
- PM મોદીએ સુનિતા વિલિયમ્સને શુભેચ્છા પાઠવી તો પવન ખેરાએ 2007ની અપાવી યાદ
પીએમ મોદીએ પોતાના પત્રમાં સુનિતા વિલિયમ્સની સિદ્ધિઓની પ્રશંસા કરતાં એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમને લખ્યું કે, “1.4 અબજ ભારતીયો તમારી સિદ્ધિઓ પર ગર્વ અનુભવે છે. તમે હજારો માઇલ દૂર હોવા છતાં અમારા હૃદયની નજીક છો. ભારતના લોકો તમારા સારા સ્વાસ્થ્ય અને મિશનની સફળતા માટે પ્રાર્થના કરે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે “તમારા પાછા ફર્યા બાદ અમે તમને ભારતમાં જોવા માટે આતુર છીએ. ભારત માટે તેની એક પ્રતિષ્ઠિત પુત્રીનું સ્વાગત કરવું આનંદની વાત હશે.”
તે ઉપરાંત સુનિતા વિલિયમ્સ ધરતી ઉપર પરત ફર્યા ત્યારે પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. પરંતુ હવે પીએમ મોદી વિપક્ષના નિશાને આવી ગયા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના અધ્યક્ષ પવન ખેરાએ પીએમ મોદી દ્વારા સુનિતા વિલિયમ્સને પાઠવેલી શુભેચ્છાઓ અને લખેલા પત્રને લઈને પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમને પીએમ મોદીના મુખ્યમંત્રી હતા તે સમયગાળાને યાદ કર્યો હતો. તો આવો જાણીએ પવન ખેરાએ શું કહ્યું…
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ એક્સ પર ખુબ જ લાંબી ટિપ્પણી કરી છે. જે નીચે મુજબ આપવામાં આવી છે. તેમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની પુત્રી સુનિતા વિલિયમ્સનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે. તે થવું પણ જોઈએ, પરંતુ આ સ્વાગત 2007 અને 2013 માં તેમની ભારત મુલાકાતોથી સંપૂર્ણપણે અલગ લાગે છે. જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે સુનિતા વિલિયમ્સ પ્રત્યે તેમનું વલણ ઉત્સાહજનક નહોતું.
જ્યારે સુનિતા વિલિયમ્સ 2007માં ભારત આવ્યા અને તેમના વતન ગામ ઝુલાસણ (ગુજરાત) ની મુલાકાત લીધી ત્યારે સમગ્ર દેશ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. પરંતુ ગુજરાત સરકારે આ ઐતિહાસિક સિદ્ધિને ગંભીરતાથી લીધી નહતી. રાજ્ય સરકારે પણ તેમના માનમાં કોઈ મોટા કાર્યક્રમનું આયોજન કર્યું ન હતું. આનું એક મુખ્ય કારણ તેમની કૌટુંબિક પૃષ્ઠભૂમિ હતી, સુનિતા વિલિયમ્સ ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાના સંબંધી છે. હરેન પંડ્યા તત્કાલીન મુખ્યમંત્રી મોદીની નીતિઓના કટ્ટર વિરોધી હતા અને 2003માં શંકાસ્પદ સંજોગોમાં તેમની હત્યા કરવામાં આવી હતી.
आज प्रधानमंत्री नरेन्द्र मोदी भारत की बेटी सुनीता विलियम्स का भव्य स्वागत कर रहे हैं। करना भी चाहिए, लेकिन यह स्वागत उनकी 2007 और 2013 की भारत यात्राओं से बिल्कुल अलग लग रहा है। जब मोदी गुजरात के मुख्यमंत्री थे, तब उनका रवैया सुनीता विलियम्स के प्रति उत्साहजनक नहीं था।
2007 में… pic.twitter.com/eosrudbghY
— Pawan Khera 🇮🇳 (@Pawankhera) March 19, 2025
2013માં જ્યારે સુનિતા વિલિયમ્સ ફરી એકવાર ભારત આવ્યા ત્યારે ગુજરાત સરકારનું વલણ એવું જ રહ્યું. તે સમયે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, પરંતુ તેમણે સુનિતા વિલિયમ્સના સ્વાગત માટે કોઈ ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું ન હતું. એવું લાગતું હતું કે મોદી સરકારે જાણી જોઈને સુનિતા વિલિયમ્સની સિદ્ધિઓને અવગણી હતી કારણ કે તે હરેન પંડ્યાના પરિવારની હતી અને તેમના પરિવારે પંડ્યાની હત્યાની નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી.
પરંતુ હવે, જ્યારે મોદી વડાપ્રધાન છે, ત્યારે તેમનું વલણ પણ બદલાયું હોય તેવું લાગે છે. આજે તેઓ ભારતમાં સુનિતા વિલિયમ્સનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે. સુનિતાએ એક એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે જેના પર દરેક ભારતીયને ગર્વ થશે. તે એટલી મોટી વ્યક્તિત્વ બની ગઈ છે કે હવે મોદીજી ઇચ્છે કે ન ઇચ્છે, તેમને તેમનું સ્વાગત કરતો પત્ર લખવો પડ્યો.
આપણે બધા ભારતીયો સુનિતા વિલિયમ્સનો તે સમયે પણ આદર કરતા હતા અને આજે પણ કરીએ છીએ. ફરી સ્વાગત છે, સુનિતા!
આ પણ વાંચો- હરેન પંડ્યા એક્સ પર થઈ રહ્યાં છે ટ્રેન્ડ; PM મોદીનો સુનિતા વિલિયમ્સને લખેલો પત્ર જવાબદાર