અમરેલી લેટરકાંડ મુદ્દે રાહુલ ગાંધીની હાજરીમાં જ કોંગ્રેેસનું બીજેપી સાથે ઇલું-ઇલું!

  • India
  • March 10, 2025
  • 0 Comments
  • અમરેલી લેટરકાંડ અંગે કોંગ્રેસ-બીજેપી વચ્ચે થઇ ગયું ઇલું-ઇલું: રાહુલ ગાંધી સાચા ઠર્યા

ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસને આડેહાથે લીધી છે. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ગુજરાત કોંગ્રેસ નિષ્ફળતા વિશે વાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે ગુજરાત કોંગ્રેસમાં રહીને બીજેપીને મદદ કરતાં રહ્યા છે. હવે આ વાત બે દિવસ બાદ જ સાબિત થઈ જતી દેખાઈ રહી છે. વાત જાણે તેમ છે કે ગુજરાતમાં ચગેલો ગંભીર મુદ્દો અમરેલી લેટરકાંડ બાબતે વિધાનસભામાં કાચું કાપવામાં આવ્યું છે.

અમરેલી લેટરકાંડની ચર્ચા ગુજરાત વિધાનસભામાં થવાની હતી. આ મુદ્દે પ્રશ્ન પૂછવાના હતા. પરંતુ થયું શું? પ્રશ્ન પૂછનારા વિપક્ષના નેતાઓ જ ગેરહાજર રહ્યા. સત્ય વાત તે છે કે, જો આ મુદ્દા વિશે વિસ્તારપૂર્વક ગૃહમાં ચર્ચા થઈ હોત અને યોગ્ય પ્રશ્ન પૂછવામાં આવ્યા હોત ઘણા બધા ગંભીર પ્રશ્નોના જવાબ સામે આવી શક્યા હોત. પરંતુ અંતે અમરેલી લેટરકાંડ પર ભીનું સંકેલી લેવામાં આવ્યું છે.

આમ રાહુલ ગાંધીએ બે દિવસ પહેલા ગુજરાતમાં ચાલી રહેલી કોંગ્રેસ-ભાજપની મિલીભગતની વાત કરી છે, તો તેમની હાજરી વખતે જ ગૃહમાં ધારાસભ્યો હાજર નરહીને તેમની વાતને સાચી સાબિત કરી દીધી છે. તો બીજી તરફ બ્હાનું પણ રાહુલ ગાંધીની હાજરીનું જ આપી રહ્યા છે.

અમદાવાદની બે દિવસીય મુલાકાતે આવેલાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની દશાની પોલ ખોલતાં કહ્યું કે, ‘કોંગ્રેસના કેટલાંય નેતા ભાજપ સાથે ભળેલાં છે.’ રાહુલ ગાંધીની આ વાત સાચી ઠરી હતી કેમ કે, વિવાદાસ્પદ અમરેલી લેટરકાંડ મુદ્દે વિધાનસભા ગૃહમાં સરકારને ઘેરવા માટે તક હતી.

લેટરકાંડમાં ખરેખર શું થયું ? તેનો જવાબ જાણવા માટે કોંગ્રેસના નવેક ધારાસભ્યોએ સવાલ પૂછ્‌યા હતાં. સરકારે એક રટણ રટ્યું કે, તપાસ ચાલુ છે. જો કે, એ વાતનો કોઇ ઉલ્લેખ ન હતોકે, નિલિપ્તરાયના રિપોર્ટમાં શું છે? આવા અનેક સવાલોનો જવાબ જાણવા માટે વિપક્ષ પાસે તક હતી.

એવો ગણગણાટ છે કે, રાહુલ ગાંધીના આગમનનુ બહાનુ ધરીને બધાય ધારાસભ્યો ગૃહમાં ગેરહાજર રહ્યા હતાં. કોંગ્રેસના ધારાસભ્યો કહી રહ્યાં હતાંકે, જો વિપક્ષે સ્ટ્રેટેજી ઘડીને ધારાસભ્યોને હાજર રખાયા હોત તો, લેટરકાંડની ઘણી વિગતો બહાર આવી શકી હોત. પાટીદાર દિકરીના નામે વિરોધ પ્રદર્શન કરી કોંગ્રેસ રાજકીય લાભ મળવી શકી હોત. પણ એવુ થયુ નહીં. ગૃહ મંત્રીના ઇશારે કોંગ્રેસના એક ધારાસભ્ય તો હાજર હોવા છતાંય ગૃહમાં જ આવ્યા નહીં.

આમ, લેટરકાંડ મામલે ભાજપ-કોંગ્રેસે ગોઠવણ પાડી હતી જેથી વિધાનસભામાં લેટરકાંડની ચર્ચા થઈ નહીં. પ્રજાના પ્રશ્નો માટે ગૃહમાં આક્રમકતાથી લડીશું એવી વિપક્ષની વાતનો તો ફિયાસ્કો થયો હતો.

આ પણ વાંચો- રાજ્યમાં સ્ત્રી સશક્તિકરણની વાતો વચ્ચે બે યુવતીઓની આત્મહત્યા

  • Related Posts

    Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?
    • June 20, 2026

    Political Defection and Stability: હાલના રાજકીય માહોલમાં સામૂહિક પક્ષપલટાની એક એવી લહેર ચાલી રહી છે, જેણે લોકશાહીના પાયાને હચમચાવી દીધા છે. એકબીજા સાથે જોડાયેલા ત્રણ પ્રશ્નો આજે દરેક નાગરિકના મનમાં…

    Continue reading
    TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?
    • June 20, 2026

    TMC Political Crisis: ૧૪ જૂનના રોજ જ્યારે તૃણમૂલ કોંગ્રેસના ૨૦ બળવાખોર સાંસદો લોકસભા અધ્યક્ષ સમક્ષ પહોંચ્યા, ત્યારે તેઓ માત્ર પોતાની બેઠકો બદલવા નહોતા ગયા, પરંતુ તેઓ પશ્ચિમ બંગાળના એક આખા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

    • June 20, 2026
    • 3 views
    Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

    TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

    • June 20, 2026
    • 6 views
    TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

    Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

    • June 20, 2026
    • 4 views
    Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

    • June 20, 2026
    • 11 views
    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

    Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

    • June 20, 2026
    • 8 views
    Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

    Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

    • June 20, 2026
    • 10 views
    Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ