
ICC Champions Trophy Final 2025: રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલે રવિવારે ઇતિહાસ રચી શકે છે. ટીમ ઈન્ડિયા 9 માર્ચે દુબઈમાં ન્યુઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમશે.
12 વર્ષ પછી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ જીતીને ભારત સતત બે ICC ટાઇટલ જીતી શકે છે. 10 મહિના પહેલા, ભારતે રોહિતની કેપ્ટનશીપમાં ICC T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આ સમયે જોરદાર પ્રદર્શન કર્યું હતુ.
ત્યારે હવે રોહિત અને વિરાટ ચોથી ICC ટ્રોફી જીતની તૈયારીઓ કરી રહ્યા છે. ભારતની હાલ ચાલતી ટુર્નામેન્ટમાં હજુ સુધી એક પણ મેચ હાર્યું નથી. ટીમ ઈન્ડિયાએ લીગમાં સતત 3 મેચ જીતી હતી જ્યારે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને તેણે સતત ચોથી જીત મેળવી હતી.
ન્યુઝીલેન્ડ હંમેશા ભારત માટે એક મુશ્કેલ પડકાર સાબિત થયું છે. આઇસીસી ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડનો ભારત સામે 10-6 થી જીતનો રેકોર્ડ છે. ICC નોકઆઉટ તબક્કામાં ભારત સામે ન્યૂઝીલેન્ડે 4 માંથી 3 મેચ જીત મેળવેલી છે. જ્યારે ટીમ ઈન્ડિયાએ આ ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યુ હતુ. ત્યારે હવે બંન્ને ફાઈનલ માટે આવતીકાલે રમશે.
આ પણ વાંચોઃ RAJKOT: ગેસલાઈન પાસે જ રેલવેની 66 KV વીજલાઈન નાખતાં ભારે વિરોધ
આ પણ વાચોઃ Ahmedabad: કોંગ્રેસના નેતાઓ જ ભાજપ સાથે મળેલા, 40 નેતાને હાંકી કાઢીશું: રાહુલ ગાંધી
આ પણ વાંચોઃ વિદેશી સહિત બે મહિલાઓ પર ગેંગરેપ, 3 પુરુષોને મારી કેનાલમાં નાખ્યા, પોલીસની સઘન તપાસ |Karnataka Rape Case:
આ પણ વાંચોઃ Gir Somnath: દિનુ બોઘાએ જાતે દબાણો દૂર કર્યા, તેના જ વિસ્તારના ચેનલ કેબલ કપાઈ ગયા, શું ચાલી રહ્યું છે?