અમદાવાદમાંથી નકલી હોસ્પિટલ અને ડોક્ટર ઝડપાયો, જાણો વધુ | Fake hospital

  • India
  • March 19, 2025
  • 0 Comments

Fake Hospital in Ahmedabad: ગુજરાતમાં નકલી વસ્તુઓ, નકલી કોર્ટ, અધિકારીઓ, કચેરીઓ વગેરે ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે આ વખતે હવે અમદાવાદમાંથી આખી હોસ્પિટલ નકલી ઝડપાઈ છે.  શહેરના નરોડા વિસ્તારમાંથી નોંધણી વિના થ્રી સ્ટાર નકલી હોસ્પિટલ ઝડપાઈ છે. એટલું જ નહી બોગસ ડૉક્ટરે એ.એમ.સી.નું નકલી સર્ટિફિકેટ પણ મેળવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અને છેતરપિંડી કરતો હોવાના આરોપ લાગ્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે કેટલાંક લોકોનો જીવ લીધા બાદ આ નકલી હોસ્પિટલ ઝડપાઈ છે. પોલીસે તપાસનો દોર શરુ કર્યો છે.

મળતી જાણકારી અનુસાર અમદાવાદના નરોડા વિસ્તારમાં ધમેન્દ્ર ઉર્ફે સંજય પટેલ નામનો શખ્સ નકલી ડૉક્ટર બની થ્રી સ્ટાર હોસ્પિટલ નામથી હોસ્પિટલ ચલાવતો હતો. તેણે નકલી દસ્તાવેજ, ડુપ્લીકેટ સહી-સિક્કા અને એ.એમ.સી.ના નકલી સર્ટિફિકેટના આધારે બોગસ હોસ્પિટલ ઉભી કરી હતી.  આ હોસ્પિટલમાં આઇ.સી.યુ. અને ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હતા. આ ઉઅરાંત ગુજરાત મેડિકલ કાઉન્સિલના ઇસ્યૂ થયેલા નંબર દુરપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે વીમા કંપનીએ તપાસ કરી હતી. દર્દીઓને ખોટી રીતે દાખલ કરી મેડિક્લેઈમ મંજૂર કરાવવામાં આવતા હતા. વીમા કંપનીઓ સાથે છેતરપિંડી કરવા માટે બોગસ સહી સિક્કા અને લેટરપેડ બનાવવામાં આવ્યા હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જે બાદ હોસ્પિટલ અંગે વધુ ખૂલાસા થયા છે. ત્યારે હવે પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

આ પણ વાંચોઃ  Uttar Pradesh: રુસ્તમ ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના, વિદેશમાં નેવી મર્ચનું કામ કરતાં પતિની પ્રેમી સાથે મળી પત્નીએ કરી હત્યા

આ પણ વાંચઃ સુનિતા વિલિયમ્સ સહિત 4 અવકશાયાત્રી ધરતી પર સુરક્ષિત ઉતર્યા | Sunita Williams Return

આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદમાં કારચાલકે પોલીસકર્મીઓને કચડી નાખાવાનો પ્રયાસ કર્યો

આ પણ વાંચોઃ Anand: આણંદમાં બેદરકારી દાખવતી 3 રેસ્ટોરન્ટ્સ સીલ, બહારનું ખાતા પહેલા ચેતજો

Related Posts

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ
  • August 7, 2025

 EC-BJP: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે એક ખાસ પત્રકાર પરિષદ યોજી ભાજપ અને ચૂંટણીપંચની પોલ ખોલી નાખતાં દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક-એક પુરાવા સાથે રાહુલ ગાંધીએ બતાવ્યા છે. આ…

Continue reading
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?
  • August 7, 2025

Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 7 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

  • August 7, 2025
  • 10 views
Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

  • August 7, 2025
  • 26 views
Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં  છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા

  • August 7, 2025
  • 36 views
Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના  જામીન લંબાવ્યા

Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

  • August 7, 2025
  • 21 views
Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

  • August 7, 2025
  • 43 views
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ