
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદ પડી શકે છે. આજથી 29 ડિસેમ્બર સુધી અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના છે.
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. પંચમહાલ સહિત વલસાડ સુધી વરસાદ પડી શકે છે. 26થી 28 ડિસેમ્બર સુધી વરસાદ પડી શકે છે. હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે.
માવઠાની આગાહીને લઈ જસદણ માર્કેટ યાર્ડની જાહેરાત
માવઠાની આગાહીને લઈ રાજકોટના જસદણ માર્કેટમાં શેડમાં જગ્યા હોય ત્યાર સુધી જ જણસીઓ ઉતારાશે તેવી જાહેરાત કરાઈ છે. 26,27,28 તારીખે ખેડૂતોએ પોતાની જણસી ઢાંકીને લાવવાની પણ કહેવાયું છે. ખુલ્લી જગ્યામાં પડેલી ખેડૂતોની જણસી ઉપાડી લેવા સૂચના છે. ખેડૂત-વેપારીઓની જણસી ના પલળે તે માટે નિર્ણય લેવાયો છે.