સુરતમાં વધુ એક શર્મશાર કરતી ઘટના; 6 વર્ષની બાળકી સાથે દૂષ્કર્મ

  • સુરતમાં વધુ એક શર્મશાર કરતી ઘટના; 6 વર્ષની બાળકી સાથે દૂષ્કર્મ

સુરતમાં વધુ એક શર્મશાર કરતી ઘટના સામે આવી છે. સુરતમાં કાકાએ ભત્રીજી સાથે દૂષ્કર્મ કરીને ગર્ભવતી કરવાના સમાચાર લખાયા જ છે, તેટલી વારમાં વધુ એક હેવાનિયતની ઘટના સામે આવી છે. 14 માર્ચે રાતના સમયે કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટની બની છે. રાત્રિ દરમિયાન પરિવાર સાથે સૂતેલી બાળકીને અપહરણ કરી થોડી દૂર લઈ જઈ આરોપીએ પોતાની હવસનો શિકાર બનાવી હોવાના સમાચાર મળી રહ્યા છે.

વધુ મળી રહેલી માહિતી અનુસાર, હવશનો શિકાર પોતાની હવશ સંતોષ્યા પછી લોહીલુહાણ હાલતમાં બાળકીને ફરીથી માતા પાસે છોડી ફરાર થઈ ગયો હતો. બાળકી ભયભીત અવસ્થામાં માતા પાસે જઈને ફરી સૂઈ ગઈ હતી. સવારે માતાએ ઊઠીને બાળકીની હાલત જોતાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકીને ગંભીર ઇજાઓ સાથે સ્મિમેર હોસ્પિટલ ખસેડાતાં તબીબોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી, જેથી કતારગામ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે.

હાલમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીનું સ્મિમેર હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ગાયનેક વિભાગ અને સર્જરી વિભાગના અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા તાત્કાલિક સર્જરી હાથ ધરવામાં આવી છે. બાળકીની સ્થિતિ ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે. બાળકીનું ચિકિત્સકો સતત નિરીક્ષણ કરી રહ્યા છે.

જ્યારે બીજા દિવસે સવારે એટલે કે 15 માર્ચે માતા જાગી ત્યારે બાળકી લોહીલુહાણ હાલતમાં દેખીને ચોંકી ગઈ હતી. માતાએ જ્યારે પૂછ્યું તો બાળકીએ માતાને કહ્યું, – કોઈ કાકા મને લઈ ગયા હતા. તે પછી માતા-પિતા તરત જ બાળકીને લઈને સ્મિમેર હોસ્પિટલ દોડી ગયાં હતાં, જ્યાં તબીબોએ તેની હાલત જોઈને પોલીસને જાણ કરી હતી. બાળકીના પિતા દ્વારા કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ તપાસમાં લોકલ પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ ગઈ છે.

આ પણ વાંચો- સુરતમાં કાકા-ભત્રીજીનો સંબંધ શર્મશાર; કાકાએ 16 વર્ષની ભત્રીજીને કરી ગર્ભવતી

Related Posts

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!
  • June 18, 2026

Gujarat Teachers Protest: ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષણ જગતમાંથી પણ સરકાર સામે મોટો બળવો શરૂ થયો છે. રાજ્યભરના હજારો પ્રાથમિક શિક્ષકો હાલ TET (Teacher Eligibility Test) પરીક્ષામાંથી મુક્તિની માંગ…

Continue reading
Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!
  • June 18, 2026

Gir Illegal Lion Show Veraval: ગીરના એશિયાટિક સિંહોની સુરક્ષાના ગર્વભેર દાવાઓ વચ્ચે વેરાવળમાં એક એવી ઘટના સામે આવી છે જેણે વન વિભાગની કામગીરી અને રાજકીય આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 2 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 5 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 7 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 7 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 9 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

  • June 18, 2026
  • 7 views
Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો