
- વડોદરામાં હિટ એન્ડ રન ઘટનામાં એક મહિલાનું મોત; સોશિયલ મીડિયા પર વીડિયો થયા વાયરલ
વડોદરામાં હિટ એન્ડ રનના એક કેસમાં ગઈકાલે રાત્રે નશામાં રહેલા એક કારચાલકે 8 લોકોને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં હેમાલી પટેલ નામની એક મહિલાનું ઓન ધ સ્પોટ ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળી રહેલી માહિતી અનુસાર, ઈજાગ્રસ્તોમાંથી બે લોકોની હાલત ગંભીર છે.
આ અકસ્માત પછી તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. પોલીસે અકસ્માત પછી કરેલી કાર્યવાહીમાં કારચાલક રક્ષિત ચોરસિયા અને તેની પાસે બેસેલા મીત ચૌહાણની ધરપકડ કરી છે. આ બંને ઉત્તર પ્રદેશના વારાણસીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ બંને યુવકો વડોદરામાં જ અભ્યાસ કરે છે.
વડોદરા કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે થયેલ નબીરા દ્વારા ડ્રીંક એન્ડ ડ્રાઈવ અકસ્માતનું લાઈવ સીસીટીવી ફૂટેજ સામને આવ્યા છે.#ourcity #vadodara #gujarat #ourvadodara pic.twitter.com/eNcUDfAIyy
— Our Vadodara (@ourvadodara) March 13, 2025
આરોપી મિત ચૌહાણ તથા રક્ષિત ચોરસિયાએ નશો કરેલો હતો કે નહીં? તે ચકાસવા માટે બન્ને આરોપીના અલગ અલગ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. અકસ્માત કર્યા બાદ આરોપી રક્ષિત એટલો નશામાં ચૂર હતો કે, એ ભાન ભૂલી બેસ્યો હતો. તે ઓન નમ:સિવાયની બૂમો પાડવા લાગ્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે.
Disturbing Visuals
‘ૐ નમઃ સિવાય’ આ શબ્દો છે એ સમયના જ્યારે કોઈના પરિવારના સદસ્યએ વાંક વગર જીવ ગુમાવ્યો છે..
વડોદરાના કારેલીબાગમાં નશાની હાલતમાં પૂરપાટ કાર ચલાવી એમ.એસ યુનિવર્સીટીમાં ભણતા યુવકે 7 લોકોને અડફેટે લીધા હતા!
1 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું! #Vadodara… pic.twitter.com/jU5uT9bhO1
— Sagar Patoliya (@kathiyawadiii) March 13, 2025
મૃતક હેમાલીબેન પટેલ ધુળેટી માટે કલર લેવા નીકળ્યા હતા. આ દરમિયાન અકસ્માત થયો હતો. આ ઉપરાંત હોસ્પિટલમાં 12 વર્ષના જૈની, 35 વર્ષના નિશાબેન, 10 વર્ષની અજાણી બાળકી તેમજ અજાણ્યા 40 વર્ષના વ્યક્તિને સારવાર આપવામાં આવી રહી છે.
આ ઘટનામાં મૃત્યુ પામેલા હેમાલીબેન પટેલના પતિ પુરવ પટેલ (ઉં.વ.36)ની હાલત પણ ગંભીર છે. તેમની હાલ ન્યૂ સર્જીકલ વિભાગમાં સારવાર ચાલી રહી છે.હાલમાં તેમને પેટના ભાગે ફેફસાં અને માથાના ભાગે ઇજા થઈ હોવાથી તેઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.









