ગુજરાત હાઇકોર્ટને મળ્યા 8 નવા ન્યાયાધીશો, કોને મળ્યું સ્થાન? | Gujarat High Court

Gujarat High Court: મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટમાં 8 નવા ન્યાયાધીશને નિમણૂક કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કોલેજિયમની બેઠક 19 માર્ચે યોજાઈ હતી, જેમાં જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંત પણ હાજર રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે લિયાકથુસૈન શમસુદ્દીન પીરઝાદા, રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી, જયેશ લખનશીભાઈ ઓડેદરા, પ્રણવ મહેશભાઈ રાવલ, મૂળચંદ ત્યાગી, દીપક મનસુખલાલ વ્યાસ, ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ અને રોહનકુમાર કુંદનલાલ ચૂડાવલની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

ગુજરાત હાઈકોર્ટનું સંખ્યાબળ 32 થી 40 થશે

હાલ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 32 છે, જો આ વધુ 8 ન્યાયમૂર્તિઓની નિમણૂક થતાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓનું કુલ સંખ્યાબળ 40નું થશે.

પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં ત્રણ કાયમી ન્યાયાધીશો

કોલેજિયમે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પણ કાયમી ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ સુમિત ગોયલ, ન્યાયાધીશ સુદિપ્તિ શર્મા અને ન્યાયાધીશ કીર્તિ સિંહની નિમણૂકની ભલામણ કરી છે.

છત્તીસગઢ હાઈકોર્ટના ત્રણ ન્યાયાધીશોનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો

આ ઉપરાંત કોલેજિયમે જસ્ટિસ સચિન સિંહ રાજપૂત, જસ્ટિસ રાધાકિશન અગ્રવાલ અને જસ્ટિસ સંજય કુમાર જયસ્વાલને છત્તીસગઢ હાઈકોર્ટમાં વધારાના ન્યાયાધીશ તરીકે વધુ એક વર્ષ માટે જાળવી રાખવાની ભલામણ કરી છે.

આ પણ વાંચોઃ Mehsana: જમીનમાં હયાતી હક દાખલ કરવા લાંચ લેતાં સર્કલ ઓફિસર ઝડપાયો, બહુચરાજીમાં બની ઘટના

આ પણ વાંચોઃ સૌરભનું કાપેલું માથુ લઈ મુસ્કાન બોયફ્રેન્ડ સાથે સૂઈ રહી, મેરઠ હત્યાકાંડનું ભયાનક સત્ય | Saurabh murder case

આ પણ વાંચોઃ ભર ઉનાળે કચ્છમાં ચોમાસાનો માહોલ, કમોસમી વરસાદ પડતાં ખેડતો ચિંતત |Unseasonal Rain Gujarat

આ પણ વાંચોઃ એક પાકિસ્તાની નાગરિક ભારતના વિઝા વગર મુંબઈ પહોંચ્યો; કાયદેસર રીતે 6 કલાક રોકાયો

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 5 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 5 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 5 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

  • September 22, 2026
  • 6 views
Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

Jamui harassment Viral Video: કોઈ નેતાની દીકરી સાથે આ દુર્વ્યવહાર થયો હોત તો? શું આ નાની-મોટી (છૂટક) ઘટના માનવામાં આવત?

  • September 22, 2026
  • 8 views
Jamui harassment Viral Video: કોઈ નેતાની દીકરી સાથે આ દુર્વ્યવહાર થયો હોત તો? શું આ નાની-મોટી (છૂટક) ઘટના માનવામાં આવત?

Modi Birthday Celebration: મોદીના જન્મદિવસના ભવ્ય કાર્યક્રમો પર BJPની અંદરથી જ સવાલ, ‘જનભાગીદારી અપેક્ષા મુજબ રહી નહીં’

  • September 22, 2026
  • 6 views
Modi Birthday Celebration: મોદીના જન્મદિવસના ભવ્ય કાર્યક્રમો પર BJPની અંદરથી જ સવાલ, ‘જનભાગીદારી અપેક્ષા મુજબ રહી નહીં’