
Gujarat Weather: હાલ ઉનાળાની ગરમીએ લોકોને તપાવી નાખ્યા છે. રાત્રે ઠંડી તો બપોરે ઉકળતો તાપ લોકોને સ્વાસ્થ્યને ભારે અસર કરી રહ્યો છે. બેવડી ઋતુને કારણે લોકો બિમારીમાં સપડાઈ રહ્યા છે. તેવામાં હવામાન વિભાગની આગહી છે કે આજથી ગુજરાતનું તાપમાન વધુ ઊંચુ જશે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ગુજરાતમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતા લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડશે. આગામી 5 દિવસ આ વધારો યથાવત્ રહેશે. જ્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમ ભેજયુક્ત પવનોને કારણે બફારો અનુભવવો પડશે.
મહત્વનું છે કે થોડા દિવસોથી ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી હતી. ત્યારે હવે ફરી ગરમીએ માથુ ઊચકવા તૈયાર થઈ ગઈ છે. જેથી લૂ પણ લાગી શકે છે. થી ભરબપોરે કોઈ કામ વગર બહાર નીકળવું ટાળવું જોઈએ.
આજે કેટલું રહેશે તાપમાન?
આજે કેટલાક જિલ્લાઓમાં 40 ડિગ્રીની આસાપસા મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ આણંદ, ભરૂચ, બોટાદ, ખેડા, મોરબી, નર્મદા,રાજકોટ,સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, જામનગર, કચ્છ, મહીસાગર, નવસારી, સાબરકાંઠા, પંચમહાલ, સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ Anand: પાલિકા કારોબારી ચેરમેનની પત્ની અને સોશિલય મિડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ પટેલનું મોત
આ પણ વાંચોઃ Anand: સરદારના નામે લાભ લેતાં એકેય ધારાસભ્ય કરમસદ અંગે કેમ ન બોલ્યા?
આ પણ વાંચોઃ Rajkot Crime: આરોપી ભૂવાએ મહિલાના મોતનો દોષ માતાપિતા પર નાખ્યો, વાંચો વધુ
આ પણ વાંચોઃ Gujarat: મુખ્યમંત્રી કહે છે પહેલા અરજદારનું કામ કરો! તો નડિયાદમાં મહિલાને 25 ધક્કા કેમ ખડાવ્યા?