‘મુર્શિદાબાદમાંથી 400 હિંદુઓ ઘરો છોડી ભાગ્યા’, વક્ફને લઈને હિંસા | West Bengal Violence

  • India
  • April 13, 2025
  • 1 Comments

West Bengal Violence: પશ્ચિમ બંગાળમાં વક્ફ બીલ કાયદો બની જતાં હિંસા ફાટી નીકળી છે. પશ્ચિમ બંગાળમાં હિંસા બેકાબૂ બની છે. મુસ્લીમો વક્ફ કાયદોના ભારે વિરોધ કરી રહ્યા છે. આ હિંસામાં 3 લોકોના મોત છે. ઘણા જાહેર વાહનોમાં આગ ચાંપી દેવામાં આવી છે. હિંસામાં હિંદુઓ પર હુમલા થયા છે. ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ રવિવારે (13 એપ્રિલ, 2025) દાવો કર્યો છે કે વક્ફ કાયદા પર થયેલી હિંસા બાદ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના ધુલિયાનમાં 400 થી વધુ હિન્દુઓ ઘર છોડી સ્થળાંતર કર્યુ છે.

સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર તુષ્ટિકરણની રાજનીતિનો આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું છે કે મમતા બેનર્જીની પાર્ટીએ કટ્ટરપંથી તત્વોને પ્રોત્સાહન આપ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા તેમણે કહ્યું, “ધાર્મિક રીતે પ્રેરિત કટ્ટરપંથીઓના ડરથી, મુર્શિદાબાદના ધુલિયાંના 400 થી વધુ હિન્દુઓને નદી પાર કરીને પાર લાલપુર હાઇ સ્કૂલ, દેવનાપુર-સોવાપુર જીપી, વૈષ્ણવનગર, માલદામાં આશ્રય લેવાની ફરજ પડી હતી.” આ પોસ્ટમાં તેણે કેટલાક લોકોના ફોટા અને વીડિયો પણ શેર કર્યા છે.

&

ફોટા અને વીડિયોમાં લોકોએ શું દાવો કર્યો?

ભાજપના નેતાએ જે લોકોના ફોટા અને વીડિયો શેર કર્યા છે તેમાંથી એકે દાવો કર્યો છે કે તેમનું ઘર બળીને ખાખ થઈ ગયું હતું અને પોલીસ અધિકારીઓએ કંઈ મદદ કરી નહીં અને સ્થળ પરથી ભાગી ગયા. ભાજપે વિસ્તારમાં તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) તેમજ જિલ્લા અને રાજ્ય પોલીસને લોકોના સુરક્ષા પુરી પાડવા કહ્યું છે.

સુવેન્દુ અધિકારીએ કહ્યું, “હું જિલ્લામાં તૈનાત કેન્દ્રીય અર્ધલશ્કરી દળો, રાજ્ય પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રને વિનંતી કરું છું કે તેઓ આ વિસ્થાપિત હિન્દુઓનું સુરક્ષિત વળતર સુનિશ્ચિત કરે અને આ જેહાદી આતંકવાદથી તેમના જીવનનું રક્ષણ કરે. બંગાળ સળગી રહ્યું છે. સામાજિક તાંતણું તૂટી ગયું છે. બસ, બસ.”

પોલીસે કહ્યું – પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે

પશ્ચિમ બંગાળ પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે મુર્શિદાબાદમાં વક્ફ (સુધારા) કાયદાને લઈને થયેલી હિંસામાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે. ઘણા વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી અને જો પોલીસનું કહેવું છે કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે.

આ પણ વાંચોઃ

Jaat Box Office Collection Day 3: સની દેઓલ બોક્સ ઓફિસ પર ચમક્યો, ફિલ્મની કમાણીમાં સતત ત્રીજા દિવસે વધારો

Sabarkantha: પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીધી, માતા-પિતાનું મોત, 3 બાળકોની હાલત નાજૂક

Narmda: સાપે ડંખ મારતાં 10 કિમી સુધી ઝોળીમાં યુવકને લઈ જવો પડ્યો, આ છે ગુજરાતીની સ્થિતિ?

Waqf પર દેશભરમાં બબાલ, રાજકીય ખેંચતાણ, CM યોગીએ કોંગ્રેસ પર નિશાન સાધી શું કહ્યું?

Related Posts

Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!
  • December 15, 2025

Congress Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસે મોદી સરકાર સામે મોરચો માંડ્યો છે અને આ તકે ‘વોટ ચોર ગદ્દી છોડ’ બેનર હેઠળ રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા…

Continue reading
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
  • December 13, 2025

H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

  • December 15, 2025
  • 10 views
Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

  • December 15, 2025
  • 12 views
FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

  • December 15, 2025
  • 8 views
Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

  • December 15, 2025
  • 16 views
Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શુ કહ્યું?

  • December 14, 2025
  • 22 views
MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી  શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શુ કહ્યું?

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

  • December 14, 2025
  • 22 views
Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત