કંડલા-મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયું 21 હજાર કરોડ રૂપિયાનું હવાલા કૌભાંડ

  • કંડલા-મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયું 21 હજાર કરોડ રૂપિયાનું હવાલા કૌભાંડ

કંડલા-મુંદ્રા પોર્ટ પરથી પૈસાની બ્લેકમનીના હેરાફેરીનો મસમોટું હવાલા કૌભાંડ ઝડપાયું છે. ચીજ-વસ્તુની વધારે કિંમત કરીને પૈસા વિદેશમાં મોકલવાનો અત્યાર સુધીનું સૌથી મોટો ખુલાસો થયો છે. અમદાવાદ ડીઆરઆઈના અધિકારીઓએ કૌભાંડનો ખુલાસો કર્યો છે. કંડલા અને મુન્દ્રા પોર્ટ પર રેડ પાડતા 21 હજાર રૂપિયાના કાળા નાણા ભારત બહાર મોકલવામાં આવતા હોવાનું જાણવા મળ્યું હતું. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સના અધિકારીઓ વધુ તપાસ કરી રહ્યા છે. આ અંગે મળી રહેલી માહિતી અનુસાર, આ કેસમાં અનેક ક્લાસ વન અધિકારીઓની સંડોવણી સામે આવી શકે છે. આ રેડ દરમિયાન ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તેમને રિમાન્ડ ઉપર લઈને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ સમગ્ર પૈસા કયા દેશ મોકલવામાં આવી રહ્યા હતા? તે પ્રશ્નનો જવાબ શોધવામાં આવી રહ્યો છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, દેશમાંથી બ્લેકમની સ્વિસ બેંક કે વિદેશમાં પોતાની પ્રોપર્ટી ખરીદવા માટે પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હોઈ શકે છે.

આ સમગ્ર કેસમાં DRIએ તપાસ કરીને કેરી ઈન્ડો લોજિસ્ટિકના માલિક સુનીલ જોઈસર, સુનિલ ગોહિલ અને કસ્ટમ હાઉસ એજન્ટ મુકેશની ધરપકડ કરીને રિમાન્ડ પર લીધા છે. આ ઉપરાંત બીજા બે અધિકારીઓ આશિષ ઠક્કર અને આકાશ કુમારની પણ સંડોવણી બહાર આવી છે. આ કેસમાં મુન્દ્રા એસી ઝેડના ડેવલોપમેન્ટ કમિશનરની પણ સંડોવણી બહાર આવી છે. જો કે હજુ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.

આ અંગે ડીઆરઆઈના અધિકારીઓએ જણાવ્યું હતુ કે, ‘મુન્દ્રા પોર્ટ પર વિદેશથી આવેલા 50 બોગસ કંપનીઓના વોલપેપર, સર્જીકલ આઈટમ સહિતની અનેક વસ્તુઓનું ઓવર વેલ્યુએશન કરીને નિયમ મુજબ પેમેન્ટ કરીને બ્લેક મની ભારત બહાર મોકલી દેવામાં આવ્યા હતા. 2023થી 2024 દરમિયાન આ કૌભાંડ કરાયું હતું.

21 હજાર કરોડ રૂપિયાનું બ્લેક મની ભારત બહાર ગયું હોવા છતાં ઈન્કમટેક્સ વિભાગ અને ઈડીના અધિકારીઓને કોઈ જાણ પણ થઈ નથી અને તમામ સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા છે. હાલ ડીઆરઆઈની તપાસ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી ક્લાસ વન અધિકારીઓ આઈઆરએસ અધિકારીઓ જે તે વખતના કસ્ટમના કમિશનર એડિશનલ કમિશનરની સામે પણ કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.

21 હજાર કરોડ રૂપિયાના હવાલા કૌભાંડમાં આઇઆરએસ અધિકારીઓ મોટી સંખ્યામાં લાંચની રકમ લઈને ભારત બહાર બ્લેક બની મોકલવામાં મદદગારી કરી છે તેમ છતાં હજુ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. ડી.આર.આઈ ની તપાસ બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.

આ પણ વાંચો- અમેરિકન કોર્ટે ચીનને ફટકાર્યો 24 અબજ ડોલરનો દંડ; કોરોના વાયરસના તથ્યો છૂપાવવાનો આરોપ

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

  • September 23, 2026
  • 2 views
SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 2 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 4 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 9 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 8 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 8 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ