શાહબાઝ સરકારે લગાવ્યો હાથ-પગ-ધડ વગરનો આરોપ; કહ્યું- ટ્રેન હાઇજેક પાછળ ભારતનો હાથ

  • India
  • March 12, 2025
  • 0 Comments
  • શાહબાઝ સરકારે લગાવ્યો હાથ-પગ-ધડ વગરનો આરોપ; કહ્યું- ટ્રેન હાઇજેક પાછળ ભારતનો હાથ

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મંગળવારે (11 માર્ચ, 2025)ના રોજ બલુચ બળવાખોરોએ પાકિસ્તાનના બલુચિસ્તાન વિસ્તારમાં 450થી વધુ મુસાફરોને લઈ જતી ટ્રેન હાઇજેક કરી લીધી છે. આ આતંકવાદી હુમલા અંગે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે ભારત અને અફઘાનિસ્તાન પર ગંભીર આરોપો લગાવી દીધા છે. તેમના અનુસાર, ભારત-અફઘાનિસ્તાન સાથે મળીને પાકિસ્તાન સામે ષડયંત્ર રચી રહ્યુ છે.

જણાવી દઇએ કે, ટ્રેન હાઇજેક પછી બલૂચ બળવાખોરોએ કેટલાક નાગરિકો, મહિલાઓ અને બાળકોને મુક્ત કર્યા હતા, જ્યારે પાકિસ્તાની સૈન્યના કર્મચારીઓ, ગુપ્તચર એજન્સીના અધિકારીઓ અને સરકારી કર્મચારીઓને બંધક બનાવવામાં આવ્યા હતા. સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને ટ્રેનને પાટા પરથી ઉતારી દીધી છે. બલૂચ બળવાખોરોએ 214 મુસાફરોને બંધક બનાવ્યાનો પણ દાવો કર્યો છે.

ભારત પર પાયાવિહોણા આરોપ

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે બલુચિસ્તાન ટ્રેન હાઇજેક ઘટના અંગે ભારત પર પાયાવિહોણા આરોપો લગાવ્યા છે. રાણા સનાઉલ્લાહે દાવો કર્યો હતો કે ‘આ હુમલા પાછળ ભારતનો હાથ છે.’ ન્યૂઝ એજન્સી ડોન સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, “ભારત આ હુમલાઓ અફઘાનિસ્તાનની અંદરથી સંચાલિત કરી રહ્યું છે.”

જ્યારે ન્યૂઝ એજન્સી ડોનના એન્કરે તેમને પૂછ્યું હતું કે, ‘શું તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલૂચ બળવાખોરો વચ્ચે કોઈ સંબંધ છે?’ શું TTP બલૂચોને ટેકો આપે છે? તો આના જવાબમાં રાણા સનાઉલ્લાહે કહ્યું, ‘ભારત આ બધું કરી રહ્યું છે, તેમાં કોઈ શંકા નથી.’ આ પછી બલૂચ બળવાખોરોને અફઘાનિસ્તાનમાં સુરક્ષિત આશ્રય મળે છે.

‘અફઘાનિસ્તાનમાં બેસીને કરવામાં આવે છે પ્લાનિંગ’

રાણા સનાઉલ્લાહે વધુમાં કહ્યું હતું કે, ‘અફઘાનિસ્તાનમાં બેસીને તેઓ તમામ પ્રકારના કાવતરાં ઘડે છે. પાકિસ્તાનના દુશ્મનો એક્ટિવ છે અને હવે તેના વિશે કોઈ બીજો અભિપ્રાય નથી. આ કોઈ રાજકીય મુદ્દો નથી કે કોઈ એજન્ડાનો ભાગ નથી, પરંતુ એક ષડયંત્ર છે. ભારત પર ગંભીર આરોપો લગાવતા તેમણે કહ્યું, ‘હા, ભારત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલોચ લિબરેશન આર્મી (BLA) બંનેને સમર્થન આપી રહ્યું છે.’

અફઘાનિસ્તાન સરકારને પણ આપી ચેતવણી  

તેણે એવો પણ દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનમાં તેના સુરક્ષિત ઠેકાણા છે, જેના કારણે તેના હુમલાઓ વધી ગયા છે. તાલિબાન સત્તામાં આવ્યા તે પહેલાં તેમને આટલી સ્વતંત્રતા નહોતી પરંતુ હવે તેઓ ખુલ્લેઆમ પોતાની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. રાણા સનાઉલ્લાહે ચેતવણી આપી હતી કે, ‘અમે અફઘાન સરકારને સ્પષ્ટપણે કહ્યું છે કે આ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરે નહીં તો પાકિસ્તાન પોતે કાર્યવાહી કરશે અને તે સ્થળોને નિશાન બનાવશે.’

આ પણ વાંચો- ભૂવનેશ્વર-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેનને કેવી રીતે કરાઇ હતી હાઇજેક?

  • Related Posts

    ગ્યાનેશ કુમાર અને તંત્ર પર પુરતો કાબૂ છતાં બ્રહ્માંડ પુરુષને ફૂટબોલ રમવું પડ્યું!
    • April 28, 2026

    ઝાલ મુડીના ભવ્ય નજરાણાં બાદ મહાપુરુષે મેદાનમાં ફોટો પડાવ્યાં. નરેન્દ્ર મોદી હાલ બે દિવસના સિક્કિમ પ્રવાસ પર છે, પણ પશ્ચિમ બંગાળની ચૂંટણી પર પુરતું ધ્યાન. PM Modi in Sikkim: છેલ્લાં…

    Continue reading
    Mumbai: મુંબઈમાં તરબૂચ ખાધા બાદ એકજ પરિવારના ચાર સભ્યોના ભેદી મોત
    • April 28, 2026

    Mumbai: મુંબઈના બઈના પાયધુની વિસ્તારમાં તરબૂચ આરોગ્યા બાદ એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત થતાં ભારે ચકચાર મચી ગઇ છે.મૃતકોએ રાત્રે બિરયાની ખાધા બાદ તરબૂચ આરોગ્યુ હતું.મુંબઈ પોલીસ સૂત્રોના…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Banaskantha Congress Internal Conflict: વડગામમાં કોંગ્રેસની હાર બાદ રાજકીય ગરમાવો, ટિકિટ વહેંચણી મુદ્દે દિનેશ પરમારના આકરા પ્રહાર

    • April 29, 2026
    • 7 views
    Banaskantha Congress Internal Conflict: વડગામમાં કોંગ્રેસની હાર બાદ રાજકીય ગરમાવો, ટિકિટ વહેંચણી મુદ્દે દિનેશ પરમારના આકરા પ્રહાર

    જનતાનો વિજય તો પરાજય કોનો? સ્થાનિક સરકારોની ચૂંટણી વિશ્લેષણ

    • April 28, 2026
    • 7 views
    જનતાનો વિજય તો પરાજય કોનો? સ્થાનિક સરકારોની ચૂંટણી વિશ્લેષણ

    ચૂંટણી પહેલાંનો પ્રજાનો BJP વિરોધ વધુ એકવાર EVM સુધી ના પહોંચ્યો

    • April 28, 2026
    • 6 views
    ચૂંટણી પહેલાંનો પ્રજાનો BJP વિરોધ વધુ એકવાર EVM સુધી ના પહોંચ્યો

    પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!

    • April 28, 2026
    • 11 views
    પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!

    ગ્યાનેશ કુમાર અને તંત્ર પર પુરતો કાબૂ છતાં બ્રહ્માંડ પુરુષને ફૂટબોલ રમવું પડ્યું!

    • April 28, 2026
    • 9 views
    ગ્યાનેશ કુમાર અને તંત્ર પર પુરતો કાબૂ છતાં બ્રહ્માંડ પુરુષને ફૂટબોલ રમવું પડ્યું!

    Education Department: ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય ; બાળકોને 12 વાગ્યે છોડી મુકવા શાળાઓને આદેશ

    • April 28, 2026
    • 17 views
    Education Department: ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય ; બાળકોને 12 વાગ્યે છોડી મુકવા શાળાઓને આદેશ