Jamanagar: 4 બાળકો સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યું, તમામના મોત

Jamanagar Sucide News: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં  માતાએ 4 બાળકો સાથે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગયો છે. ભરવાડ પરિવારની એક મહિલા કે જેણે પોતાના નાના 4 માસુમ સંતાનો સાથે કૂવામાં છલાંગ લગાવી સામૂહિક આપઘાત કરી લીધો છે. આપઘાતથી પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં રહેતી ભાનુબેન જીવાભાઇ ટોરીયા નામની 32 વર્ષની ભરવાડ મહિલાએ ઘર કંકાસના કારણે ઘર પાસેના કૂવામાં 4 સંતાનો સાથે ઝંપલાવી આપઘાત કરી લીધો છે. મૃતક બાળકોમાં આયુષ (ઉંમર10) આજુ (ઉંમર વર્ષ 8) આનંદી (ઉંમર વર્ષ 4) તેમજ ઋત્વિક (ઉંમર વર્ષ 3)નો સમાવેશ થાય છે. આ ચારેય બાળકોને લઈ મહિલાએ કૂવામાં ઝંપલાવી સામૂહિક આપઘાત કરી લીધો છે.  ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગોય છે. જ્યારે ભરવાડ પરિવારમાં ગમગીની છવાઈ હતી. આ ઘટના ગઈકાલે બની હતી.

આપઘાતની જાણ થવાથી ગામ લોકોએ એકત્ર થઈને તમામ મૃતદેહોને એક પછી એક પાણીમાંથી બહાર કઢાવ્યા હતા. જે બનાવ અંગે પોલીસને જાણકારી મળતાં ધ્રોલની પોલીસ સુમરા ગામે પહોંચી ગઈ હતી, અને પાંચેય મૃતદેહોને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં પહોંચાડયા હતા, જયાં પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ બનાવને લઈને ધ્રોલ પોલીસ દ્વારા પરિવાર તથા અન્ય ગ્રામજનો વગેરેના નિવેદનો લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે

આ પણ વાંચોઃ લોકસભા બાદ રાજ્યસભમાં પણ વક્ફ બીલ પાસ, હવે રાષ્ટ્રપતિની સહી જરુરી | Waqf Bill

આ પણ વાંચોઃ લોકસભા બાદ રાજ્યસભમાં પણ વક્ફ બીલ પાસ, હવે રાષ્ટ્રપતિની સહી જરુરી

આ પણ વાંચોઃ SURAT: સતત રત્નકલાકારોના આપઘાત, નાણામંત્રી કનુ દેસાઈ અને સીઆર પાટીલ કેમ ચૂપ? |  jewelers Suicide

આ પણ વાંચોઃ ‘તે મારો પતિ હશે…’ યુઝવેન્દ્ર ચહલ સાથે ડેટિંગની અફવાઓ વચ્ચે આર.જે. મહવાશે વીડિયો શેર કર્યો | Yuzvendra Chahal

  • Related Posts

    Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
    • June 19, 2026

    Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

    Continue reading
    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
    • June 18, 2026

    Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

    • June 19, 2026
    • 2 views
    Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

    TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

    • June 19, 2026
    • 5 views
    TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

    Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

    • June 19, 2026
    • 8 views
    Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

    Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

    • June 19, 2026
    • 9 views
    Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

    • June 18, 2026
    • 10 views
    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

    Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

    • June 18, 2026
    • 6 views
    Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?