Gandhinagar: આરોગ્યકર્મીઓનું આંદોલન 8મા દિવસે યથવાત, જુઓ શું છે સ્થિતિ?

Gandhinagar: ઘણા સમયથી આરોગ્યકર્મીઓ પોતાની માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે હવે આરોગ્યકર્મીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. આરોગ્યકર્મીઓએ હડતાળ પર ઉતરી ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. તેમની માગો પૂર્ણ નહીં થાય ત્યા સુધી તેઓ અચોક્કસ મુદ્દત સુધી હડતાળ પર રહેશે. માગણીઓને આરોગ્યમંત્રી રુષિકેશ પટેલ ગેરવ્યાજબી ગણાવી હતી. જેથી ક્યાયને ક્યા આ નિવેદનનો પણ આરોગ્યકર્મીમાં રોષ જોવા મળી રહ્યો છે.

આજે આરોગ્યકર્મીઓના હડતાળનો 8 મો દિવસ છે. આરોગ્યકર્મીએ 19 માર્ચથી ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. સરકારે હડતાળના દિવસનો પગાર કાપવાની ચીમકી પણ ઉચ્ચારી છે, છતાં આરોગ્ય કર્મચારીઓ અડગ રહ્યાં છે. આજે સોમવારે વધુ 33 જીલ્લાના કર્મચારીઓ ગાંધીનગરમાં ધામા નાખશે અને વિરોધ પ્રદર્શન કરશે. આરોગ્ય સંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી ગયા છે. ધીમે ધીમે જીલ્લાભરમાંથી આરોગ્યકર્મીઓ આવી રહ્યા છે. તો બીજી તરફ પોલીસ બંદોબસ્ત ચાપતો ગોઠવાયો છે. બીજી તરફ આરોગ્યકર્મીઓની હડતાળથી દર્દીઓને મુશ્કેલીઓ પડી રહી છે. રોજે રોજ આવતાં દર્દીઓને હોસ્પિટલના ધક્કા ખાવાના વારા આવ્યા છે.

આરોગ્યમંત્રીનું માંગને શું કહ્યું હતુ?

આરોગ્યકર્મીઓની હડતાળના મામલે આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલે નિવેદન આપતાં કહ્યું છે કે ‘આરોગ્યકર્મીઓની આ હડતાળ ગેરવ્યાજબી છે. હું તેમને અપીલ કરું છું કે આ હડતાલ વહેલી તકે સમેટી લેવામાં આવે, નહીંતર સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડશે.’

આરોગ્યકર્મીઓની શું માગણી?

મુખ્ય માંગણીઓમાં MPHW, FHW, MPHS, FHS, TMPH, THV અને જિલ્લાકક્ષાના આરોગ્ય સુપરવાઈઝર કેડરનો ટેક્નિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ-પે સુધારણા સામેલ છે. ટેક્નિકલ ગ્રેડ, ખાતાકીય પરીક્ષા રદ કરવા અને પગાર વિસંગતતા દૂર કરવાની માગ છે.

આ પણ વાંચો: મોઢું કાળું કરી તારી જગ્યા બતાવીશું… કુણાલ કામરાની કોમેડી પર મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું, કેવું ગીત ગાયું હતુ જુઓ

આ પણ વંચોઃ Kunal Kamra: ‘ગદ્દાર નજર વો આયે’… કોમેડિયને એકનાથ શિંદે પર ગીત બનાવતાં શિવસેના ગુસ્સે, સ્ટુડિયોમાં તોડફોડ

આ પણ વાંચોઃ Rajkot: નમકીન કંપનીમાં ભયંકર આગ, આગના પગલે મેજર કોલ જાહેર

આ પણ વાંચોઃ વિક્રમ ઠાકોરની વાત સાથે સુપર સ્ટાર હિતેનકુમાર સહમત નથી, જાણો શું કર્યા ગંભીર આક્ષેપ? | Hiten kumar:

Related Posts

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?
  • August 7, 2025

Bhavnagar: ભાજપના નેતાએ જ ‘BJP હટાવો દેશ બચાવો’ લખાણ ફેસબૂક પર પોસ્ટ કરતાં ખળભળાટ મચ્યો છે. આ મામલે ભાજપ નેતા યોગેશભાઈ બદાણીએ ખૂલાસો કર્યો છે. જાણો તેમણે શું કહ્યું? ભાવનગર…

Continue reading
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!
  • August 7, 2025

High Court: ગુજરાત હાઇકોર્ટમાં એક જૂની અપીલના કેસમાં ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં ખેડા પોલીસ અને સરકારી વકીલની કચેરી વચ્ચેના સંકલનના અભાવે ન્યાયિક પ્રક્રિયાને ગંભીર રીતે અસર કરી છે. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

  • August 7, 2025
  • 10 views
Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

  • August 7, 2025
  • 10 views
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • August 7, 2025
  • 12 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 29 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

  • August 7, 2025
  • 14 views
Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 36 views
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!