
આપઘાત કરવા શિક્ષકે મંગાવ્યુ હતુ સોડિયમ નાઈટ્રાઈટ
મૂકબધિર કનુ ચૌહાણ પર ઝેરી પદાર્થ અજમાવ્યો
કનુએ બીજા બેને પીવડાવતાં ત્રણના થાય મોત
Kheda Crime: નડિયાદમાં થયેલા 3 લોકોના મોત મામલે મોટો ખુલાસો થયો છે. 9 ફેબ્રુઆરીએ ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાં દેશી દારુ કે સોડા પીધા બાદ ત્રણ લોકોની તબિયત લથડી હતી. ત્રણેયની શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેયને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. જેથી સમગ્ર જીલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે પોલીસે કહ્યું હતુ કે જીરા સોડા પીધા બાદ મોત થયા હતા. જ્યારે પરિવારે કહ્યુ હતુ કે દારુ પીધા બાદ થયા હતા. આ બનાવમાં નડિયાદ ટાઉન પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધ્યો હતો.
શિક્ષકે ત્રણ હત્યાને અંજામ આપ્યો
ત્યારે હવે 28 દિવસ પહેલા થયેલા ત્રણ લોકોના મોત મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં પર્દાફાશ કર્યો છે કે એક શિક્ષકે ત્રણ હત્યાઓને અંજામ આપ્યો છે. આરોપી હરિકિશન મકવાણાએ આપઘાત કરવા ઓનલાઈન એમેઝોન પરથી સોડિયમ નાઇટ્રાઇટ મંગાવ્યું હતું. તેણે આ ઝેરી પદાર્થનો પ્રયોગ પોતાના મૂકબધિર પાડોશી કનુભાઈ ચૌહાણ પર કર્યો હતો. આરોપીએ જીરા સોડાની બોટલમાં આ ઝેર ભેળવ્યું હતું. ગત 9 ફેબ્રુઆરીની સાંજે જવાહરનગર રેલવે ફાટક પાસે કનુભાઈએ આ બોટલ તેમના બે મિત્રોને પણ આપી હતી. ત્રણેયની તબિયત લથડતાં ગણતરીના સમયમાં જ તેમનું મૃત્યુ થયું હતું.
19 દિવસ બાદ પોલીસે નોંધ્યો હતો ગુનો
નડિયાદ ટાઉન પોલીસે 27 ફેબ્રુઆરીએ હત્યાનો ગુનો નોંધ્યો હતો. જ્યારે ઘટના ફરિયાદ નોંધાયાના 19 દિવસ પહેલા બની હતી. ત્યારે હવે આરોપી શિક્ષક હરિકિશન મકવાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ ત્રણ વ્યક્તિના થયા હતા મોત
યોગેશ ગંગારામ કુશવાહ (ઉ.વ.45, રહે.આઈકોન સોસાયટી, SRP કેમ્પની પાછળ, નડિયાદ),
મૂકબધિર કનુભાઈ ધનાભાઇ ચૌહાણ (ઉ.વ.54, રહે.જલારામનગર સોસાયટી, નડિયાદ)
રવિન્દ્રભાઈ જીણાભાઈ રાઠોડ (ઉ.વ.49, રહે.જવાહરનગર, નડિયાદ)
આ પણ વાંચોઃ Kheda Crime: ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના PI એચ.વી. સિસારા સસ્પેન્ડ, તેમના જ વિસ્તારમાંથી દારુ ન ઝડપી શક્યા
આ પણ વાંચોઃ Anand video: મહિલા વચેટિયા સક્રિય: દાખલો કઢાવી આપવા માગ્યા આટલા રુપિયા?
આ પણ વાંચોઃ Anand: સરકારે સ્વામિનારાયણ ગુરુકુળ માટે જમીન બારોબાર આપી દેતાં અમિત ચાવડાએ શું કહ્યું?









