
NZ vs PAK Player Injured: ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ODI શ્રેણીની ત્રીજી મેચમાં એક ચોકનારી ઘટના ઘટી છે. અહીં બે ઓવલ ખાતે રમાયેલી મેચમાં પાકિસ્તાની બેટ્સમેન ઇમામ ઉલ હક ગંભીર રીતે ઘાયલ થયો હતો. રન માટે દોડતી વખતે ન્યૂઝલેન્ડના ખેલાડીએ એક થ્રો કર્યો જે સીધો તેના હેલ્મેટ પર વાગ્યો અને બોલ તેની અંદર ઘૂસી ગયો હતો. જેના કારણે તેના ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હતી. બોલ તેના પર વાગતાની સાથે જ તે તરત જ જમીન પર પડી ગયો હતો. તેને એટલો દુખાવો થતો હતો કે તેને એમ્બ્યુલન્સમાં મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો.
રમત બંધ કરવી પડી
— urooj Jawed 🥀 (@cricketfan95989) April 5, 2025
ઇમામ ઉલ હક સાથે આ ઘટના પાકિસ્તાનની ઇનિંગ દરમિયાન ત્રીજી ઓવરમાં બની હતી. તેણે વિલિયમ ઓ’રોર્કના બોલ પર ઓફ સાઈડ પર રમીને સિંગલ રન માટે દોડ્યા હતો. તે દરમિયાન ફિલ્ડરે ઇમામ તરફ બોલ ફેંક્યો અને બોલ તેના હેલ્મેટમાં જઈ જબરજસ્ત રીતે ટકરાયો હતો. જેથી બોલ હેલમેટમાં પણ ઘૂસી ગયો હતો. આ પછી તે જમીન પર પગ ટેકી દીધા હતા. તેણે તરત જ બોલ કાઢ્યો અને તેના જડબાને પકડીને આડો થઈ ગયો હતો. એવું લાગે છે કે બોલ તેના જડબામાં વાગ્યો છે. તેની હાલત જોઈને અન્ય ખેલાડીઓ દોડી આવ્યા હતા. ડોક્ટરોની ટીમ પણ દોડી આવી હતી. ઇમામને જોતાં એવું લાગતું ન હતું કે ઈજા ગંભીર હતી. તબીબી ટીમે ઘાયલ બેટ્સમેનને એમ્બ્યુલન્સમાં મેદાનની બહાર લઈ ગઈ હતી. જેથી થોડા સમય માટે ક્રેકિટ મેચ અટકાવવી પડી હતી.
ઉસ્માન ખાને તેમનું સ્થાન લીધું
જ્યારે ઇમામ ઉલ હક આઉટ થયો, ત્યારે ઉસ્માન ખાનને કોન્કશનના વિકલ્પ તરીકે લાવવામાં આવ્યો હતો. નિયમો મુજબ, ટીમ ઘાયલ ખેલાડી જગ્યાએ તેના જેવા જ બીજા બેટ્સબેનને રમવા માટે મેદાનનામાં ઉતારી શકે છે. ઇમામની જેમ, ઉસ્માન ખાન પણ એક બેટ્સમેન છે. તેણે મેચમાં 17 બોલમાં 12 રનની ઇનિંગ રમી હતી.
આ પણ વાંચોઃ Manoj Kumar: ‘ભારત કુમાર’ના અંતિમ સંસ્કાર, તેમની કેવી રહી ફિલ્મી દુનિયા?
આ પણ વાંચોઃ Khambhat: દંપતિના ઝઘડામાં પ્રેમી વચ્ચે પડ્યો: પ્રેમીએ પતિને ગૃપ્તાંગમાં લાતો મારી પતાવી દીધો
આ પણ વાંચોઃ Banaskantha: ખેતરમાંથી વીજ કરંટ લાગતા મહિલા સહિત 2 બાળકોના મોત
આ પણ વાંચોઃ અંકલેશ્વર GIDCમાં મોટી આગ ભભૂકી, બે કંપનીઓના પ્લાન્ટમાં કરોડોનું નુકસાન