
UP News: રવિવારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મણિ રામદાસ કેમ્પ ખાતે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ દ્વારા કરવામાં આવી હતી. ટ્રસ્ટે સભામાં આવક અને ખર્ચનો અહેવાલ રજૂ કર્યો હતો. રામ જન્મભૂમિ સંકુલ માટે 5 વર્ષમાં રુ. 2150 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. મંદિરના નિર્માણ પાછળ જ 1200 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 5 વર્ષમાં ટ્રસ્ટે સરકારને 400 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે ટ્રસ્ટની રચના 5 ફેબ્રુઆરી, 2020 ના રોજ કરવામાં આવી હતી. 28 ફેબ્રુઆરી, 2025 સુધીના 5 વર્ષમાં, ટ્રસ્ટના ખાતામાંથી વિવિધ સરકારી એજન્સીઓને 396 કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે. જીએસટી સ્વરૂપે સરકારને રુ. 272 કરોડ મળ્યા છે. સરકારી ખાતામાં 39 કરોડ રૂપિયાનો ટીડીએસ જમા થયો છે. 14 કરોડ રૂપિયાના લેબર સેસ એકત્રિત કરવામાં આવ્યા છે. પીએફ, ઇએસઆઈ પર લગભગ 7.4 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
સરકારને 14.90 કરોડની રોયલ્ટી ચૂકવાઈ
વીમા પોલિસી માટે 4 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જન્મસ્થળનો નકશો મંજૂર કરાવવા માટે 5 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. અયોધ્યામાં જમીન ખરીદી છે. ખરીદીની રકમ પર સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે. આ માટે લગભગ 29 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. વીજળીના બિલના રૂપમાં 10 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. સરકારને રોયલ્ટી તરીકે 14.90 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. પથ્થર, કાંકરી અને ગ્રેનાઈટ જ્યાંથી આવ્યા તે સ્થળની સરકારને રોયલ્ટી પણ ચૂકવવામાં આવી છે.
આ પણ વાંચોઃ Bihar News: પોલીસને લોકોએ માર માર્યો, પથ્થમારો કરતાં ઘણા ઈજાગ્રસ્ત, એકનું માથુ ફૂટ્યું
આ પણ વાંચોઃ Rajkot: કારચાલકે બે વાહનોને ટક્કર મારી, 1નું મોત, બાળકી સહિત બે ગંભીર
આ પણ વાંચોઃ મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું નિધન, લાંબા સમયથી બીમાર હતા |Arvind Singh Mewar Death
આ પણ વાંચોઃ Ahmedabad: મંદિર બચાવવા લડતાં પૂજારીએ ગળાફાંસો ખાધો, પુત્રના ગંભીર આક્ષેપ







