
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણ પર કોમેડિયન કુણાલ કામરાના મજાકે ચકચાર મચાવી દીધી છે. કામરાએ નામ લીધા વિના આડકતરી રીતે ડેપ્યુટી CM એકનાથ શિંદેને ગદ્દાર કહ્યા હતા. જે બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મુંબઈના MIDC પોલીસ સ્ટેશનમાં કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. મહારાષ્ટ્રના રાજકારણમાં આરોપ-પ્રત્યારોપોનો દોર શરૂ થઈ ગયો છે. કુણાલ કામરા પાસેથી તાત્કાલિક માફીની માંગ કરવામાં આવી છે.
Maharashtra ❤️❤️❤️ pic.twitter.com/FYaL8tnT1R
— Kunal Kamra (@kunalkamra88) March 23, 2025
રવિવારે સોશિયલ મીડિયા પર કોમેડિયન કુણાલ કામરાનો એક વીડિયો સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વીડિયોમાં કુણાલ કામરાએ કોઈનું નામ લીધા વિના, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને દેશદ્રોહી કહ્યા. આ પછી શિવસેનાના કાર્યકરો મુંબઈમાં ધ યુનિકોન્ટિનેન્ટલ ઓફિસ પહોંચ્યા અને તોડફોડ કરી હતી.
ચહેરો કાળો કરવાની ધમકી
શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલે કુણાલ કામરાને ધમકી આપી છે. જો તેઓ જાહેરમાં ક્યાંય જોવા મળશે, તો અમે તેમનું મોઢું કાળું કરીશું… અમે આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવીશું અને અમારા રાજ્યના ગૃહમંત્રીને વિનંતી કરીશું કે તેઓ તેમની સામે વહેલી તકે કાર્યવાહી કરે.
‘શિવસૈનિકો તેમને તેમનું સ્થાન બતાવી દેશે’
પાર્ટીના નેતાઓએ કામરાને ભાડે રાખેલા હાસ્ય કલાકાર કહ્યા. મ્હસ્કેએ કહ્યું કે કુણાલ કામરા એક ભાડે રાખેલો કોમેડિયન છે, અને તે થોડા પૈસા માટે અમારા નેતા પર ટિપ્પણી કરી રહ્યો છે. મહારાષ્ટ્રની વાત તો છોડી દો, કુણાલ કામરા ભારતમાં ક્યાંય મુક્તપણે જઈ શકતો નથી. શિવસૈનિકો તેમને તેમનું સ્થાન બતાવી દેશે. અમને સંજય રાઉત અને શિવસેના (UBT) માટે દુ:ખ છે કે તેમની પાસે અમારા નેતા પર ટિપ્પણી કરવા માટે કોઈ પાર્ટી કાર્યકર્તા કે નેતા બચ્યા નથી તેથી તેઓ તેમના (કુણાલ કામરા) જેવા લોકોને નોકરી પર રાખી રહ્યા છે.
વિરોધ પક્ષને કુણાલને ટેકો
વિપક્ષે કુણાલ કામરાનો બચાવ કર્યો અને હુમલાની નિંદા કરી. શિવસેના-યુબીટી નેતા અને ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ કહ્યું, ‘મિંધે (શિંદે) ની કાયર ગેંગે એક કોમેડી શોનું સ્ટેજ તોડી નાખ્યું હતું. જ્યાં કોમેડિયન કુણાલ કામરાએ એકનાથ મિંધે પર ગીત ગાયું હતું.’ આ 100 ટકા સાચું હતું.
આ પણ વાંચોઃ Rajkot: નમકીન કંપનીમાં ભયંકર આગ, આગના પગલે મેજર કોલ જાહેર
આ પણ વાંચોઃ વિક્રમ ઠાકોરની વાત સાથે સુપર સ્ટાર હિતેનકુમાર સહમત નથી, જાણો શું કર્યા ગંભીર આક્ષેપ? | Hiten kumar:
આ પણ વાંચોઃ Ahmedabad: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી વખતે ક્રેન તૂટી, બેને ઈજાઓ, ટ્રેન વ્યવહાર ઠપ