
- કચ્છમાં જોવા મળ્યો અદ્દભૂત આકાશી નજારો; જોત-જોતામાં રાત દિવસમાં પરિણમી
25 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાતના આકાશમાં પાંચ ગ્રહો—બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ—એક જ ક્ષેત્રમાં સંરેખિત થયા હતા, જેને ‘ગ્રહોની પરેડ’ કહેવામાં આવે છે. આ દુર્લભ અવકાશીય ઘટના રાજ્યભરમાં અવલોકન કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવી હતી, જ્યાં લોકો ટેલિસ્કોપ દ્વારા આ નજારો નિહાળી શક્યા હતા. જોકે, હાલમાં કચ્છમાં 16 માર્ચની રાત્રે એક લાઈટનો ચમકારો જોવા મળ્યો હતો. આ ચમકારો એવો હતો કે, રાત પણ દિવસમાં બદલાઈ ગઈ હતી.
પૃથ્વી પર આવતા ઉલ્કાપિંડો (meteoroids) બળીને ખાખ થઈ જાય છે, તે આપણે જાણીએ છીએ. તો પણ જણાવી દઈએ કે, પૃથ્વીની વાયુમંડળમાં પ્રવેશતા જ ઘર્ષણ (friction) અને હવામાં સંકોચન (compression) કારણે ભારે ગરમી (30,000-70,000 km/h) ઉત્પન્ન કરે છે. આ તાપમાન 1,650°C (3,000°F) અથવા વધુ થઈ શકે છે, જે ઉલ્કાને બળી જવામાં મજબૂર કરે છે.
કચ્છમાં દેખાયેલો આકાશી નજારો પણ કંઈક આવું જ દર્શાવે છે. એક થોડી જ સેકન્ડો માટે થયેલો લીસેટો જોવા મળ્યો હતો. આ એક ઉલ્કા પૃથ્વી સામે ખેંચાઈ આવી હતી પરંતુ તે બળીને ખાક થઈ ગઈ હતી. તેનો પ્રકાશ પૃથ્વી પર પથરાઈ ગયો હતો.
જણાવી દઈએ કે, 22 ફેબ્રુઆરી 2020ના રોજ, ગુજરાતના આકાશમાં એક તેજસ્વી અગનગોળો જોવા મળ્યો હતો, જે અવકાશી કાટમાળ (સ્પેસ ડેબ્રી) પૃથ્વીની તરફ આવતા સમયે બળી રહ્યો હતો. આ ઘટના કચ્છથી લઈને કપરાડા અને જામનગરથી હિંમતનગર સુધીના વિસ્તારોમાં જોવા મળી હતી.
કચ્છ જિલ્લામાં ભુજથી લઈ ભચાઉ અને લખપત સુધીમાં વહેલી સવારે 3.12 વાગ્યે કેટલીક ક્ષણો માટે આકાશમાં અચાનક ચમકારો જોવા મળ્યો હતો. ચોમાસાની વીજળી ચમકે એવી રીતે જ થોડી સેકન્ડ માટે ચમકારો થયો હતો. સમગ્ર વિસ્તારમાં રાત્રે અચાનક દિવસ જેવું અજવાળું પથરાઈ ચૂક્યું હતું.
નજરે જોનારા લોકોએ આ અંગે જણાવ્યું હતું કે, ઉનાળાની ઋતુને કારણે ઘણા લોકો અગાસીમાં સૂતા હતા. આ દરમિયાન આકાશમાં કેટલીક ક્ષણો માટે અચાનક ચમકારો થયો હતો. આ ઘટનાથી લોકોમાં ડરનો માહોલ પણ ફેલાયો હતો. સીસીટીવીના દ્રશ્યો જોતાં અંદાજ લગાવી શકાય છે કે ઉલ્કા પ્રમાણમાં થોડા મોટા કદની હશે. વર્ષો અગાઉ લખપત નજીક લુણા પાસે રચાયેલું મોટું સરોવર એ ઉલ્કાપાતનું જ પરિણામ છે. મોટા કદની ઉલ્કા ખાબકતાં જમીન પર મોટો ખાડો પડી ગયેલો.
13 થી 23 નવેમ્બર 2022: ઉલ્કા વર્ષા
નવેમ્બર 2022માં ગુજરાતના આકાશમાં ત્રણ અલગ-અલગ ઉલ્કા વર્ષા ઘટનાઓ નોંધાઈ હતી.
- 13 નવેમ્બરે ઋષભ ઉલ્કા વર્ષા
- 18 નવેમ્બરે સિંહ ઉલ્કા વર્ષા
- 23 નવેમ્બરે બ્રહ્મહ્દય ઉલ્કા વર્ષા
આ અવકાશીય ઘટનાઓ દરમિયાન રાત્રિના આકાશમાં ઉલ્કાઓના વરસાદ જેવો નજારો જોવા મળ્યો હતો, જેને લોકો અંધકારમય સ્થળોમાં વધુ સ્પષ્ટતા સાથે નિહાળી શક્યા હતા.