
અમદાવાદના ઉષ્માનપુરામાં એક મકાન ધરાશાયી થવાની એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં 6 લોકો મકાનના કાટમાળમાં દટાયા હોવાની માહિતી સામે આવી રહી છે. આ મકાન કેમ ધરાશીયા થયું છે તે અંગે હજું માહિતી સામે આવી નથી.
મળી રહેલી જાણકારી અનુસાર, ફાયર બ્રિગેડ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ છે. આ દરમિયાન યુદ્ધના ધોરણે કામગીરી કરીને ત્રણ લોકોને કાટમાળમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે, તો અન્ય ત્રણ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.








