Bengaluru: વિંગ કમાન્ડર અને પત્ની પર હુમલો, લોહીથી લથપથ થઈ ગયા, કમાન્ડરે શું કહ્યું?

  • India
  • April 21, 2025
  • 4 Comments

Attack on Wing Commander in Bengaluru: કર્ણાટકની રાજધાની બેંગલુરુથી એક શરમજનક ઘટના સામે આવી છે. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર આદિત્ય બોઝ અને તેમની પત્ની સ્ક્વોડ્રન લીડર મધુમિતા પર બેંગલુરુમાં જાહેરમાં હુમલો કરાયો છે. બંને અધિકારીઓ સીવી રમણ નગર સ્થિત DRDO કોલોનીથી એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં મારામારી થઈ છે. વિંગ કમાન્ડર બોઝે એક વીડિયો શેર કરીને સમગ્ર ઘટનાની માહિતી આપી છે. પોલીસે વિંગ કમાન્ડર આદિત્ય બોઝની પત્નીની ફરિયાદ પર FIR નોંધી આરોપીની ધરપકડ કરી છે.

વિંગ કમાન્ડરે શું કહ્યું?

વાયુસેનાના વિંગ કમાન્ડર બોઝના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટના 18 એપ્રિલના રોજ બની હતી. આ દિવસે વિંગ કમાન્ડર અને તેમની પત્ની સી.વી. રમણ નગરમાં DRDO થી એરપોર્ટ જઈ રહ્યા હતા. આ દરમિયાન, એક બાઇક ચાલકે કથિત રીતે તેમની કાર રોકાવી અને કન્નડ ભાષામાં અપશબ્દો બોલી હુમલો કર્યો હતો.

બોઝે વધુમાં કહ્યું જ્યારે બાઇકચાલકે અમારી કાર પર DRDO લખેલું જોયું ત્યારે મામલો વધુ વણસી ગયો હતો. તે વ્યક્તિએ વિંગ કમાન્ડર અને તેની પત્ની પર અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. જ્યારે વિંગ કમાન્ડર કારમાંથી બહાર આવ્યા, ત્યારે બાઈકચાલકે કથિત રીતે તેમના માથા પર ચાવી વડે માર માર્યો હતો, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. આ પછી રસ્તામાં તેના મળતિયા પણ આવી ગયા હતા અને બોઝ પર હુમલો કર્યો હતો. તેમાંથી એકે પથ્થર ઉપાડ્યો અને વિંગ કમાન્ડરના માથામાં મારી દીધો હતો. ત્યારબાદ વિંગ કમાન્ડર બોઝે એક વીડિયો રેકોર્ડ કર્યો જેમાં તેમનો ચહેરો અને ગરદન લોહીથી લથપથ હતા.

સેના જવાનો સાથે પણ આ કેવું વર્તન?

વીડિયોમાં વિંગ કમાન્ડર આદિત્ય બોઝે કહ્યું કે તે ઘટનાસ્થળે ઊભો હતો અને બૂમો પાડી રહ્યો હતો કે લોકો સશસ્ત્ર દળોના સભ્ય સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે? રાષ્ટ્રની સેવા કરવા છતાં બોઝે તેમના પર થયેલા હુમલા અંગે નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ, બેંગલુરુ પોલીસે ઘટનાની નોંધ લીધી અને કેસમાં કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી.

આ પણ વાંચોઃ

Ahmedabad: સરકાર આસારામના 3 આશ્રમ કેમ ખાલી કરાવી રહી છે?, શું છે આયોજન!

અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાની સોનાની બુટ્ટી ચોરનાર વોર્ડ બોયની ધરપકડ

ગુજરાત સહિત 6 રાજ્યના વિદ્યાર્થીઓ Australia નહીં જઈ શકે, હાલમાં રહેતાં વિદ્યાર્થીઓનું શું થશે?

Pope Francis: ખ્રિસ્તીઓના ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું નિધન, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Rajkot: ખેડૂતોના ખેતરમાં કંપનીની બળજબરી, ગેરકાયદેસર પવનચક્કીઓ નાખવાનું કામ, મહિલાનો હાથ ભાગ્યો!

JD Vance India Visit: ટેરિફ મુદ્દે ટ્રમ્પ સાથે ઝઝૂમતાં ભારતને અમેરિકન ઉપરાષ્ટ્રપતિ પાસે શું આશા?

Related Posts

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….
  • October 28, 2025

UP Crime:  ઉત્તર પ્રદેશના ઝાંસીથી એક ભયાનક ઘટના સામે આવી છે. જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. અહીં એક કાકી-કાકાએ જમીનના નાના ટુકડાના વિવાદમાં તેના 12 વર્ષના ભત્રીજાની ક્રૂરતાથી હત્યા…

Continue reading
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ
  • October 28, 2025

Mumbai: મુંબઈના ખારમાં રહેતી 24 વર્ષીય નેહા ગુપ્તા ઉર્ફે રિંકીના અચાનક મૃત્યુથી સમગ્ર ખાર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે. ખાર પોલીસે નેહાના પતિ અરવિંદ અને તેના પરિવારના પાંચ સભ્યોની દહેજ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 3 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 1 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 4 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 7 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 21 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 9 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!