Gujarat Drug Seizure: ગુજરાતમાં 10 વર્ષમાં રૂ. 13,939 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 1.74 લાખ કિલોથી વધુ જથ્થો જપ્ત

  • Gujarat
  • November 16, 2026
  • 0 Comments

Gujarat Drug Seizure: ગુજરાતમાં 10 વર્ષમાં રૂ. 13,939 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 1.74 લાખ કિલોથી વધુ જથ્થો જપ્ત
અમદાવાદ, 16 નવેમ્બર 2026
ગુજરાતમાં 10 વર્ષમાં 2015થી 2025-26 સુધીમાં ગુજરાતમાંથી અંદાજે રૂ. 13,939 કરોડની કિંમતનો 1.74 લાખ કિલોગ્રામથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાયો છે. ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાનું કહ્યું પણ સ્થિતી અત્યંત ખરાબ બની છે. દેશના ગૃહ પ્રધાને કહેવું પડે તે ગુજરાતના ગૃહ પ્રધાન વર્ષ સંઘવીની મોટી નિષ્ફળતા છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નવેમ્બર 2026માં અમદાવાદ ખાતેના કાર્યક્રમ દરમિયાન 31 ડિસેમ્બર, 2028 સુધીમાં ગુજરાતને સંપૂર્ણપણે ડ્રગ્સ મુક્ત બનાવવાનો સંકલ્પ જાહેર કર્યો છે. 15 દિવસ પછી 1033 ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર અને ફરિયાદના ત્રણ કલાકમાં કાર્યવાહી કરવાની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો છે. આમ કરવાની હાલત ગુજરાતની થઈ ગઈ છે.

નાગરિકો ડ્રગ્સનું વેચાણ કે પડીકી વેચાતી હોવાની માહિતી આપી શકશે. 3 કલાકની અંદર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. એવી જાહેરાત કરી હતી. જે બતાવે છે કે પોલીસ તંત્ર અને માફિયાઓ સરકારથી કાબુમાં આવ્યા નથી તેથી નાગરોકોને અપીલ કરવી પડે છે.

ડ્રગ્સની લતનો ભોગ બનેલાને ગુનેગાર ગણવાને બદલે સાજા કરવા માટે રાજ્યમાં ખાસ સારવાર અને રિહેબિલિટેશન કેન્દ્રો શરૂ કરવામાં આવશે એવું અમિત શાહે કહેવું પડ્યું છે.

દરિયો વેપારનું કેન્દ્ર
5 વર્ષમાં જપ્તીમાંથી મોટો હિસ્સો રૂ. 13,600 કરોડથી વધુ અને 1.36 લાખ કિલો ડ્રગ્સ) છેલ્લા 5 વર્ષ (2021–2026) દરમિયાન જ પકડાયો છે. આ ઉપરાંત મુદ્રા, કંડલા અને પોરબંદર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાંથી કેન્દ્રીય એજન્સીઓએ હજારો કરોડનું હેરોઈન અને કોકેઈન પણ ઝડપ્યું છે.

5 વર્ષમાં રાજ્યભરમાં NDPS એક્ટ હેઠળ 3,700 થી વધુ કેસ નોંધાયા છે અને તેમાં 5,346 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2015માં માત્ર 72 આરોપી પકડાયા હતા, જે વધીને 2025માં 1,379 સુધી પહોંચ્યા હતા.

વર્ષ 2026ના પ્રથમ 10 મહિનામાં અમદાવાદ પોલીસે ડ્રગ્સના સેવનની લત ધરાવતા અંદાજે 200 યુવાનોને રિહેબિલિટેશન માટે મોકલ્યા હતા.

નોંધાયેલા અને કોર્ટમાં ગયેલા કેસ છેલ્લા 5 વર્ષમાં 3,700 કેસ વર્ષ 2015માં 54 કેસ હતા જે 2025માં વધીને 980 થયા હતા.

ગુજરાત ડ્રગ્સ માફિયાઓનું બજાર બની ગયું છે.

ગુજરાતમાં 20 લાખ લોકો દારૂના બંધાણી છે, જ્યારે બાકીના 20 લાખ લોકો અન્ય નશાના રસ્તે ચડી ગયા છે. ગુજરાતમાં 18 લાખ પુરુષોમાંથી 8 લાખ પુરુષો ચરસ કે અફીણનો અને 3 લાખ પુરુષો ગાંજા કે ભાંગનો નશો કરે છે. રાજ્ય સભામાં રજૂ કરાયેલા ‘નેશનલ સબસ્ટેન્સ યુઝ સર્વે 2023’ મુજબ, ગુજરાતમાં સૌથી વધુ 9 લાખ લોકો પીડાશામક (પેઇનકિલર કે સેડેટિવ્સ) દવાઓનો નશો કરે છે. આ સિવાય 2 લાખથી વધુ મહિલાઓ પણ ગાંજો, ભાંગ કે પીડાશામક દવાની લતે ચડી ચૂકી છે.

દેશભરમાં દારૂ પીનારા 16 કરોડ, ચરસ-ગાંજાના 3.01 કરોડ અને હેરોઇન-સ્મેકનો નશો કરનારા 1.18 કરોડ લોકો છે, પરંતુ ગુજરાત રાજ્ય કક્ષાએ આવી કોઈ સ્પષ્ટ વિગતો જાહેર કરાતી નથી.

ડ્રગ્સના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રાજ્યના તમામ જિલ્લાઓ અને શહેરોમાં આગામી સાત દિવસમાં ‘એન્ટી નાર્કોટિક્સ વિંગ’ શરૂ કરવા આદેશ આપ્યો છે. આ યોજના હેઠળ અમદાવાદ અને સુરતમાં 2-2 તેમજ વડોદરા અને રાજકોટમાં 1-1 યુનિટ ઉપરાંત દરેક જિલ્લા કક્ષાએ 1-1 વિશેષ યુનિટ રચાશે. દરેક યુનિટમાં 1 પીઆઈ, 1 પીએસઆઈ, 2 એએસઆઈ અથવા હેડ કોન્સ્ટેબલ અને 4 કોન્સ્ટેબલ મળીને કુલ 8 સભ્યોની ખાસ ટીમ રહેશે.
આશરે 100 જેટલા ખાનગી રિ-હેબ ડૉક્ટર્સ દર્દીઓ પાસેથી તોસ્તાન ફી વસૂલીને નશા મુક્તિના નામે પોતાનો બિઝનેસ ચલાવી રહ્યા છે. 34 જિલ્લાઓમાં 15 બેડ ધરાવતા ડી-એડિક્શન સેન્ટર કાર્યરત કરાયા છે

3 વર્ષમાં ગુજરાતમાં એનડીપીએસ એક્ટ હેઠળ પકડાયેલા 1348 વ્યક્તિઓ એટલે કે આશરે 24 ટકા લોકો ડ્રગ્સનું સેવન કરવાના ગુનામાં જેલના સળિયા પાછળ ધકેલાયા છે.

ડ્રગ્સનો કઈ વપરાશ રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા જેવા મહાનગરોની શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ અને હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં સિન્થેટિક મીડિયા તથા ડાર્ક વેબના માધ્યમથી ડ્રગ્સનું નેટવર્ક ચાલે છે.
ઓનલાઇન અને ડાર્કવેબમાં ઉપલબ્ધ ડ્રગ્સની હેરાફેરી કારણે ડ્રગ્સની ખરીદી અને વેચાણ માટે નવું માર્કેટ બની ગયું છે.

ડ્રગ્સની હેરાફેરીના કિસ્સાઓમાં 246 લોકો ઝડપાયા હતા. પીનારાઓ વધારે પકડાયા છે.

2022માં ડ્રગ્સની હેરાફેરીના ગુનામાં 528 લોકો અને 2023માં 719 આરોપીઓ પકડાયા. 411 બંધાણીઓ પકડાયા હતા.

ડ્રગ્સના કેસોનું ત્રણ વર્ષનું સરવૈયું
2021માં 200 ગુનામાં 467 ધરપકડ, હેરાફેરી કરનારા 261 સાથે 479 આરોપીઓ પકડાયા હતા.
2022માં 211 ગુનામાં 471 ધરપકડ, હેરાફેરી કરનારા 267 સાથે 528 આરોપીઓ પકડાયા હતા.
2023માં 203 ગુનામાં 411 ધરપકડ, હેરાફેરી કરનારા 358 સાથે 719 આરોપીઓ પકડાયા હતા.
કુલ 614 ગુનામાં 1348 ધરપકડ, હેરાફેરી કરનારા 876 સાથે 1726 આરોપીઓ પકડાયા હતા.

પોલીસ ચોપડે નોંધાયેલા આ આંકડા માત્ર હિમશીલાની ટોચ સમાન છે, વાસ્તવિક સ્થિતિ ઈન્સ્ટન્ટ નશા માટે મેડ્રોન, ચરસ અને કેમિકલ હુક્કા પીનારાઓ વધ્યા છે.

આ પણ વાંચો:

Related Posts

SD Pay Scam: ગુજરાતમાં SD Pay એપનું ₹1,211 કરોડનું કૌભાંડ, 6.52 લાખથી વધુ લોકો સાથે છેતરપિંડીનો આરોપ
  • November 7, 2026

SD Pay Scam: ગુજરાતના અમરેલીમાં SD Pay નામની ડિજિટલ પેમેન્ટ એપના નામે દેશભરમાં મોટું રોકાણ કૌભાંડ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, મલ્ટી-લેવલ માર્કેટિંગ (MLM) અને પિરામિડ સ્કીમ દ્વારા 6.52…

Continue reading
Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nikhil Gupta Pannun Assassination: પન્નૂ હત્યા ષડયંત્ર કેસમાં નીખિલ ગુપ્તાને 24 વર્ષની જેલની માગ, બચાવ પક્ષે 12 વર્ષની સજા માટે અપીલ કરી

  • November 16, 2026
  • 2 views
Nikhil Gupta Pannun Assassination: પન્નૂ હત્યા ષડયંત્ર કેસમાં નીખિલ ગુપ્તાને 24 વર્ષની જેલની માગ, બચાવ પક્ષે 12 વર્ષની સજા માટે અપીલ કરી

Gujarat Drug Seizure: ગુજરાતમાં 10 વર્ષમાં રૂ. 13,939 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 1.74 લાખ કિલોથી વધુ જથ્થો જપ્ત

  • November 16, 2026
  • 4 views
Gujarat Drug Seizure: ગુજરાતમાં 10 વર્ષમાં રૂ. 13,939 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 1.74 લાખ કિલોથી વધુ જથ્થો જપ્ત

ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલાં Cockroach Janta Party નો દેશભરમાં વિસ્તાર, 10 વિસ્તારોમાં ઝોનલ પ્રભારીઓની નિમણૂક

  • November 16, 2026
  • 5 views
ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલાં Cockroach Janta Party નો દેશભરમાં વિસ્તાર, 10 વિસ્તારોમાં ઝોનલ પ્રભારીઓની નિમણૂક

West Bengal SIR Controversy: પશ્ચિમ બંગાળમાં SIR દરમિયાન 16.10 લાખ મતદારો સામે અપીલ કોણે દાખલ કરી? જવાહર સરકારે ચૂંટણી અધિકારીને પૂછ્યા સવાલ

  • November 15, 2026
  • 3 views
West Bengal SIR Controversy: પશ્ચિમ બંગાળમાં SIR દરમિયાન 16.10 લાખ મતદારો સામે અપીલ કોણે દાખલ કરી? જવાહર સરકારે ચૂંટણી અધિકારીને પૂછ્યા સવાલ

Yogi Adityanath Bulldozer Statement: યોગી અક્ષમ મુખ્યમંત્રી છે, તેથી ‘બુલડોઝર’ તેમની ઓળખ બની ગયું છે!

  • November 15, 2026
  • 4 views
Yogi Adityanath Bulldozer Statement: યોગી અક્ષમ મુખ્યમંત્રી છે, તેથી ‘બુલડોઝર’ તેમની ઓળખ બની ગયું છે!

Fake Court Order Scam: ફરજી હાઈકોર્ટના આદેશથી 129 વેબસાઇટ બ્લોક, PMOએ દૂરસંચાર સચિવને બોલાવી માગ્યો જવાબ

  • November 15, 2026
  • 5 views
Fake Court Order Scam: ફરજી હાઈકોર્ટના આદેશથી 129 વેબસાઇટ બ્લોક, PMOએ દૂરસંચાર સચિવને બોલાવી માગ્યો જવાબ