
US: ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસની 111 વર્ષ જૂની પરંપરા બદલી નાખી છે. વ્હાઇટ હાઉસ દ્વારા મીડિયા નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે માત્ર ડોનાલ્ડ ટ્રમ્પના પસંદગીના પત્રકારો જ સવાલ કરી શકશે. નવી નીતિ હેઠળ, બ્લૂમબર્ગ, રોઇટર્સ અને એસોસિએટેડ પ્રેસ જેવી આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓને હવે વ્હાઇટ હાઉસ પ્રેસ પૂલમાંથી બાકાત રાખવામાં આવી છે. હવે આ સમાચાર એજન્સીઓને પ્રેસ પૂલમાં કાયમી જગ્યા મળશે નહીં. જ્યારે ટ્રમ્પ જેને ઈચ્છે તે જ પત્રકારને જવાબ આપી શકે છે.
પસંદગીના પત્રકાર પ્રશ્નો પૂછશે
વ્હાઇટ હાઉસના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા, આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠનોએ તેને પ્રેસ કવરેજને નિયંત્રિત કરવાનો પ્રયાસ ગણાવ્યો છે, જે સ્વતંત્ર પત્રકારત્વ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને અસર કરી શકે છે. નવી નીતિ હેઠળ, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ હવે નક્કી કરશે કે કયો પત્રકાર અથવા મીડિયા સંગઠન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રશ્નો પૂછી શકે છે. આ નીતિ વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસ, પ્રેસ બ્રીફિંગ રૂમ અને રાષ્ટ્રપતિના ખાસ વિમાન ‘એરફોર્સ વન’માં પણ લાગુ પડશે.
વ્હાઈટ હાઉસે શું આપ્યું કારણ
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે તેમની ટીમ હવે દરરોજ પ્રેસ પૂલના સભ્યોની પસંદગી કરશે. તેમણે કહ્યું કે તેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સંદેશ લોકો સુધી યોગ્ય રીતે પહોંચાડવાનો અને પ્રેસ પૂલમાં દરેક મુદ્દા પર નિષ્ણાતોને સ્થાન આપવાનો છે. વ્હાઇટ હાઉસના આ નિર્ણયને પ્રેસની સ્વતંત્રતા પર હુમલો માનવામાં આવી રહ્યો છે. એપી, રોઇટર્સ અને બ્લૂમબર્ગ જેવી સમાચાર એજન્સીઓએ જણાવ્યું હતું કે અમારા સમાચાર દરરોજ અબજો લોકો સુધી પહોંચે છે. સરકારના આ પગલાથી જનતાનો સ્વતંત્ર અને સચોટ માહિતીનો પોતાનો સ્ત્રોત પસંદ કરવાનો અધિકાર છીનવાઈ જશે.
આ પણ વાંચો:
Amerli: નારણ કાછડિયાની બે કારમાંથી સાંસદની નેમપ્લેટ 7 દિવસમાં દૂર કરો, નહીં તો આંદોલન…!
UP: પ્રેમમાં પડેલા સાસુ-જમાઈ પોલીસ સમક્ષ હાજર, કહ્યું હવે અમે બંને….
Surat reconstruction: કાપોદ્રામાં કિશોરની હત્યા કરનાર નશાખોર પ્રભુનું રિકન્સ્ટ્રક્શન
Junagadh: અકસ્માતમાં ત્રણ યુવકના મોત, એક સાથે 3 જનાજા નીકળ્યા