હોય છે. NCSC નું એક મુખ્ય કામ આપણાં દલિત ભાઈ-બહેનોના અધિકારોની સુરક્ષા કરવાનો છે. વર્ષોથી ભારતના હજારો લોકો NCSC ના દરવાજે ન્યાયની આશા લઈને આવે છે. આયોગ એવા મુદ્દાને ઉઠાવે છે જે દલિતોના સામાજિક અને આર્થિક ઉત્થાનમાં અડચણ ઊભી કરે છે. જેમ કે, સાર્વજનિક રોજગાર, શિક્ષા સુધી પહોંચવું અને અત્યાચારોને રોકવું.

આ સિવાય રાહુલ ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો કે, જાણીજોઈને આ આયોગને કમજોર કરવાનો પ્રયાસ સરકારની દલિત વિરોધી માનસિકતા છતી કરે છે. NCBC ઉપાધ્યક્ષના પદ વિશે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, જે ત્રણ વર્ષથી ખાલી પડી હતી. NCBC હાલ ફક્ત એક અધ્યક્ષ અને એક સભ્ય સાથે કામ કરી રહ્યું છે. 1993માં પોતાની સ્થાપના બાદથી NCBC માં હંમેશા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સિવાય ઓછામાં ઓછા ત્રણ સભ્ય હોય છે. આ મહત્ત્વપૂર્ણ સમયે જ્યારે દેશભરમાં જાતિગત જનગણનાની માંગ તેજ થઈ રહી છે, ત્યારે આ પદનું ખાલી રહેવું ખૂબ ચોંકાવનારૂં છે.

રાહુલ ગાંધીએ અંતે કહ્યું કે, ‘સામાજિક ન્યાય ભારતના સમાવેશી દ્રષ્ટિકોણનો મુખ્ય આધાર હોવો જોઈએ. હું સરકારને આગ્રહ કરૂ છું કે તે આ આયોગમાં ખાલી જગ્યાને જલ્દી ભરે. જેથી આ સંસ્થા પોતાના બંધારણીય જવાબદારીને પૂર્ણ કરી શકે.’

આ પણ વાંચો-  Anand video: મહિલા વચેટિયા સક્રિય: દાખલો કઢાવી આપવા માગ્યા આટલા રુપિયા?

Related Posts

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો
  • September 17, 2026

Maharashtra FDA Survey: હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના પરિવાર માટે સૌથી મોટી ચિંતા માત્ર દર્દીની તબિયત નહીં, પરંતુ સારવારનો વધતો ખર્ચ પણ બની જાય છે. ખાસ કરીને ICU જેવી પરિસ્થિતિમાં પરિવાર…

Continue reading
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી
  • September 17, 2026

Pakistan China Boundary Joint Commission: પાકિસ્તાન અને ચીન દ્વારા રચવામાં આવેલા ‘પાકિસ્તાન-ચીન બાઉન્ડ્રી જૉઇન્ટ કમિશન’ને ભારતે સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યું છે. નવી દિલ્હીએ કહ્યું છે કે ભારતીય વિસ્તારને લગતી કોઈપણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી