Vyara: બોલો અહીં ખેડૂતોએ ખેતરમાં જવા ટોલ ચૂકવવો પડે છે, ભારે વિરોધ (VIDEO)

Vyara: ગઈકાલથી વ્યારાના માંડળ ટોલ નાકા પર સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે.જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. આજે પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યુ છે. વ્યારાથી સોનગઢની વચ્ચે આવેલા માંડળ ટોલ પ્લાઝા પર સ્થાનિકો અને આસપાસના ગામના લોકો સાથે ટોલ વસૂલી કરતાં લોકો રોષે ભરાયા છે. કોઈ ખેડૂતને વાહન લઈ પોતાના ખેતરમાં જવું હોય તો પણ ટોલ ચૂકવવો પડે છે. જેને લઈ હવે ટોલ નાબૂતી માટે લોકો ભારે વિરોધ પર ઉતર્યા છે.

તાપી જીલ્લાના સોનગઢ તાલુકાના માંડળ ગામે આવેલા ટોલ પ્લાઝાના સંચાલકો દ્વારા ટોલનાકાથી 20 કિમીના એરિયામાં આવતાં વિસ્તારના વાહન ચાલકો પાસે ટોલ ફી વસૂલાઈ રહી છે. જેથી ટોલ ઉઘરાણું બંધ કરવા સ્થાનિકો ટોલ પર વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે સોનગઢના માંડળ ટોલ પ્લાઝા પર વાહન ચાલકો પાસે મસ મોટી ટોલ ફી લેવામાં આવે છે. એમાં વળી ટોલનાકુ બનાવતી વખતે જેમણે પોતાની જમીન ગુમાવી છે તેની પાસેથી પણ ટોલ ફી અને મંથલી પાસ સ્વરૂપે નાણાં વસૂલ કરવામાં આવી રહ્યાં છે.

ગઈકાલે બુધવારે જિલ્લાના સ્થાનિક લોકોએ સોનગઢ તાલુકામાં આવેલ માંડળ ટોલનાકનો ઘેરાવો કરી માંડલ ટોલનાકાના મેનેજર ઉપેન્દ્ર ચૌહાણ વિરુદ્ધ નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક લોકોની માગ છે કે અમને ટોલમાંથી મુક્તિ આપમાં આવે. બીજા ટોલનાકાઓ પર સ્થાનિકોને ટોલથી મુક્તિ હોય છે. તો અમારે પણ 20 કિમીના અંતરમાં મુક્તિ જોઈએ. અમારા પોતાના ખેતરે જવું હોય તો પણ ટોલ ચૂકવવો પડે છે. જેથી અમારી માગનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે.

આ વિરોધ પ્રદર્શનમાં  પૂર્વ સાંસદ અમરસિંહ ઝેડ ચૌધરી રસ્તા પર સુઈને વિરોધ નોંધાવ્યો હતો તેમની સાથે સ્થાનિકો માંડળ ટોલના સત્તાધીશોનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં.

આ પણ વાંચોઃ Valsad: ભત્રીજાએ બળાત્કાર ગુજારી કાકીને મારી નાખી, સળેલી લાશ મળી

આ પણ વાંચોઃ US: ટ્રમ્પના અધિકારીઓની મોટી ભૂલ, એપમાંથી ગૃપ્ત માહિતી લીક, જુઓ VIDEO

આ પણ વાંચોઃ Kheda: ઠાસરામાં પાણી નહીં અપાય તો ખેડૂત આંદોલન!, 2500 વીઘાના પાકને નુકસાનની ભીતી

આ પણ વાંચોઃ Gandhinagar: 2100થી વધુને છૂટા કર્યા પણ આરોગ્ય કર્મચારીઓ અડગ, હડતાળનો 11મો દિવસ

આ પણ વાંચોઃ 30 એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ, યુટ્યુબર્સનેને નો એન્ટ્રી, VIP દર્શન બંધ, 9 લાખ શ્રદ્ધાળુઓની નોંધણી

 

  • Related Posts

    Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
    • September 21, 2026

    Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

    Continue reading
    Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
    • September 21, 2026

    Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

    • September 25, 2026
    • 5 views
    GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

    CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

    • September 25, 2026
    • 5 views
    CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

    Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

    • September 25, 2026
    • 7 views
    Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

    IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

    • September 25, 2026
    • 7 views
    IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

    Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

    • September 25, 2026
    • 10 views
    Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

    ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

    • September 25, 2026
    • 6 views
    ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો