
Gandhinagar: ગાંધીનગરમાં 10 દિવસથી વ્યાયામ શિક્ષકો કાયમી થવા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જો કે સરકાર તેમનો અવાજ સંભળાઈ રહ્યો નથી. વ્યાયામ શિક્ષકો પોતાની પડતર માગણીઓને 17 માર્ચથી આંદોલન કરી રહ્યા છે. ત્યારે આજે સત્યાગ્રહ છાવણી છોડી તેઓ સચિવાલય તરફ પહોંચવાનો પ્રાયસ કર્યો છે. જો કે આંદોલનકારીઓ પહોંચે તે પહેલા તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. કેટકલાંક આંદોલનકારીઓને ઈજાઓ થઈ છે.
ગાંધીનગરમાં 10 દિવસથી આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકોએ સત્યાગ્રહ છાવણી છોડી સચિવાલય તરફ કૂચ કરવા નક્કી કર્યું હતુ. જો કે શિક્ષકોને ગેટ નંબર 1 તરફ જાય તે પહેલાં પોલીસે ઝડપી લીધા હતા. આ દરમિયાન આંદોલન કરનારા વ્યાયામ શિક્ષકો રોષ જોવા મળ્યો હતો. ઘર્ષણ દરમિયાન મહિલાઓના કપડાં ફાટી ગયા છે. તેમને વાગ્યું છે. ઘણા પુરુષ આંદોલનકારીઓ સાથે પોલીસે મારામારી કરી છે. જેમાં ઘણાને વાગ્યું છે. કેટલાંકને લોહી પણ નીકળું ગયું છે. મહિલાઓને પણ વાગ્યું છે. ત્રણ જેટલી મહિલાઓને હોસ્પિટલમાં ખસેડાઈ હોવાની માહિતી મળી રહી છે.
બીજી તરફ હવે વ્યાયામ શિક્ષકો લડી લેવાના મૂડમાં છે. તેઓ કહી રહ્યા છે કે અમે અમારો ન્યાય લીધા વિન ગાંધીનગર નહીં છોડીએ. ભલે સરકાર કે પોલીસ જુલમ ગુજારે.
વ્યાયામ શિક્ષકોની શું માગણીઓ છે?
કાયમી ભરતી:
વ્યાયામ શિક્ષકોની સૌથી મોટી માગણી એ છે કે રાજ્ય સરકારે છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરી નથી. તેઓ ઇચ્છે છે કે સરકાર કાયમી નોકરીઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરે, જેથી તેમને નોકરીની સુરક્ષા મળે.
નોકરીમાંથી છૂટા ન કરવા:
હાલમાં ઘણા વ્યાયામ શિક્ષકો કરાર આધારિત (કોન્ટ્રાક્ટ બેઝ્ડ) નોકરીઓમાં છે. તેઓનો આરોપ છે કે 11 મહિના પૂરા થાય તે પહેલાં બિનજરૂરી રીતે અને કોઈ સત્તાવાર પરિપત્ર કે માહિતી વિના, મૌખિક રીતે તેમને છૂટા કરી દેવામાં આવે છે. તેઓ માગે છે કે આ પ્રથા બંધ થાય અને તેમની નોકરી સુરક્ષિત રહે.
નિયમિત પગાર અને લાભો:
કરાર આધારિત શિક્ષકોને ઘણીવાર નિયમિત પગાર, પેન્શન, અને અન્ય સરકારી લાભો મળતા નથી. તેઓ ઇચ્છે છે કે તેમને કાયમી શિક્ષકોની જેમ સમાન વેતન અને સુવિધાઓ આપવામાં આવે.
પારદર્શિતા અને સંવાદ:
વ્યાયામ શિક્ષકોનું કહેવું છે કે તેમની સાથે સરકાર દ્વારા પૂરતો સંવાદ થતો નથી. તેઓ માગે છે કે તેમની સમસ્યાઓ સાંભળવામાં આવે અને નિર્ણયોમાં પારદર્શિતા રાખવામાં આવે.
આ પણ વાંચોઃ સરકાર પર દબાણ આવ્યા બાદ કલાકારોનું સન્માન! આને સન્માન કે અપમાન કહેવાય? | Honoring Gujarati artists
આ પણ વાંચોઃ CBI Raid: ED પછી CBIના ભૂપેશ બઘેલના ઘરે દરોડા, સમર્થકો ગુસ્સે, કાર્યવાહી વિરુદ્ધ સૂત્રોચ્ચાર
આ પણ વાંચોઃ Panchmahal: જંગલમાંથી 30 વર્ષિય મહિલાનો મૃતદેહ મળ્યો, લાશ પાસે ફુલ અને શ્રીફળ