
Ahmedabad: અમદાવાદમાં એક ચોરીનો આરોપી બે પોલીસના કબજામાંથી ફરાર થઈ જતાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. ASI કલ્પેશકુમાર અને LRD મોતીભાઈ મોમાભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોલા સિવિલમાંથી આરોપી ફરાર થઈ ગયો હતો. સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો?
ગત 3 માર્ચે અમદાવાદ, સેટેલાઈટ વિસ્તારમાં આવેલા વૃદાંવન બંગલોમાં સોના-ચાંદી અને રોકડ મળી 45 લાખની ચોરી થઈ હતી. આ ચોરીની ઘટના બાદ એલસીબી, સેટેલાઈટ પોલીસ સહિતના ઉચ્ચ પોલીસઅધિકારીઓએ તપાસ હાથ ધરે છે. જો કે ચોર છેલ્લા દોઢ મહિનાથી મળી રહ્યો ન હતો.
આખરે પોલીસને બાતમીથી ખબર પડે છે કે જે શખ્સે ચોરી કરી છે તે મહેસાણામાં છે. ત્યારે પોલીસ ત્યા પહોંચે છે અને આરોપીની ધરપકડ કરી અમદાવાદ લાવે વે છે. તેની નામની પૂછપરછ કરતાં અર્જુન રાજપૂત(ઉ.વ. 26) જણાવે છે. તેણે કબૂલાત કરી હતી કે 50 કરતા વધુ ચોરીને અંજામ આપ્યા છે. તેની પાસેથી 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે.
ત્યારબાદ તેને રાત્રે મેડિકલ તપાસ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. જ્યાં બે પોલીસકર્મીને ચકમો આપી ફરાર થઈ જાય છે. ડોક્ટર પાસે સહીં સિક્કા કરાવા જતાં આરોપી એકલો હોવાથી ભાગી ગયો હતો. જેથી ડીસીપી સફિન હસને બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જાણવા મળી રહ્યું છે કે હોસ્પિટલમાં એક પોલીસકર્મી રાત પડી ગઈ હોવાથી બીજા પોલીસકર્મીને આરોપીને સોંપી જતો રહ્યો હતો. જેથી ફરજમાં ચૂક કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ
શું ગુજરાત DRUGSનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે?
Gujarat: ભાજપના ભ્રષ્ટાચાર સામે બોલી ન શકતી કોંગ્રેસ ચૂંટણી જીતી શકે?
Vadodara: ભાજપના કાર્યકરોએ જ પ્રમુખને ધોઈ નાખ્યા, પૂતળાને બદલે પ્રમુખ માર ખાઈ ગયા